Link copied!
Sign in / Sign up
0
Shares

ભારતી સિંહ બનશે ગુજરાતી વહુ, અહીંયા એક મહિના સુધી મનાવશે હનિમૂન

કોમેડિયન ભારતી સિંહના ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન છે. ભારતી પોતાના લોન્ગ ટાઈમ ગુજરાતી બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ આ બંનેનો પ્રિ-વેડિંગ વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં હર્ષ, ભારતીને ગુલાબજાંબુ સાથે પ્રપોઝ કરે છે. ગુલાબજાંબુમાં રિંગ છુપાયેલી હોય છે. બંને આ વીડિયોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.

યુરોપમાં મનાવશે હનિમૂનઃ

ભારતી-હર્ષ ગોવામાં લગ્ન કરવાના છે. આ લગ્નમાં ટીવી તથા બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ આવશે, તેમ માનવામાં આવે છે. લગ્ન બાદ ભારતી-હર્ષ એક મહિના સુધી હનિમૂન મનાવશે. તેઓ યુરોપ, ગ્રીસ, સ્પેન, બાર્સેલોના, ઈટાલી જેવા અલગ-અલગ શહેરોમાં જશે.

સામે આવી વેડિંગ આઉટફિટની તસવીરોઃ

હાલમાં જ ભારતી સિંહના વેડિંગ આઉટફિટની તસવીરો સામે આવી હતી. તેમાં તે બ્લૂ એન્ડ પિંક રંગમાં જોવા મળી હતી. લહેંગા તથા ચોલી પર ગોલ્ડન રંગના બુટ્ટા તો બોર્ડર પર દુલ્હનના ફેસની પ્રિન્ટ છે. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon