Link copied!
Sign in / Sign up
0
Shares

બેડરૂમમાં ન કરો તમારા સાથી સાથે ક્યારેય આવી વાત💕

દરેક દંપતી માટે સૌથી વધારે સુખદ સમય હોય છે બેડરૂમનો સમય, આ એવો સમય હોય છે જયારે તમે પુરે-પુરા એકબીજાના હોવ છો. જો તમે તમારા સાથી સાથે પહેલીવાર બેડરૂમમાં સમય વિતાવી રહ્યા હોવ તો ઘણી એવી વાતો છે જે જાણવી તમારા માટે જરૂરી છે.

જેમ કે અમે તમને કહ્યું કે આ એક એવો સમય હોય છે જયારે તમે બહારની દુનિયા છોડીને ફક્ત એકબીજાના થાવ છો. તો એવી રીતે તમારા સબંધ ને મજબૂત બનાવવાનો મોકો મળી જાય છે. પરંતુ ઘણા લોકો અજાણતામાં એવી ભૂલ કરી બેસે છે જે આ સમયને ખરાબ કરી શકે છે. ખાસ કરીને છોકરીઓ, એને નથી ખબર હોતી કે એ જ વાત કરી રહી છે તે આ સમયને બગાડી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ એ વાતો જે બેડરૂમમાં પોતાના સાથી સાથે બિલકુલ ન કરવી.

એક્સ વિશેની વાત

તમારા સાથીનો મૂડ સારો છે અને બસ આ પળ એ તમારી સાથે વિતાવવા માંગે છે. એવામાં એકબીજાને સાથે હોવ એ સમય ક્યારેય પોતાના જુના પ્રેમી વિશેની વાત ન કરો. એ કરવાથી તમારા સાથી નો સારો મૂડ ખરાબ થઇ શકે છે.

લગ્નની વાતો

જો તમે લગ્ન પહેલાજ તમારા બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધમાં હોવ તો યકીનન તમે ખુબજ વિચારીને, વિશ્વાસ કરીને ફેંસલો લીધો હશે. તો એવામાં તમે ક્યારેય સબંધ બનાવતી વખતે એવી વાત ન કરો કે જેનાથી પ્રેમ પર તેની અસર થાય, જેમ કે સબંધ બાંધતી વખતે લગ્નની વાત.

જગડા થાય એવી વાત ન કરવી

જો તમે તમારા અંગત પળોને આનંદમય બનાવવા માંગતા હોવ તો ક્યારેય એવી વાત ન કરો જેનાથી ઝગડો થાય અથવા આ સમયે કોઈ જુના ઝગડાની વાત લઈને બિલકુલ ન બેસવું. આવી વાતો મૂડ ખરાબ કરી શકે છે.

હંમેશા શાંત રેહવું

તમે કોશિશ કરો કે પોતાના બેડરૂમમાં પળોમાં હંમેશા પોતાનું મગજ શાંત રાખવું. તમે આખા દિવસની નકામી વાતોને કાઢી નાખો અને બસ તમારી આ ખાસ પળોને આનંદમય બનાવો.

ઉપહાર ન માંગો

ઘણી સ્ત્રીઓ શું કરે છે કે પોતાના આ ખાસ પળમાં સાથીના ભાવુકપણાનો ફાયદો ઉપાડીને ઉપહાર માંગે છે, જે બિલકુલ ખોટું છે. આ સમયે માંગવાની તક તમારા આ પળને ખરાબ કરી શકે છે.

સાથીની વાત ન માનવી

ઘણીવાર સ્ત્રીઓ બેડ પર પોતાના સાથીની વાતો નજર અંદાઝ કરી દઈ છે, જેનાથી સાથીનો મૂડ ખરાબ થઇ શકે છે. એટલે જ તમે બન્ને એકબીજાની ભાવનાની કદર કરી અને પોતાના ખાસ પળને આનંદમય બનાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon