બાળપણ કોઈ પણ વ્યક્તિનાં જીવનનો સૌથી સારો સમય હોય છે. આ ઉંમરે નથી હોતી કોઈ ચિંતા કે નથી કોઈ હોતી કોઈ ફિકર, બસ કલાકો સુધી મિત્રો સાથે રમવું, જે ઇચ્છો તે ખાવું અને ઢગલાબંધ મોજ-મસ્તી કરવી. બાળપણ તેવો કાળ છે કે જેમાં બાળકોને મોટેરાઓનો લાડ-પ્રેમ મળે છે.

દરેક પૅરેંટ્સની જવાબદારી છે કે તેમના બાળકને આગળ વધવા તથા વિકાસ માટે પુરતુ પોષણ મળે. સામાન્ય રીતે બાળકોનો શારીરિક વિકાસ બે વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય છે કે જ્યારે બાળકોના હાડ તેમજ માંસપેશીઓ મજબૂત થવાની શરુઆત થઈ જાય છે અને તેના વધવાની શરુઆત થઈ જાય છે.

એમ જોવામાં આવ્યું છે કે એક સામાન્ય બાળક દર વર્ષે 2.5 ઇંચ વધે છે. એક વય બાદ ઊંચાઈ વધવી બંધ થઈ જાય છે. છોકરાઓની 20 વર્ષ બાદ અને છોકરીઓની લગભગ 14 વર્ષની વય બાદ ઊંચાઈ વધવી બંધ થઈ જાય છે. કોઇક બાળકની ઊંચાઈ આનુવાંશિક, હૉર્મોન, પોષણ, વ્યાયામ અને તેના સમ્પૂર્ણ આરોગ્ય પર નિર્ભર કરે છે.

તેથી જો આપ ઇચ્છો છો કે આપનાં બાળકની ઊંચાઈ સારી રીતે વધે, તો તેના માટે અમે આપને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવી રહ્યા છીએ. તેમને અજમાવો. તેમનામાંની ઘણી ટિપ્સમાં બાળકને યોગ્ય ખોરાક ખવડાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી તેમની ઊંચાઈ વધે અને તેમના શરીરનો યોગ્ય રીતે વિકાસ થાય
1. ડૅરી ઉત્પાદનો

પોતાનાં બાળકને ડૅરી ઉત્પાદનો જેમ કે દૂધ, માખણ, ચીઝ, દહીં વિગેરે જરૂર આપો, કારણ કે તેમાં જરૂરી પ્રોટીન અને કૅલ્શિયમ હોય છે. આ પ્રોટીન અને કૅલ્શિયમ બાળકોનાં હાડકા તેમજ માંસપેશીઓનાં વિકાસમાં આવશ્યક છે કે જે ઊંચાઈ વધારવામાં સહાયક છે
2. ઇંડા

ઇંડામાં પ્રોટીન, વિટામિન ડી, વિટામિન બી 2, રિબોફ્લાવિન વિગેરે જરૂરી તત્વો હોય છે કે જેનાથી બાળકોનાં હાડકાઓનો વિકાસ થાય છે.
3. ચિકન

ચિકનમાં પણ પ્રોટીન ભરપૂર હોય છે કે જેનાથી હાડકાં અને મસલ્સ મજબૂત થાય છે. ચિકનનાં નિયમિત સેવનથી યુવાન અવસ્થામાં પણ ઊંચાઈ વધે છે.
4. કેળા

કેળા પણ કુદરતી રીતે ઊંચાઈ વધારવામાં સહાયક છે, કારણ કે તેમાં મૅંગેનીઝ, પોટેશિયમ તેમજ કૅલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે.
5. ઓટમીલ

ઓટમીલ ખાવાથી બાળકોની ઊંચાઈ વધે છે. તેમાં પ્રોટીનનું આદિક્ય હોય છે અને તેનાથી નવા ટિશ્યુ ઝડપથી વિકસે છે.
