Link copied!
Sign in / Sign up
0
Shares

બોલીવુડની સુરની મહારાણી લતા મંગેશકર બીમાર પડી ગઈ છે!

ભાજપના પ્રમુખ અમિત શાહ પક્ષ માટે વ્યૂહરચનાઓ અને ઝુંબેશો બનાવવા પાછળ ના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.તેઓ 'સમર્થન' નામના એક અભિયાન માટે મુંબઈ ગયા હતા. અમિત શાહને લતા મંગેશકર, માધુરી દીક્ષિત અને રતન ટાટાને મળવા આવવાનું હતું. પરંતુ લતા મંગેશકરના સ્વાસ્થ્ય મુદ્દાને કારણે તે તેમને મળી શક્યા નહતા.

બોલીવુડની સુરની મહારણી લતા મંગેશકર ની તબીયત સારી નથી. તેને ફુડ પોઈઝનીંગ થઈ ગયુ છે, એ વાત ની જાણકારી તેમણે ટ્વીટર દ્વારા આપી છે. તેમણે કહ્યું, " આજ ભાજપ ની અધ્યક્ષ માનનીય અમિત શાહજી સાથે મારી મુલાકાત થવાની હતી. પરંતુ ફુડ પોઈઝનીંગ નાં કારણે મેં તેમને ફોન પર વાત કરીને મળી ના શકવાની સમસ્યા વ્યક્ત કરી અને બીજીવાર જ્યારે પણ મુંબઈ આવે ત્યારે મળવાનું નિવેદન કર્યુ છે."

દેખીતી રીતે ભારતીય જનતા પાર્ટી એ "સમર્થન માટે સંપર્ક" નામનો અેક અભિયાન ચલાવી રહી છે. જેના હેઠળ ભાજપનાં લગભગ ૪૦૦૦ મુખ્ય કાર્યકર્તાઓ ૧ લાખથી વધારે જાણીતી હસ્તીઓ ને મળશે. સાથે જ મોદી સરકાર ની સિદ્ધીઓ ઉપર તેમની સાથે વાત કરશે. આ અભિયાન ની અંદર અમિત શાહ અત્યાર સુધીમાં ઘણી હસ્તિઓ ને મળી ચુક્યા છે. મુંબઈ માં તેમણે માધુરી દીક્ષીત સાથે પણ મુલાકાત કરી. સાથે જ તેમણે ઉદ્યોગપતિ રતન ટાટા અને લતા મંગેશકર થી મલવાનું હતુ. પરંતુ લતા મંગેશકર બિમાર હોવાને કારણે તેમને નહી મળી શકે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon