Link copied!
Sign in / Sign up
0
Shares

બોલિવૂડ ના આ પાંચ વિલન ,જેમણે હીરો ને પણ પાછળ મૂકી દીધા👌👌

બોલીવુડ ની ફિલ્મોના અને હીરો ના દરેક લોકો દીવાના હોય છે પરંતુ હિંદી ફિલ્મોમાં હજી એક મુખ્ય પાત્ર હોય છે એ છે 'વિલન .' કોઈપણ બોલીવુડ ફિલ્મ વિલન વિના અધૂરી હોય છે ,એક સમય એવો હતો જ્યારે વિલન ને દર્શકો ગુસ્સાની નજરે જોતા હતા .પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વિલન ની પરિભાષા બદલાઈ ગઈ અને આજ ના યુગ માં હીરો કરતા વધારે વિલન ને જોવા માટે દર્શકો ફિલ્મ જોવા જાય છે આજે અમે આ બ્લોગ દ્વારા એવા જ કેટલાક કલાકારો ની વાત કરશુ જેમણે વિલન નો રોલ ભજવી ને હીરો ને પણ પાછળ છોડી દીધા છે .

(૧) અમજદ ખાન 

બોલીવુડ ની મશહુર ફિલ્મ' શોલે ' તો લગભગ દરેક ની મનપસંદ હશે જ ,જય- વીરુ ની દોસ્તી ,બસંતી ના નખરા,રાધા ની ખામોશી ,અને ઠાકુર નો બદલો તો બધા ને યાદ જ હશે પરંતુ આ ફિલ્મ નો દમદાર પાત્ર હતુ 'ગબ્બર'.અમજદ ખાન ના ગબ્બર નામ ના પાત્ર એ લોકો ના મન માં એક પ્રકાર નો ભય બેસાડી દીધો હતો અને સાથે એક છાપ પણ છોડી દીધી હતી .

'કિતને આદમી થે ' આ ડાયલોગે બધા નું દીલ જીતી લીધુ હતુ .અમજદ ખાને આ પાત્ર માં તેની જાન રેડી દીધી હતી .

(૨) અમરીશ પુરી

 

મિસ્ટર ઇન્ડિયા તો બધા ને યાદ જ હશે અને સાથે જ તેના યાદગાર પાત્રો પરંતુ પણ , પરંતુ મિસ્ટર ઇન્ડિયા નુ નામ સાંભળતા જ જે પહેલો ડાયલોગ આપણા દિમાગમાં આવે છે એ છે 'મુગેમ્બો ખુશ હુઆ' અમરીશ પુરી નો આ ડાયલોગ આજે પણ લોકોની જીભ ઉપર હોય છે .અને વાત મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ મી હોય તો આ ડાયલોગ તો યાદ આવ્યા વગર રહે જ નહિ .

(૩) શાહરૂખ ખાન 

કકકક કિરણ , શાહરૂખ ખાન ને આજે પણ તેના ચાહકો આ ડાયલોગ થી ઓળખે છે .'ડર' ફિલ્મ માં શાહરૂખ ખાન ની કિરણ ને પામવાની ચાહત અને જીદે બધા લોકોને ડરાવી દીધા હતા અને આની સાથે સાથે 'અંજામ'ફિલ્મ માં પણ તેણે તેના નેગેટીવ રોલ થી સારી એવી છાપ પાડી હતી .

(૪) સંજય દત્ત

 

વર્ષ ૨૦૧૨ માં કરણ જોહરે અમિતાભ બેચ્ચન ની ક્લાસિક ફિલ્મ 'અગ્નિપથ' ને ફરીથી એક નવા રૂપ માં પડદા ઉપર ઉતારી હતી .આ ફિલ્મના બધા પાત્રો ફ્રેશ અને નવા હતા પરંતુ આ ફિલ્મના જે પાત્ર ને સૌથી વધારે નામના મળી હતી તે છે ' કાંચાચીના' .સંજય દત્ત નો આ અવતાર કોઈ ને પણ ડરાવવા માટે પુરતો હતો .અચરજ ની વાત તો એ હતી કે ,સંજય દત્ત ના પોતાના બાળકો તેના થી ડરવા લાગ્યા હતા એટલે સંજય દત્ત કેટલાય દિવસો સુધી તેના બાળકો ની સામે નહોતા ગયા .

(૫) ઋષિ કપુર

 

એક સમય ના ચોકલેટ બોય ઋષિ કપૂરે પણ 'અગ્નિપથ ' ફિલ્મ માં રાઉફ લાલા ના પાત્ર માં જીવ રેડી દીધો હતો .તેમણે તેમની ક્યૂટ છાપ ને છોડી ને એક ક્રૂર વિલન ના પાત્ર માં ખુબજ દમદાર અભિનય કર્યો અને લોકો ને તેમનું અનોખુ રૂપ જોવા મળ્યુ .

( ૬) રિતેશ દેશમુખ 

મસ્તી કરતા રહેતા અને તેના ચંચળ સ્વરૂપ થી બધા ના દિલો ને જીતવા વાળા રિતેશ દેશમુખે 'એક વિલન ' ફિલ્મ મા વિલન ના પાત્ર ને એકદમ બખૂબી નિભાવ્યુ અને બધા ને બતાવી દીધુ કે તે દરેક પ્રકારના પાત્ર ને ભજવી શકે છે .તેના વિલન ના અવતાર ને બધા એ ખુબજ પસંદ કર્યો હતો .

(૬) રણવીર સિંહ

 

હાલ માં જે વિલન બધા ની ચર્ચા માં રહ્યો છે તે ફિલ્મ ' પદ્માવત ' ના 'અલાઉદ્દીન ખિલજી '.

બેન્ડ બાજા બારાત ફિલ્મ થી પોતાની કેરિયર શરૂ કરનાર રણવીર સિંહે પોતાની છાપ થી અલગ જ રોલ ને પસંદ કર્યો .આ ફિલ્મના દીપિકા અને શાહિદ કરતા વધારે ચર્ચા રણવીર વિશે થઈ ,તેણે અલ્લાઉદ્દીન ખિલજી ના પાત્ર ને નિભાવ્યું નથી પરંતુ જીવ્યું છે .

(૭) અક્ષય કુમાર 

બોલીવૂડના અક્ષય કુમાર પણ આ વાત માં પાછળ નથી 'અજનબી ' જેવી ફિલ્મો માં અક્ષયે વિલન બનીને પોતાની એક અલગજ છાપ બનાવી હતી અને હવે તો તે બહુજ જલ્દી તેની આવનારી ફિલ્મ ૨.૦ માં પણ વિલન ના પાત્ર મા દેખાશે .

આતો બસ થોડા જ નામો છે, આ બધા સિવાય પણ બોલીવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે વિલન ના પાત્ર મા જીવ રેડી ને હીરો ને પાછળ છોડી દીધા છે જેવા કે પ્રાણ , આશુતોષ રાણા ,પ્રેમ ચોપડા ,કુળભુષણ ખરબંદા ,હૃતિક રોશન ,નવાઝુદ્દીન સિદ્દીક , સૈફ અલી ખાન , અને ઘણા લિસ્ટ હજી લાબું છે .

તો હવે જણાવો કે તમારો મનપસંદ વિલન કોણ છે ? 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon