Link copied!
Sign in / Sign up
40
Shares

બાળક નાં તેલ માલિશ નાં સમયે આ વાતો નું ધ્યાન રાખવુ જરુરી છે

તેલ માલિશ દરેક નવજાત બાળક ની માટે ખુબ જરુરી છે અને આનાથી બાળકને ઘણા ફાયદાઓ પણ થાય છે પરંતુ તેલ માલિશ ની દરમ્યાન થોડી સાવધાનીઓ પણ રાખવી જોઈએ તેથી તમારા થી કોઈ ભુલ ના થાય અને આજે એવી જ થોડી વાતો ની વિશે તમને કહી રહ્યાં છીએ:

૧.માલિશ નો યોગ્ય સમય હોવો જોઈએ

બાળકનાં માલિશ નો યોગ્ય સમય નક્કી કરવો ખુબ જરુરી છે, દરરોજ માલિશ નો એક અથવા બે સમય નક્કી હોવો જરુરી છે તેથી બાળક નાં રુટીન માં સમાય જાય. ક્યારે પણ બાળકનાં ખાવાની તરત પછી અથવા પેહલા માલિશ નાં કરાવો, નહીં તો એ ઉલ્ટી કરી શકે છે અથવા તેની તબિયત પણ ખરાબ થઈ શકે છે.

૨. પાણી નું ધ્યાન રાખો

બાળક ને ન્હાવા નાં થોડા કલાકો પેહલા માલિશ કરો અથવા માલિશ કરવાનાં તરત પછી ના નવડાવો. હંમેશા ધ્યાન રાખો કે બાળકનાં ન્હાવા નું પાણી નવશેકું હોય તેથી તેલ લગાડ્યા પછી ન્હાવા થી બાળકને ઠંડી નાં લાગે કેમકે તેલ લગાડ્યા પછી બાળકનું શરીર ગરમ હોય છે અને તરત ન્હાવા થી બાળકને ઠંડી લાગી શકે છે. તમે બાળકને ન્હાવા ની પછી પણ તેને હળવુ તેલ લગાડી શકો છો કેમકે ન્હાવા ની પછી બાળક ઘણા ઉત્સાહિત રહે છે અને તેના પછી તેલ લગાડવાથી બાળકને ગરમાશ મળે છે અને બાળક ખુશ પણ થાય છે.

૩.સાવધાની જરુરી છે

જ્યારે પણ બાળકને તેલ માલિશ કરો તો સાવધાની જરુર રાખવી, હંમેશા બાળક ને હળવે હળવે થી માલિશ કરવી વધારે જોર અથવા દબાણ આપી ને માલિશ ના કરવી નહીં તો બાળક નાં અંગો ને ઈજા પણ પહોંચી શકે છે. સાથે જ તેલ લગાડતા સમયે ધ્યાન રહે કે બાળક નાં આંખ-નાક અથવા મોઢા માં તેલ ના જાય.

૪. તાપમાન નું ધ્યાન રહે

હંમેશા માલિશ કરતા સમયે તાપમાન નું ધ્યાન રાખવુ, બાળક નેં ખુલ્લા માં તેલ નાં લગાડો નહીં તો બાળકને ઠંડી પણ લાગી શકે છે તેથી બાળક ને રુમ ની અંદર જ તેલ લગાડવુ. જો ઠંડી નો મોસમ હોય તો દરવાજા બંધ કરી ને તેલ લગાડો, સાથે જ બાળકની આસપાસ રમકડા અથવા બાળકની મનગમતી વસ્તુઓ વસ્તુઓ રાખો તેથી બાળકનું ધ્યાન ભટકે અને તેલ લગાડતી વખતે હેરાન નાં કરે.

૫. બાળકને તરત ના નવડાવો

બાળકને માલિશ ના ૧૫ થી ૨૦ મિનિટ પછી બાળકને નવડાવો કેમકે તેલ લગાડ્યા પછી બાળક નું શરીર ગરમ હોય છે અને તરત જ નવડાવ્યા પછી તેને ઠંડી પણ લાગી શકે છે. તેના સિવાય બાળક ને તેલ લગાડ્યા પછી બાળક ની ચામડી ને પુરતી કોમળતા મળવા માટે તેલ ને શરીર માં થોડી વાર સુકાવા દેવુ જોઈએ તેથી બાળકની ચામડી કોમળ અને નરમ રહે અને તેની ચામડી માં ભેજ બની રહે. 

આ ઉપર આપેલી થોડી વાતો નું ધ્યાન રાખી ને જો તમે તમારા બાળકની માલિશ કરશો તો તમારુ બાળક સ્વસ્થ અને તાજુ અનુભવશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon