Link copied!
Sign in / Sign up
1
Shares

બોટલ ફિડીંગ માં અંત કેવી રીતે લાવવો

જીવન માં બદલાવ અનિવાર્ય છે. જેમ તમારુ બાળક મોટુ થાય છે દિવસો જતા, તમારે જીવન નાં દરેક પાસાઓમાં નવા ફેરફારોનો પરીચય અને અમલ કરવાની જરુર પડશે- ખોરાક થી લઈને કપડા અને બીજા પાસાઓ અને તમારા બાળકનું બોટલ છોડાવુ તે એમાંથી એક છે જે તમારા અને તમારા બાળક માટે મુશ્કેલ થઈ શકે છે.

સંક્રમણ સમયની બાબતો:

યોગ્ય વયે બોટલમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવો ખૂબ ફાયદાકારક છે. ડૉકટરો સામાન્ય રીતે એક કપમાં દૂધની રજૂઆત કરવાનું સૂચન કરે છે જ્યારે બાળક છ મહિનાનું થાય છે. તમારુ બાળક હજુ હાથ અને આંખ નું સમન્વય શીખી રહ્યું હોય છે, મોટા ભાગ નું દુધ જે તમે આ ઉંમરે આપો છો તે લાદી પર ઢોળાઈ જતુ હશે. પરંતુ નજીક નાં ભવિષ્ય માં તે વરતળ આપનારૂ હશે.

કપ સાથે મસ્તી

બાળકને કશુક નવુ શીખવાડવાનો શ્રેષ્ઠ માર્ગ મસ્તી અને રમતો દ્વારા છે. તો, નાની રમત દ્વારા સીપ્પી કપ ની ઓળખાણ કરાવી શકો છો. તમે કપ માંથી પીવો ત્યારે જોવા દઈ શકો છો અને તેને તમારી નકલ કરવાનો પ્રયત્ન કરાવી શકો છો. જ્યારે તે બરાબર કરે તેને ભેટ આપો. શરુઆત માં તમે તેને અલગ અલગ પીણા આપી શકો છો અને ધીરે ધીરે તેને દુધ માં બદલાવી શકો છો.

તેની પસંદગી નાં કપ

જેમ પુખ્ત લોકો ને પોતાનાં મનપસંદ સ્પોર્ટ્સમેન, એક્ટર્સ વગેરે હોય છે બાળકો ને પણ તેમના મનપસંદ હોય છે. તેઓ ને કોઈ વિશેષ પાત્ર પસંદ આવ્યો હોય - મનપસંદ સુપરહિરો, કાર્ટુન કેરેક્ટર, વગેરે. તો તમારા બાળકને કપ પસંદ કરવા દો.

બોટલ ઓછી આર્કષક બનાવો

બોટલ જે સુરક્ષા આપે છે તેની સાથે, બોટલ માંનુ પ્રવાહી પણ બાળકને મહત્વ આપે છે. બોટલમાં દુધ સ્વાદિષ્ઠ ના લાગે તેના માટે પાણી નાખો. બોટલમાં અડધુ પાણી અને અડધુ દુધ નાખી ને આપો અને ધીરે ધીરે પાણીની માત્રા વધારી દો. આવુ તમે કરતા જ્યાં સુધી તમે પુરી બોટલ પાણી થી બદલી લો. સાથે સાથે, કપમાં દુધ આપો. દુધનો સ્વાદિષ્ઠ સ્વાદ પાણી કરતા વધારે આર્કષક લાગશે.

બોટલ સંતાડી દો

જ્યારે તમારુ બાળક બોટલ જુવે, તે "મને દુધ બોટલ માં જોઈએ" તેવી મેન્ટાલીટી માં પાછુ આવી જશે. તેથી, જ્યારે તમે તમારા બાળક ને ધાવણ છોડાવાનો પ્રયત્ન કરતા હોવ, બોટલ ને દુર કરી દો. જ્યારે તમારુ બાળક બોટલમાં દુધ માગે છે, તેને કપ આપો. તેને સમજવા દો કે બોટલ ને કપ થી બદલવામાં આવ્યુ છે. તે શરુઆતમાં ઉદાસ રહેશે, પરંતુ તેનું મનપસંદ ખોરાક અથવા નાસ્તો તૈયાર રાખો તેથી તેનું ધ્યાન બીજે રહે.

જરુરીયાતને સંતોષો

જો તમારુ બાળક બોટલ માંગે, તો તમારા બાળક ની ખરેખર જરુરીયાત ને સમજો અને સંતોષો. જો તે ભુખ્યુ લાગે , તેને ડિશમાં ખોરાક આપો અથવા કપ માં પીણુ આપો, જો તેને આરામ જોઈએ, તેને ભેટી લો. જો તેને કંટાળો આવતો હોય તો તેની સાથે બેસો અને રમો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon