Link copied!
Sign in / Sign up
19
Shares

બંગાળમાં ચિસુરાહ મેળામાં એક માણસ દ્વારા નાની છોકરી પર જાતીય હુમલો, વિડિયો થયો વાયરલ😱

પશ્ચિમ બંગાળના ચિસુરાહ શહેરમા તહેવારમાં ખૂબજ ભીડ જામેલી હતી ત્યારે આ ઘટના બની હતી. એક આધેડ વ્યક્તિ એક નાની છોકરીની પાછળના ભાગમાં હાથ અડાડીને અડપલાં કરતો હતો. 

તે સમયે તે નાની છોકરી તેના કુટુંબીજનોથી પાછળ હતી. તેથી તે વ્યક્તિ પણ વારંવાર આ છોકરી સાથે અડપલાં કરતો હતો. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે એ વ્યક્તિને જાહેરમાં આવું કૃત્ય કરતા જરા પણ ડર લાગતો નહોતો.

આજ સમયએ તેની આસપાસના ઘણાં લોકોએ તેના આ કૃત્યને રેકોર્ડ કરી લીધું હતું. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય ન કરે તેની જાગરૂકતા વધારવા માટે વિવિધ સોશિયલ મીડિયા પર આ વિડીયોને શેર કરવામાં આવ્યો.

ચિસુરાહના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ એજ સ્થળ છે જ્યાં તાજેતરમાં ચુચુરા હૅન્ડલૂમ મેળો યોજાયો હતો. એવું કહેવાય છે કે આ બનાવ 6 મી મેના રોજ બન્યો હતો. વિડીઓમાં આ વ્યક્તિ છોકરીને પાછળ રહીને તેને ધક્કા મારતો હતો. તે વારંવાર છોકરીને પોતાનાં પગથી ધક્કા મારીને છોકરી પર દબાણ કરતો હતો.

આ સમયે વિડિયોમાં એવું લાગતું હતું કે છોકરી તેના પરિવારને આ વ્યક્તિ વિશે વાત કરે છે. તેજ સમયે તેમાં દેખાઈ રહ્યું છે કે એક સ્ત્રી તેનાથી આગળ ઊભી છે જે તેની માતા હતી. છોકરીએ તેની માતાને આ વાત જણાવી ત્યારે તેની માતાએ તેનું સ્થાન બદલી દીધું.

જો કે આ સ્ત્રીએ આ ઘટના અંગે કોઈ પણ રીતે પોતાનો અવાજ ઉઠાવાનો પ્રયાસ પણ ન કર્યો. લગભગ આ જ સમયે તે માણસને ખબર પડી જાય છે કે તેનો વિડિયો રેકોર્ડ થઈ રહ્યો છે, તેથી તે ભીડમાં ખોવાઈ જાય છે. હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો આ માણસને ઓળખી કાઢીને પોલીસને સોંપી દેવા માંગે છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon