Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રેગ્નેન્સીમાં થોડીક કામ આવે તેવી બ્યુટી ટીપ્સ જાણીલો

ગર્ભાવસ્થા ધારણ કર્યા બાદ માતાનું સમગ્ર ધ્યાન બાળકની આસપાસ ફરતું રહે છે.તેની સ્થિતિ મુજબ ખોરાક,દવા વગેરે લેવાની હોય છે.આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમ્યાન હોર્મોનલ ચેન્જીસ થયા કરતા હોય છે તેથી સ્કિન અને વાળની કાળજી રાખવી જરૂરી છે. હોર્મોનલ ચેન્જીસ સાથે શારીરિક અને માનસિક પણ બદલાવ આવે છે જેના કારણે શરીર અને મન બેલેન્સ કરવું પડે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકનો જન્મ થાય અને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી માતાની દિનચર્યા થોડીક વ્યસ્ત રહેવાની તેમજ તબિયત નરમ-ગરમ રહેવાના કારણે સૌંદર્યની જાળવણી બાબત એટલું ધ્યાન રખાતું નથી આમ છતાં કેટલીક નાની-નાની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો સૌંદર્ય જળવાઈ રહે છે.

* હોર્મોનલ ચેન્જીસ સાથે સ્કિનમાં પણ ફેરફાર થશે જેથી ડ્રાય સ્કીન હોય તો મોઇશ્ચરાઈઝર નો ઉપયોગ નિયમિત કરવો.

* નિયમિત ફેશિયલ વગેરે કરાવી ન શકાય તો રસોઈ બનાવતી વખતે ફ્રેશ ફ્રૂટ્સ કે વેજિટેબલ્સ હોય તેનો રસ પલ્પ વગેરે લગાવી દેવો.જેથી સ્કિનની ચમક જળવાઈ રહેશે.

* ઓઈલી સ્કિન હોય તો

દિવસમાં સાદા પાણીથી ત્રણ ચાર વખત મોં ધોઈ લેવું. તેમજ નોર્મલ સ્કિન માટેનું ક્રીમ લગાવી શકાય.

* ફ્રેશ ફ્લાવર્સ કે પછી લીમડો, એલોવેરા, તુલસી, વગેરેનો પેક બનાવીને પણ લગાવી શકાય જેનાથી ત્વચા તાજગીભરી લાગશે.

* બને ત્યાં સુધી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવતી વખતે ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ ન કરવો.

* લેઝર ટ્રીટમેન્ટ પણ આ સમયમાં ટાળવી.

* વાળમાં સારા ઓઇલ વડે નિયમિત મસાજ કરવો.જે વાળને હેલ્ધી રાખવા સાથે મગજને પણ આરામ આપે છે.

* એકદમ આરામદાયક રહે એવી હેર સ્ટાઇલ પસંદ કરવી..જલ્દીથી ઓળી શકાય અને મેનેજ થઈ શકે એવા વાળ રાખવા કારણ કે બાળકના જન્મ બાદ વધુ સમય પોતાના માટે બચશે નહીં.

* ગર્ભાવસ્થા દરમિયાન હેર કલર કરાવવાથી દૂર રહેવું.

* નિયમિત આહાર, પાણી, અને ઊંઘ પણ સૌંદર્યમાં મોટો ભાગ ભજવે છે.

* આમ થોડીક કાળજી રાખવાથી સૌંદર્ય જળવાઈ રહે છે,બલ્કે માતૃત્વના કારણે તેમાં વધારો થાય છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon