Link copied!
Sign in / Sign up
2
Shares

બે બાળકો ને સંભાળવાની ટીપ્સ અને યુક્તિઓ

જ્યારે તમારે બાળક થાય છે, બધુ જ બદલાઈ જાય છે. તમારા સુવા થી લઈ ને તમારુ સામાજીક જીવન, તે બધુ જ બદલી નાખે છે. હવે બે બાળકો હોવાનું વિચારો. હા, ઘણા કેહશે કે સરળ છે અને ઘણા કેહશે કે બમણી મુશ્કેલી છે. જેમને હજુ હમણા જ બીજુ બાળક આવ્યુ છે અથવા પહેલે થી જ બે બાળકો છે, અહીં થોડા મુદ્દા આપ્યા છે જે તમને મદદ કરશે પરીસ્થિતી ને ઉકેલવા માટે. તો ચાલો બે બાળકને બોસ ની જેમ હેંડલ કરવાની ટીપ્સ અને યુક્તિઓ જોઈએ!

૧. રુટીન બનાવો

બાળકો સાથે બેઠો અને રુટીન માટેની યોજના બનાવો. તે જાગે ત્યાં થી લઈ ને તે ઊંઘી જાય ત્યાં સુધી, પહેલા નક્કી કરી લો કયા સમયે શું થવુ જોઈએ. આ વસ્તુઓ સમયસર કરવા માટે નું દબાણ ઓછુ કરશે તમારા ખભા પરથી.

૨.કેલેંડર જાળવી રાખો

બે બાળકો સાથે તમારે ઘણી બધી વસ્તુઓ ઉભી હોય છે લાઈન માં. સ્કુલ ઈવેંટ્સ જેમકે વાલી મીટીંગ, વગેરે. તમે ગુગલ કેલેંડર અથવા કંઈપણ તમને ફાવે તે વાપરી શકો છો જેનાથી તમે આયોજીત રહી શકો.

૩.સ્વાવલંબન

જેટલુ જલ્દી બની શકે, તમારા બાળકો ને જાતે કામ કરતા શીખવાડી દો. સામાન્ય વસ્તુઓ જેમકે જમવાનું,પોતાને સાફ કરવાનું,ન્હાવાનું,વગેરે તેમને સરળતા થી શીખવાડી શકાય છે. અથવા તમે તેને શીખવાડી શકો છો કેવી રીતે એકબીજા ને કામ માં મદદ કરવી. આ તેને સીબલીંગ તરીકે બંધન થવા માં મદદ જ નહીં કરે પરંતુ, તે તમારુ કામ પણ ઘણી હદે ઓછુ કરશે.

૪.ફેમેલી ટાઈમ

આ અત્યંત મહત્વનું છે જો તમે બંને કાર્યરત વાલી હોવ. તમારા દિવસો કે અથવાડીયા એવી રીતે ના બનાવો કે તમને પછી આરામ કરવાનો પણ સમય ના હોય. આરામ નો સમય તમારા બાળકો સાથે શાંતી થી વિતાવામાં વાપરવો જોઈએ.

૫. આવશ્યક કીટ

તો,થોડી વસ્તુઓ હંમેશા હાથવગી હોવી જોઈએ. આ વસ્તુ ટીપ છે એ સમય માટે જ્યારે તમે ફરવા જતા હોવ તમારા બાળકો સાથે. પાણી,ખોરાક, ટીશ્યુ,વાઈપ્સ,કપડા અને ઈમરજંસી કીટ વગેરે જરુર હોવુ જોઈએ.

૬.કામકાજનું રુટીન

હવે આ શ્રેષ્ઠ વિચાર છે. તમારે વાલી તરીકે ઘરને બરાબર રાખવા બધુ કરવાની જરુર નથી. તમારા બાળકને બોલાવો આ કરવા માટે અથવાડીયે અને દરરોજ તેમની વય પ્રમાણે તેને કામ આપો. આ બાળકો ને જવાબદાર બનવા અને કામ કરવાના મહત્વ ને સમજવા માં મદદ કરશે જ્યારે તે બીજા સાથે સંકલન કરશે.

૭.ડેટ ટાઈમ

આ ટીપ એ વાલી માટે છે જે પોતાના બાળકો સાથે વિતાવા માટે સમય નથી કાઢી શક્તા. બીજો વિકલ્પ એ બની શકે છે કે તેમને ડેટ પર લઈ જાવ. તે વોક પર જવા જેટલુ સામાન્ય પણ હોય શકે છે.

૮.મી ટાઈમ

આ ખુબ મહત્વ નો સમય છે. અત્યાર સુધી, તમને કેહવામાં આવ્યુ છે કે કેવી રીતે તમારે બાળકો નું ધ્યાન રાખવુ જોઈએ, પણ જલ્દી તમે થાકી જાવ છો. આ બધાની વચ્ચે, એ ખાતરી કરવી કે તમે તમારી માટે સમય નિકાળો. એ તમે તમારી વસ્તુઓ તમારી રીતે કરી શકો છો અથવા પોતાના સાથી સમય વિતાવી શકો છો. આ સમયે, અમે એ પણ ચોખવટ કરી દેવા માંગ્યે છીએ કે પોતાના સાથી સાથે સારો સમય પસાર કરવાથી દુર ના રેહશો. એ તમને મદદ કરશે ટીમ ની જેમ કામ કરવા માટે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon