Link copied!
Sign in / Sign up
0
Shares

બાળક નાં મોંઢામાં કશુ ફસાઈ જાય તો લક્ષણો જાણી ને આવી રીતે ઉપાય કરો

કંઈ પણ વસ્તુ ગળા માં ફસાવી લેવુ બાળકોની પરેશાની નું સૌથી સામાન્ય કારણ છે.ઘરે અથવા બગીચામાં તે નાની-નાની વસ્તુઓ ને ઉઠાવે છે, તેને અડે છે અને છેલ્લે તેને મોંઢામાં નાખી લે છે. આનાથી ખુબ જ ખતરનાક સ્થિતી ઉભી થાય છે કેમકે તે આને ગળા માં ગળી શકે છે અને આ જો ગળામાં ફસાઈ જશે તો તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે અને ઓક્સીજન નાં પ્રવાહ માં મુશ્કેલી આવે છે.

નવજાત બાળકો માં ચોકીંગ નો શું અર્થ છે?

 

 

ચોકીંગ નો ટેકનીકલ અર્થ છે કે શ્વાસનળિકા બંધ થઈ જવી અને તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવી. તમારા ગળા માં બે નળીકા હોય છે, અન્ન-નળી અને શ્વાસ-નળી. જે પણ ખાવા પીવાની વસ્તુઓ આપણે ખાઈએ છીએ તે અન્ન-નળી દ્વારા પેટમાં જાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો તે શ્વાસનળી દ્વાસા ફેફસા સુધી પહોંચે છે. ચોકીંગ નો અર્થ છે કે કોઈપણ વસ્તુ અથવા ખાર્દ્ય પદાર્થ ને શ્વાસનળી માં ફસાવી લેવુ જેનાથી હવાની અવરજવર બંધ થઈ જાય છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે. બાળકો આના ઉપર ખુબ સંવેદનશીલ હોય છે કેમકે તેમની નળી નાની હોય છે. મોટા ભાગે જે પણ જમવાની વસ્તુ શ્વાસનળી માં ફસાઈ જાય છે, તે ઉધરસ થી બહાર નિકળી જાય છે. આપણુ શરીર એ વાતનું ધ્યાન રાખે છે કે ખાર્દ્ય પદાર્થ ભોજન નળી થી જાય.

નવજાત બાળકો માં ચોકિંગ સામાન્ય કારણ કેમ છે?

ખાદ્ય પદાર્થ, સામાન્ય ની વાત છે કે તે સૌથી સામાન્ય કારણ છે. ભોજન ની સીવાય, નાની વસ્તુ જેવી કે બટન, રમકડાનાં ભાગો, કપડા અને સ્તનપાન ની દરમ્યાન ભટકવા થી પણ ચોકીંગ થઈ શકે છે. માતા-પિતા હોવાનાં કારણે, તમારે પોતાના બાળક ને ચોકિંગ થી બચાવા માટે તેના પર ખાસ ધ્યાન દેવુ પડે છે.

બાળક માં ચોકીંગ ના લક્ષણો શું છે?

બાળકે કોઈ વસ્તુ ગળી લીધી છે અને તેને તેનાથી ચોકિંગ થઈ ગઈ છે તો તેના લક્ષણ થોડા આ પ્રકાર નાં હોય શકે છે:

-તેમને શ્વાસ લેવાથી અથવા કોઈ પણ અવાજ કાઢવાથી મુશ્કેલી થાય છે

-તે શ્વાસ લેવાની કોશીશ કરે છે

-તે ડરેલા લાગે છે

-તે અજીબ અવાજો કાઢે છે

-સતત રડે છે

જો માથુ અને હ્યદય સુધી ઓક્સીજન ની પુરતી માં ૪ મિનિટ માટે પણ અવરોધ આવે છે તો તેનાથી ગંભીર સમસ્યા અને ત્યાં સુધી કે મૃત્યુ પણ થઈ શકે છે. નવજાત બાળકો માં આનાથી ગંભીત સમસ્યા અને ત્યાં સુધી કે મૃત્યુ પણ થઈ શકે છે. નવજાત બાળકો માં આનાથી ગંભીર શ્વાસની સમસ્યા થઈ શકે છે. તેનાથી આનુ ધ્યાન રાખવુ જોઈએ અને તરત જ ઉપાય કરવો જોઈએ.

બાળકો માં ચોકિંગ ના સામાન્ય જોખમો:

તમે કશુ પણ કરી લો તમે તમારા ઘરને પુરી રીતનાં ચાઈલ્ડપ્રુફ નહી બનાવી શકો. જોકે તમારે બાળકની નજર થી ઘરને જોવાની જરુરી છે. બાળકો ને એ જગ્યાએ જવુ ખુબ ગમે છે જ્યાં મોટા લોકોને જવુ નથી ગમતુ. પોતાની નજર ખાસ આ વસ્તુઓ પર રાખો:

રમકડાનાં નાના ટુકડાઓ, બટન, પથ્થર, ઓરનામેંટલ જેલ બોલ, કેન્ડી,બિસ્કીટ,ચોકલેટ,જેમ્સ,પેપર,ક્લીપ,ડ્રોઈંગ પેન,રબર,સ્ટેપલર પીન વગેરે.

નવજાત બાળકને ચોકિંગ ની દરમ્યાન પ્રાથમિક સારવાર :

અમે આશા રાખ્યે છીએ કે આવુ કોઈ દિવસ ના થાય પરંતુ તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે તો આ વસ્તુનું ધ્યાન રાખો:

-જો ફસાયેલી વસ્તુઓ ગળામાં દેખાઈ દે તો તેને બહાર નિકાળો

-જો તમારા બાળકને ઉધરસ આવે તો આવા દેવી પરંતુ જો તે ૨-૩ મિનિટ થી વધારે આવે તો પીઠ પર થપકી આપો

-ખુરશી પર બેઠો અને બાળકનું મોંઢુ નીચેની તરફ કરો. પીઠ નાં ભાગ પર ૪-૫ વાર થપકી મારો.

-તમારી આંગળીઓ તેના ગળામાં ના નાખો કેમકે તેનાથી વસ્તુ અંદર જઈ શકે છે

-જો બાળક બેભાન થઈ જાય અથવા શ્વાસ ઓછી લે યો તરત જ ડોક્ટર ને સંપર્ક કરો.

-રેસ્કયુ બ્રેથ આપો

-જ્યાં સુધી મદદ ના આવે ત્યાં સુધી ચેસ્ટ કમ્પ્રેશન કરતા રહો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon