Link copied!
Sign in / Sign up
27
Shares

બીજી ગર્ભાવસ્થા પહેલા કરતાં વધુ કઠીન હોય છે. આવું કેમ?😲😲

ગર્ભાવસ્થા એ કોઈ સરળ કાર્ય નથી. તેમાં ઘણાં બધાં પરિવર્તનથી પસાર થવું પડે છે અને તમારી પાસે નવ મહિના સુધી તમામ પીડા અને મુશ્કેલી સહન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભલે પરિણામ કેટલું અદ્ભુત અને યોગ્ય હોય, પણ આ નવ મહિના, મહિલાના સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરે છે. જો કે પ્રથમ ગર્ભાવસ્થા મુશ્કેલ હોય છે, તેના કરતાં બીજી ગર્ભાવસ્થામાં વધુ મુશ્કેલ હોય છે તેનાથી કદાચ તમે પરિચિત હશો. અહીં આવા 5 કારણોની યાદી છે.

1. આ વખતે આધાર ઘણો ઓછો મળે છે

પ્રથમ ગર્ભાવસ્થા દરમ્યાન તમારા આસપાસના દરેક તમને લાડ કરતા હતા અને તમને જેટલા સ્થાનની જરૂર હોય તેટલી જગ્યા મળી રહેતી હતી, પરંતુ આ સમયે કોઈ આવું નહિ કરે કેમ કે તેમના મત મુજબ તમે હવે અનુકૂળ છો. જો કે તમાર મિત્ર અને કુટુંબીજનો હજુ પણ તમારા વિશે ચિંતિત હોવા છતાં, તમે મોટા ભાગની વસ્તુઓ પર સ્વનિર્ભર રહેવું પડશે.

2. ગર્ભાવસ્થાની વધુ કલ્પનાઓ નથી હોતી

તમે મા-બાપ હોવાની વાસ્તવિકતા અનુભવી તે પહેલાં તમે ફક્ત તે વિશે વિચાર કરી શકો છો, કે બાળક નું હોવું કેવું હશે. તમે વિચાર્યું હશે કે કેવી રીતે તમે તમારા બાળકને તમારી નજીક રાખશો, અને તેના વાળની ​​મીઠી સુગંધ શ્વાસમાં લેશો. પરંતુ જ્યારે તમે વાસ્તવમાં પરિસ્થિતિ અનુભવ કરો, ત્યારે હવે તમારી પાસે કોઈ વિચારધારણા કે કલ્પનાઓ નથી હોતી.

3. બપોરે કોઈ ખાસ ઊંઘ નહીં

યાદ રાખો કે જ્યારે તમે પ્રથમ વખતે ગર્ભવતી હતા, ત્યારે તમે દરરોજ બપોરે નિદ્રા માટે થોડો સમય લઈ શકતા હતા. પરંતુ તેવું આ સમયે થતું નથી. મુખ્ય કારણ એ છે કે તમારી પાસે કાળજી લેવા માટે હવે અન્ય બાળક પણ છે, જે કદાચ હવે તમને શાંતિમાં નહિ રહેવા દે અને આમ બપોરે ઊંઘનો સમય રહેતો નથી.

4. ગર્ભાવસ્થાના લક્ષણો ખરેખર વધુ ખરાબ થઈ જાય છે

કમનસીબે, ગર્ભાવસ્થાના ભયંકર લક્ષણો બીજા બાળક સાથે વધુ ખરાબ થઈ શકે છે. તમને લાગે છે કે પ્રથમ વખતે, તમારી સવારમાં માંદગી ભયંકર હતી, પરંતુ બીજી વખત એનાથી વધુ ખરાબ થઈ શકે છે. ઉપરાંત, તમારી પાસે પહેલેથી જ એક બાળક છે જેની તમારે કાળજી લેવી જ પડશે તેને તમે દૂર નહિ કરી શકો.

5. ડોકટર સાથેની અપોઈન્ટમેન્ટ, તમારા પહેલા બાળક સાથે 

ગર્ભાવસ્થા એક એવો સમય છે, જ્યારે તમારે તપાસ માટે ઘણી બધી વાર ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર પડે છે. જેથી તમને જાણ રહે કે કોઈ જટિલતાઓ નથી પરંતુ હકીકતમાં આ વાત પોતે જ થકાવી દે તેવી છે. ઉપરાંત હવે પહેલાંથીજ એક બાળક છે જેની તમારે કાળજી લેવાની જરૂર છે. જ્યારે તમે ગર્ભવતી હો અને ત્યારે ડૉક્ટરની પાસે મુલાકાત હોય સાથે સાથે વધુ એક બાળક હોય જેની તમારે કાળજી લેવાની હોય!

 તો હવે તમને બરાબર સમજાય ગયું હશે.

આ લેખ વાંચવા માટે આભાર  :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ ન્યુ યર ગીફ્ટ :

https://www.tinystep.in/affiliates/offers/ 

આ લીંક પર ક્લીચ્ક કરી તમારા ન્યુ યર ને બનાવી દો શાનદાર :)

હેપ્પી ન્યુ યર :)

Click here for the best in baby advice
What do you think?
20%
Wow!
80%
Like
0%
Not bad
0%
What?
scroll up icon