Link copied!
Sign in / Sign up
3
Shares

ભારતીય બાળકનું નામ જે તમારા બાળક માટે યોગ્ય છે.

૧. નામ જે સમય સાથે વધે છે

તો તમને તમારા બાળકને સુંદર નામથી બોલાવુ ગમે છે જેમકે કુચીકુ,પીકુ-ચીકુ,ચીંકી,ટીંકી, ખાલી યાદ રાખો કે તમારુ બાળક જલ્દી મોટુ થવાનું છે. તેથી તેવુ નામ નક્કી કરો છે સાંભળવામાં સારુ હોય ત્યારે પણ જ્યારે તમારુ બાળક ૫૦ વર્ષનું હોય.

૨. શું તે સાર્વત્રિક છે?

જેમ સમય બદલાઈ, સંસ્કૃતિ બદલાઈ અને રેહવાની જગ્યા પણ બદલાઈ. આપણી પેઢી પહેલેથી જ આપણા શહેર અને ગામડા છોડી ને અલગ શહેર અને દેશ માં જતી રહી છે, અને તે જ આપણા બાળકો સાથે થશે.

3. પ્રારંભિક શું છે?

જો એક સુરેશ શર્મા નામનો વ્યક્તિ પોતાના દિકરાનું નામ આદિત્ય રાખે, પછી તેનો પ્રારંભિક આવુ હશે - એવી વાત નથી જેનાથી બાળક ખુશ થશે. અને કલ્પના કરો સ્કુલ માં તેને કેટલુ ખીજવશે.

૪. શું સ્પેલીંગ થી માથુ ચડી જાય છે?

મારુ નામ લખવા માં (હોટેલ બીલ્સ, મેડિકલ શોપ્સ, ડોક્યુમેંટ્સ) ૧૦ માંથી ૮ લોકો ખોટુ લખે છે. જ્યાં સુધી હું ૨૦ વર્ષની હતી, મને નવાઈ લાગતી કે લોકો ને જાહ્નવી નો સાચો સ્પેલીંગ લખવામાં તકલીફ કેમ થતી હતી!!

૫.પરંપરા

અમુક લોકો પરંપરા ને જુની સમજે છે પણ એવા કેટલાક મણિ જેવા નામો ઉપલબ્ધ છે આપણા પુરાણો, વેદો અને શાસ્ત્રો મા.તમે કોઈ દિવસ વિચાર્યુ કે બિપાશા દેવી નું નામ છે? અથવા આરાધ્યા પણ. વિશ્નુ અને દેવી સહાસ્ત્રનામ( એક હજાર નામો) જુવો એક વાર તેજસ્વી નામો માટે.

૬. અર્થ

આ તો કહ્યાં વગર આવે છે કે નામનો અર્થ તો હોવો જોઈએ. તેથી જો તમને પીંકી,સ્વીટી,બીટ્ટુ,બોબી, નાં અવાજ ગમે છે પણ જ્યારે બાળક મોટુ થશે તેનો પ્રભાવ નહીં પડે.

૭. અવાજમાં કેવો લાગે છે?

તમારે તમારા બાળકને દિવસ માં ડઝન વાર બોલાવુ પડશે. તેથી તમને અને તમારા બાળક ને બંને ને અવાજ ગમવો જોઈએ. નામ ખુબ જ કર્કશ કે ખુબ નીરસ ન‍ા લાગવુ જોઈએ.

૮.ખુબ ફેશનેબલ નહીં

મેં અવલોકન કર્યુ છે કે અમુક ચોક્કસ નામો હોય છે જે ખુબ ફેશનેબલ બની જાય છે અને દરેક બીજા માતાપિતા ને પોતાના બાળકોને તે નામ દેવુ હોય છે. તો પહેલા તે રાહુલ,રાજ,સમીર અને હવે ઈરા, રીયા, અન્વી, ઓવી વગેરે.

૯. વ્યક્તિગત જોડાણ

વાલીઓ ને ઘણીવાર એવુ નામ ગોતવુ હોય છે જે તેમના થી જોડાયેલુ હોય છે જે પોતાનું નામ જોડી ને બનાવી શકે છે. જેમકે મારા સહ-કાર્યકર અંકુર અને તેની પત્ની પુજા એ પોતાની દિકરી નું નામ અનુજા રાખ્યુ છે. આદિત્યા ચોપરા અને રાની એ પોતાની દિકરી નું નામ આદિરા રાખ્યુ છે જે શ્રેષ્ઠ છે અને તે દેવી નું નામ પણ છે.

૧૦. દિલ થી સીધુ

ઉપર જણાવેલા તમામ મુદ્દાઓ પર વિચાર કરવા છતાં, જો તમે છેલ્લે કોઈ અલગ નામ પસંદ કરો જે ઉપરના કોઈપણમાં ફિટ ન હોય અને હજુ પણ તમને લાગે છે કે તે સંપૂર્ણ છે, તો તેના માટે જાઓ. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon