Link copied!
Sign in / Sign up
5
Shares

ભૈય્યુજી મહારાજ હવે રહ્યા નથી : અહી જાણો તેમની થોડી ઘણી અજાણી હકીકતો

નવી દિલ્હી : ઉદયસિંઘ દેખમુખ ઉર્ફે ભૈય્યુજી મહારાજ એક પ્રસિધ્ધ અધ્યાત્મિક નેતા હતા જેમને ઘણા લોકો માનતા હતા તેમણે મંગળવારે ઇંદૌર, મધ્યપ્રદેશમાં પોતાની જાતને મારી નાખ્યા હતા. તેમને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે તેમની ઇજાઓને કારણે મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ભૈય્યુજી મહારાજના આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું, અને કોંગ્રેસે તેમના મૃત્યુની તપાસ સીબીઆઇ પાસે કરાવવા માંગણી કરી હતી. મોટી સંખ્યામાં તેમના ટેકેદારોએ તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારથી જ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.

અહી ભૈય્યુજી મહારાજના જીવન વિષે કેટલીક ઓછી જાણીતી હકીકતો દર્શાવી છે, જે નીચે મુજબ છે : 

https://twitter.com/MirrorNow/status/1006473141860757504

૧. ભૈય્યુજી મહારાજ પાંચ સંતો માના એક એવા સંત હતા જેમને શિવરાજ સિંઘ ચૌહાણ દ્વારા, મધ્યપ્રદેશમાં રાજ્યના પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તે દરજ્જાને સ્વીકારવા માટે ફગાવી દીધો હતો.

૨. ભૈય્યુજી મહારાજ ને ૨૦૧૨ માં ટીમ અણ્ણા હજારે અને યુપીએ સરકાર વચ્ચેના સફળ કરાર માટેના નિર્માણ માટે શ્રેય આપવામાં આવ્યું હતું.

૩. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજલપુરમાં થયો હતો. અને તેમના માતા પિતા પાસે થી તેમણે ઉદયસિંઘ દેશમુખ નામ મેળવ્યું હતું. તેમના પિતાનું નામ વિશ્વાસરાવ દેશમુખ અને માતાનું નામ કુમુદાનીદેવી દેશમુખ છે. તેમણે પાછળથી ઉદયસિંઘ દેશમુખ નામ ત્યજીને ભૈય્યુજી મહારાજ નામ અપનાવ્યું હતું.

૪. ભૈય્યુજી મહારાજ ઘોડેસવારીમાં નિપુણ હતા તેની સાથે સાથે જ તેઓ ફેન્સિંગની કૌશલ્યતામાં પણ માહિર હતા. એટલું જ નહીં, ભૈય્યુજી મહારાજ સંગીત અને કળાઑ માં પણ કાર્યક્ષમ હતા.

૫. તેમણે મુંબઈના કોર્પોરેટ જગતમાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, ભૈય્યુજી મહારાજ સિયારામ ફેબ્રિક્સમાં રોલ મોડેલ તરીકે પણ જાહેર થયા હતા.

૬. તેમના અનુયાયીઓનાં જણાવ્યા મુજબ, ભૈય્યુજી મહારાજે મુંબઈની આ ગ્લેમર જિંદગી છોડી દીધી હતી અને ગરીબો અને દલિતો માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.

૭. ભૌતિક જગતના ત્યાગ માટેનું મુખ્ય કારણ તેમના બાળપણ ના બનાવો ને આભારી છે, જે તેમને આ કામ કરવા માટે પ્રેરિત કરે છે, તેમણે પોતાના બાળપણના દિવસો યાદ કર્યા હતા જ્યારે તેની માતા તેમને સંતના દરબારમાં લઈ જતી હતી. સંતો પોતાના ઘરમાં આવતા લોકો માટે ખાંડ આપતા હતા અને દરેકને તે ખાંડ કિડીને ખવડાવવા કહ્યું હતું. આખું ગામ સંત મહારાજના વચનો પ્રમાણે કામ કરતાં હતા, જે ભૈય્યુજી મહારાજને પ્રેરિત કરતું હતું.

૮. ભૈય્યુજી મહારાજે ઔરંગાબાદની માધ્વી નિમલાકર સાથે લગ્ન કર્યા હતા.

 

જો તમને પણ ભૈય્યુજી મહારાજની જીવનશૈલી પ્રભાવિત કરતી હોય તો બીજા લોકો સાથે શેર કરીને તેમણે પણ પ્રભાવિત કરો.  

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon