Link copied!
Sign in / Sign up
0
Shares

બ્રેકઅપ એ આપી ઘણી બધી સુર્ખિયો (સમાચાર ) હવે એક વાર ફરી થી ધૂમ મચાવશે આ બોલિવૂડ ની જોડી👌😍

દર્શકોની ફેવરિટ (મનપસંદ ) રહી ચુકેલી આ મશહુર જોડી રણબીરકપુર અને દીપિકા નો પ્યાર એ એક સમયે બોલિવૂડ માં ખુબ જ ચર્ચા નો વિષય બની હતી.પરંતુ કોઈક કારણો સર આ ખૂબસૂરત જોડી ના રસ્તા અલગ થઈ ગયા અને તે બંને છુટા પડી ગયા .આ જોડી એ તેમના અભિનય થી દર્શકોના દિલો ઉપર રાજ કર્યું ,રણબીર -દીપિકા ની ફિલ્મ 'બચના એ હસીનો ' ,'યે જવાની હૈ દીવાની 'અને 'તમાશા ' જેવી ફિલ્મો થી દર્શકો નુ ખૂબ મનોરંજન કર્યું .રણબીર - દીપિકા છેલ્લી વાર તમાશા ફિલ્મ માં સાથે જોવા મળ્યા હતા પરંતુ ખબરો અનુસાર આ જોડી ત્રણ વરસ પછી હવે ફરીથી સાથે જોવા મળવાની છે .

મશહુર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ આ જાણકારી સોશિયલ મીડિયા માં આપી છે તેમણે રણબીર - દીપિકા ના ફોટા શેર કરી ને આ જાણકારી આપી છે .જુઓ આ ફોટો જે મનીષ મલ્હોત્રા એ શેર કર્યો છે .

જો તમે વિચારી રહ્યા છો કે ,તેઓ કોઈ ફિલ્મ માં સાથે જોવા મળશે તો તમારું અનુમાન ખોટુ છે .રણબીર - દીપિકા ૯ એપ્રિલ ના મિઝવાન ફેશન વિક માં એકબીજા નો હાથ પકડી ફેશન શો માં જોવા મળશે અને ખબરો અનુસાર એ બંને એ આ ફેશન શો ની તૈયારી પણ શરૂ કરી દીધી છે .એવુ કહેવાય છે કે , મનિષ મલ્હોત્રાના આ શો દરમિયાન તે તેની ચિકનકારી અને તેની લેટેસ્ટ ડિઝાઇન નો પ્રદર્શન કરશે .મશહુર અભિનેત્રી શબાના આઝમી તેમના એન જી ઓ મિઝવા માટે દર વર્ષે આ ફેશન શો નું આયોજન કરે છે અને તેઓ ચેરિટી માટે આ કામ કરે છે .ગયા વર્ષે આ શો માં મનીષ મલ્હોત્રા માટે શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા એ રેમ્પ વોક કર્યું હતું અને તે બંને આ શો ના સ્ટોપર રહ્યા હતા .

હવે જોવાનું રહ્યું કે રણબીર- દીપિકા આટલા વર્ષો બાદ એકબીજા સાથે અને સામે આવે ત્યારે તેમના ચહેરા ના હાવભાવ અને પ્રતિભાવ કેવા હોય છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon