Link copied!
Sign in / Sign up
11
Shares

બાળકો હંમેશા મારી સામે સ્મિત કેમ કરે છે? અહીં વાંચો વિજ્ઞાન નું શું કેહવુ છે!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે બાળકો હંમેશા તમારી તરફ જુએ છે ત્યારે હસતા કેમ હોય છે? ભલે પછી તે તમારુ બાળક હોય,પાડોશી નુ અથવા કોઈ અજાણ્યુ બાળક હોય,મોટા ભાગે તેઓ તમને જોઈ ને સ્મિત કરવા લાગે છે, કોઈ કારણ વગર. તેની પાછળ ચોખવટ છે, તે પણ વૈજ્ઞાનિક. બાળકો ખુબ જ પ્રતિભાશાળી હોય છે તે સુંદર સ્મિત આપવામાં યોગ્ય સમયે અને તેનું એક શ્રેષ્ઠ કારણ પણ છે.

યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા નાં સંશોધકો એ એક તબીબી અભ્યાસ હાથ ધર્યો હતો ૨૦૧૫ માં, તે જાણવા કે ૪ થી ૧૭ અઠવાડિયા નાં શિશુઓ ક્યારે અને કેમ સ્મિત આપે છે. જાણવા મળ્યુ કે શિશુ સામે વાળાને સ્મિત કરાવા પોતે સ્મિત આપે છે. એવુ પણ જાણવા મળ્યુ કે શિશુઓ કુશલ રીતે ઉપયોગ કરનારા હોય છે. સામાન્ય રીતે, માતા મ્યુચ્યુઅલ હસવાનો સમય બને તેટલો વધારવાની કોશીશ કરે છે. તેથી, તમે તમારા શિશુ ને તમારી જેટલુ સ્મિત કરાવા માગો છો. જોકે, બાળક માતાનું સ્મિત કરવાનો સમય વધારવાની કોશીશ કરશે.

તમારુ નાનુ શિશુ કેવી રીતે કરે છે આવુ?

બાળક માતાનો સ્મિત કરવાનો સમય કેવી રીતે વધારે છે? તે "મેક્સીમલી ઈફીશીયંટ વેઈટ ટાઈમ્સ" ની ધારણા નો ઉપયોગ કરે છે. આ નાના બાળકો એ ગમે રીતે શોધી કાઢ્યુ છે કે જો તે સ્મિત નહીં કરે તો તેનું ધ્યાન રાખવા વાળા પણ નહીં કરે. તેથી તેઓ એટલી સ્મિત આપે છે માતાઓ ને કે તેમને પણ આખો દિવસ હસ્તા રાખે છે.

પરંતુ, આ શિશુઓ ને પોતાના સંભાળ રાખનારાઓ ને સ્મિત કરાવીને શું મળે છે? દેખીતી રીતે, આ એક રીત છે તેમની માટે સ્મિત પાછળની લાગણી ને શીખવાની. કદાચ આ નાનુ બાળક કોઈ જેને તે વધારે પસંદ કરે છે તેની સાથે સ્મિત શેર કરી ને આનંદ શું છે તે સમજવાની કોશીશ કરે છે.

નાના ની અપેક્ષિત સ્માઈલ

એ ખાલી તે જ્યારે નવ મહિના નાં થઈ જાય છે ત્યારે તે સ્મિત કરે છે કેમકે તેને આનંદ આવે છે. તમે કોઈ આ ઉમંર નાં બાળકને ધ્યાન થી જોશો કોઈ તેના ગમતા ટેડી બેયર સાથે રમતા તમે નોંધશો કે તેની સાથે તે કેટલુ ખુશ છે. આ ઉમંરે તેમના સ્મિત પાછળ ઊંડો અર્થ હોય છે.

2009 માં સાયન્સ જર્નલ "શિશુ બિહેવિયર એન્ડ ડેવેલપમેંટ" માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જો બાળક તેના સ્ટફ્ડ રમકડા સામે હસતા હસતા તેની માતા ને શોધે છે તો,તે ઘટનાને અપેક્ષિત સ્મિત તરીકે ઓળખવામાં આવે છે.

આ અપેક્ષિત સ્મિતો ને અદ્યતન સામાજીક કુશળતા ગણવા માં આવે છે. આ સમય આસપાસ, બાળકો આજુબાજુ ના સામાજીક વિશ્વ ત થી વાકેફ થવા લાગે છે અને તે શિશુનાં વિકાસ નું મહત્વ નું પગલુ છે. શું તે અદ્ભુત નથી કે કેવુ તમારુ નાનુ બાળક સમજવા લાગે છે, તે પણ આવી કુમળી ઉંમરે? ના ખાલી તમારુ બાળક સમજે છે, તે તમારી સાથે વાત કરવાની કોશિશ પણ કરે છે. નાના બાળકો તમને ચકિત કરવા નું ક્યારેય નથી છોડતા, નહીં?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon