Link copied!
Sign in / Sign up
1
Shares

પાંચ ભૂલો જે તમે તમારા બાળકની સફાઇ વખતે કરો છો (અને તેને કેવી રીતે સુધારી શકાય)

નાના બાળકો ઘણાં કારણોથી ગંદા થઈ અને તે જીવાણુઓના સંપર્કમાં આવી જાય છે, જેના લીધે બાળકો બીમાર અને સંક્રમિત થઈ જાય છે. એટલે પોતાના બાળકને હર સમયે સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની યોગ્ય રીતે સફાઈ થવી જોઈએ, નહિ તો બાળકના સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. આ માટે અહીંયા નીચે પાંચ એવી રીતો જણાવી છે કે જેનાથી ખબર પડે કે તમે તમારા બાળકની સફાઈ યોગ્ય રીતે કરો છો કે નહિ?

૧. વાર્નિક્સને થોડીવાર માટે રહેવા દો

જ્યારે બાળક જન્મે છે ત્યારે તેની ચામડી સાથે કંઈ સફેદ ચીકણો પદાર્થ લાગેલો હોય છે - જેને વાર્નિક્સ કહેવાય છે. જ્યારે બાળક જન્મે છે, તેને નવડાવવામાં આવે છે અને તેની સફાઇ કરવામાં આવે છે. આમ તો વાર્નિક્સ તમારા બાળકની ચામડી માટે ખૂબ ફાયદામંદ હોય છે અને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછું છ કલાક સુધી પોતાના બાળકને ન નવડાવો. વાર્નિક્સ તમારા બાળક માટે એક કુદરતી સુરક્ષા કવચના રૂપમાં કામ કરે છે અને જન્મ પછી બે કલાક સુધી તેની સંવેદનશીલ ચામડીને બહારથી જીવાણુથી બચાવી રાખે છે.

૨. બાળકને વારંવાર નવડાવવા

બાળકમાં ચામડીનું પડ ખુબ પાતળું હોય છે, એટલે વધારે સમય તેને ચાદર લપેટીને રાખવામાં આવે છે. તે ખૂબ જરૂરી છે કે તમે બાળકને રાતના સમયે જ નવડાવવાની કોશિશ કરો, પણ બાળકને દરેક બીજી રાતે નવડાવવાની કોઈ જરૂરત નથી. તેને સાફ-સુથરા રાખવા માટે અઠવાડિયામાં એક કે બે વાર નવડાવવા તેના માટે પર્યાપ્ત હોય છે. પણ ધ્યાન રાખો કે જ્યારે બાળકે નેપકીનમાં સંડાસ કર્યું હોય, તો નિશ્ચિતરૂપે તેની બરાબર સફાઈ કરવી જોઈએ.

૩. ખૂબ વધારે સફાઈ/શિશુ ઉત્પાદનનો ઉપયોગ કરવો

માતા-પિતા પોતાના બાળકની પાછળ એટલા બધા આકર્ષિક હોય છે કે બસ આખો દિવસ પોતાના બાળકને સાફસુથરા રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે. તેમને જ્યારે પણ સમય મળે, તે બાળકના નાહવાની વસ્તુઓ, સફાઇના ઉત્પાદકો, માલિશ કરવાના ઉત્પાદકો, વગેરે માટે ખરીદી કરવા બહાર નીકળી જાય છે. બાળકો માટે થોડી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, કેમકે વધારે ઉત્પાદનનો ઉપયોગ કરવો તમારા બાળકને નુક્શાન પહોંચાડી શકે છે. એટલે જ્યારે પણ કોઇ પ્રકારની શિશુના સફાઇ ઉત્પાદનો ની વાત આવે છે ત્યારે હંમેશા તેની સરળ રાખવી જોઈએ કે જેનાથી તમારા બાળકની ચામડીને નુકશાન ન થાય. તમારા બાળક માટે એક નમી પ્રદાયક ક્રીમ અને એક સાફ કરવા વાળી ક્રીમ (અંતર, ડાઇ અને પૈરાબેન થી મુક્ત) ની પણ જરૂર હોય છે.

૪. વધારે ગરમ પાણીથી નવડાવવું

આમ તો નાના બાળક ની ચામડી ખૂબ જ સંવેદનશીલ હોય છે, વધારે ગરમ કે ઠંડા પાણીથી નવડાવવું તેની ચામડી માટે હાનિકારક થઈ શકે છે. તેની ચામડીમાં લાલ રંગના ચાંભા થઈ શકે છે. નક્કી કરો કે તમારા બાળકના નહાવાના પાણીનું તાપમાન બરાબર હોય અને તમારા વોટર હીટરના તાપમાનને ઓછું નિયમિત રાખો.

૫. જ્યારે તમે નાભિ સ્ટમ્પ માટે વધારે ડરો છો

બધા માતા-પિતાએ નાભિ સ્ટમ્પને સુકાવવાની અને પડી જવાની રાહ જોવી જોઈએ. જ્યાં સુધી નાભિ સ્ટમ્પ આપમેળે ન પડી જાય, ત્યાં સુધી તેની ખુબ ધ્યાનથી સફાઈ કરવી જોઈએ. ડોક્ટરના કહીયા મુજબ સૌથી સારી વાત એ છે કે તમે સુકાયેલા ભાગ પર ધ્યાન ન આપો. (સુકાયા પછી વાસ્તવમાં નાભિ સ્ટમ્પ ને સફાઈની જરૂરત નથી હોતી.) નાભિ સ્ટમ્પની ચામડીની નીચે જુઓ: જો એ ભીનું હોય કે તેમાંથી કોઈ પ્રવાહી પદાર્થ નીકળી રહ્યો હોય તો એ ભાગને ધીમેથી કોઈ સાફ કરવા વાળી દવાથી કે સાદા પાણીથી લૂછીને સાફ કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon