Link copied!
Sign in / Sign up
3
Shares

બેબી વૉકર: બાળકો માટે કેટલું સુરક્ષિત છે ?🤔🤔

જૂના જમાનામાં બેબી વૉકર માતા-પિતાની ખૂબ મદદ કરતા હતા - અને કેમ ના કરે, તેનાથી બાળક ચાલવાનું શીખતા હતા પણ આજના સમયમાં બેબી વૉકરના ફાયદા અને નુકસાનને લઈને ખૂબ ચર્ચા ચાલતી હોય છે, કે તે બાળક માટે સુરક્ષિત છે કે નહીં.

બેબી વૉકર બાળકને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જવામાં મદદ કરે છે અને સાથેથી તેમને ચાલવાનું પણ શીખવાડે છે. એનામાં વ્હીલ લાગેલા હોય છે જેનાથી જે બાળક ચાલી નથી શકતું તેને ચાલવામાં સરળતા રહે છે. મોટાભાગના વૉકર એક પ્લાસ્ટિક ટ્રે સાથે આવે છે જેમાં એક રમકડું હોય છે અને એની સામે બાળકને બેસવા માટેની સીટ હોય છે. આજના સમયમાં, આવા વોકર્સ ઘણા પ્રકારની ફેન્સી વસ્તુઓ સાથે આવે છે જે બાળકના હૃદયને જીવંત રાખે છે.

આ વાતોથી તમારા મનમાં એક વિચાર તો આવશે: શું બેબી વૉકર સુરક્ષિત છે? તમારા બાળક માટે બેબી વૉકર ખરીદતા પહેલા નીચે આપેલી માહિતીને વાંચો:

વૉકરથી બાળકને વાગવાનો ડર હોય છે:

વ્હીલને લીધે બેબી વૉકર બાળકોને ઝડપથી ચાલવામાં મદદ કરે છે, જેનાથી બાળકને વાગવાનો રિસ્ક રહે છે. વૉકરમાં બેઠેલા બાળકની સ્પીડ એટલી વધારે હોય છે કે તેના માતા-પિતાના આવતા પહેલાં જ બાળકના પડવાનો ભય રહે છે.

આવા રિસ્કનું જોખમ રહે છે:

- સીડી અથવા કડક સ્થાને પડવાનો ભય છે જેના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે.

- બાળકના પોહોંચથી જે વસ્તુ દૂર હોય છે એવા સમયે વૉકર પર બેસીને આરામથી એવી વસ્તુઓ સુધી પોહચી શકે છે જેમકે ખતરનાક વસ્તુ અથવા સાફ-સફાઈ કરવાનો સામાન.

- બેબી વૉકરમાં લાગેલા કોઈપણ રમકડાં ને તે મોંઢા માં લઈ શકે છે, જેના કારણે તેમને સફોગેશન થઈ શકે છે.

વૉકરના કારણે બાળકો મોડેથી ચાલવાનું શીખે છે:

ઘણા લોકોને લાગે છે કે વૉકર બાળકો ચાલતા શીખવાડે છે, પરંતુ કેટલીક રિસર્ચ અનુસાર વૉકર બાળકના ચાલવાની કુદરતી ક્ષમતાને બગાડે છે જેનાથી બાળક મોડેથી ચાલવાનું શીખે છે.

બાળકને કુદરતી રીતે ચાલવાનું શીખવાવાની રીતો છે: રોલ કરવું, બેસવું, અને ફેલવું. આ રીત બાળકોના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પોતાની જાતે બેલેન્સ કરતા આવડે છે, જેના કારણે તે સરળતાથી પોતાને ઉભો રાખી શકે છે. વૉકર નો ઉપયોગ બાળકને આ તમામ વસ્તુઓ નથી આપતું. વૉકર પર ચાલવાથી બાળકો જમીન પર ઓછો સમય વિતાવે છે અને યોગ્ય વૃદ્ધિ થવા માટે સમય લાગે છે.

જ્યારે બાળકો પોતાની જાતે ચાલવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના શરીરમાં ખૂબ હલનચલન થાય છે, જે વોકર પર બેઠા-બેઠા નથી થઈ શકતી. બેબી વૉકર બાળકોના વિકાસને રોકે છે અને બાળકના બેલેન્સ કરવાની કુદરતી ક્ષમતાને વિલંબ કરે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon