Link copied!
Sign in / Sign up
2
Shares

બાળકને સારો અને ખરાબ સ્પર્શ શીખવાડવુ

આજે જે કાઈપણ આપણા દેશ માં અને દુનિયામાં થઈ રહ્યું છે, એક વાલી તરીકે આપણે કયારે પણ વધારે સાવચેત નથી હોતા. ચાઈલ્ડ અબ્યુસ ખુબ જ ખરાબ વસ્તુ છે જે કોઈપણ ને થઈ શકે છે. તેની ખાલી નિર્દોષતા જ નથી છિનવાઈ જતી, પરંતુ ઘણા બાળકો ને ખબર પણ નથી હોતી કે તેના માતા પિતા સાથે કેવી રીતે વાત કરવી અથવા કોઈ વિશ્વસનીય વડિલ સાથે કેવી રીતે વાત કરવી કે શું થયુ છે અથવા શું કરવુ આવુ કશુ થાય તો.

 આ સલાહભર્યું છે કે આવા મુદ્દા પર વખતોવખત ઓપન, મેચ્યોર અને તંદુરસ્ત વાતચીત કરવી જોઈએ. તેની સભાનતા વધારો જેમ જેમ તે મોટા થાય અને ખાતરી કરાવો કે તેઓ ખુલ્લી રીતે તમને કંઈપણ કહી શકે છે.

૧. વ્હેલી ઉંમર થી શરુ કરો

તે તમને સમજી શકે ત્યારથી (૨-૩ વર્ષ) તેને શીખવાડવાનું શરુ કરી શકો છો. તમારે તમારુ બાળક ખુબ નાનું છે સમજવા માટે તેની ચિંતા કરવાની જરુર નથી. બાળકો સમજે છે જ્યારથી તે થોડા મોટા થાય છે કે અમુક શરીર નાં ભાગો અંગત હોય છે.

૨. સલામત ક્ષેત્ર

તમારા બાળકને સમજાવો કે અંડરગારમેંટ્સ ની નીચે નાં શરીર નાં ભાગો ને કોઈ એ અડવાનું ના હોય. અપવાદ ખાલી ત્યારે જ હોય જ્યારે વાલી તેને નવડાવતા હોય અથવા ડોક્ટર વાલી સામે બાળકને ચેક કરતા હોય. જો કોઈપણ તેને અડે છે તો તરત જ એ તમને કહી દે.

૩. તેના પર સરળ રહો

જ્યારે તમે તેને આ પેહલી વાર કહો છો, તેના પર સરળ રહો. તે જ્યારે આમ જ બેઠા હોય અથવા તેનાં રમવાનાં સમયે વાત કરો. ખુબ જ ગંભીર રીતે વાત ના કરો કેમકે તે પછી તેના પર ધ્યાન નહીં આપે.

૪. તેને હકીકત કહો

જોકે તમારે તેનાં પર સરળ રેહવુ જોઈએ, તમારે માહિતી પાછી ના રાખવી જોઈએ. જેમ તે મોટા થાય છે, તમારે ધીરે ધીરે જાગૃતિ વધારવી જોઈએ. તમારે પહેલા તેને શરીર નાં ભાગો સમજાવા જોઈએ. તમે બાળકની ચોપડી નો ઉપયોગ કરી શકો છો.

૫.ઉંમર પ્રમાણે માહીતી

તમારે તેને ખરાબ અને સારા સ્પર્શ વચ્ચેનો ભેદભાવ સમજાવી દેવો જોઈએ જ્યારે તે ૨ વર્ષ નાં હોય. જ્યારે તે ૪ વર્ષ નાં થઈ જાય છે, તેને ખબર હોવી જોઈએ યોગ્ય શબ્દો ની જ્યારે તે ઘટનાનું વર્ણન કરે છે. એ આપણી ફરજ અને જવાબદારી છે વાલી તરીકે કે આપણા બાળકો સાવધાન રહે અને પોતાનું ધ્યાન રાખે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon