Link copied!
Sign in / Sign up
3
Shares

બહાદુર હોય છે સી સેકશન કરાવવા વાળી મહિલાઓ💪😄💪

માં બનવું એ દરેક મહિલાઓ માટે બહુજ આનંદદાયક સમય હોય છે .અને એ પળ ને એ ક્યારેય ભૂલી નથી શકતી. પરંતુ કયારેક ઘણી મહિલાઓને નોર્મલ ડીલીવરી ના બદલે સિઝેરિયન ઓપરેશન કરાવવુ પડે છે .ઘણી મહિલાઓ મજબુરી મા આ ઓપરેશન કરાવે છે જ્યારે ઘણી મહિલાઓ , તેમને પ્રસવ ની પીડા સહન નો કરવી પડે એટલે જાણી જોઇને ઓપરેશન કરાવે છે .કોઈ પણ મહિલાઓ માટે માતા બનવુ એ એક સાહસ ભરેલુ કામ હોય છે .પછી ભલે એ નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરીયન ઓપરેશન .

ઘણી વાર ,એવુ કહેવાય છે કે પ્રસવ ની પીડા ના ડર થી ઘણી મહિલાઓ સિઝેરિયન ઓપરેશન નો સહારો લેય છે .જે ઘણી વખત બરાબર પણ હોય છે .એવુ કહેવુ પણ ખોટુ ન કહેવાય કે સી સેકશન કરાવવા વાળી મહિલાઓ ઓછી બહાદુર હોય છે કારણકે નોર્મલ ડિલિવરી માં બસ થોડા સમય જ દર્દ સહેવું પડે છે જયારે સી સેકશન મા શીશુ ના જન્મ પછી પણ ઘણા દિવસો સુધી મહિલાઓ ને ઘણી પીડા સહન કરવી પડે છે .આજે આ બ્લોગ દ્વારા અમે તમને એ જણાવશું કે સી સેકશન ,એ પીડા ના ડર ના લીધે નહી પણ મહિલાઓ ના આંતરિક સાહસ ની નિશાની છે. તમે પણ જાણો આ વાતો

(૧) બહાદુરી ની નિશાની 

નોર્મલ ડિલિવરી કરતા સિઝેરિયન ઓપરેશન માં રિકવરી(પહેલા ની પરિસ્થિતિમા આવવા મા) મા ઘણો સમય લાગે છે .કારણકે સિઝેરિયન ઓપરેશન પછી થોડા દિવસો મહિલાઓ નથી બરાબર ચાલી શક્તી કે નથી પોતાની પસંદ નુ કંઈ ખાઈ શકતી .અને બીજું, ભલે સિઝેરિયન ઓપરેશન મા નોર્મલ ડિલિવરી જેટલુ દર્દ નથી થતુ પરંતુ ઓપરેશન થયા બાદ મહિલાઓ ને ઘણી પરેશાની ઓ નો સામનો કરવો પડે છે .આટલુ બધુ સહન કર્યા પછી પણ માતા ઓ પોતાની પરેશાની પોતાના શિશુઓ ની સામે નથી આવવા દેતી .એટલે સિઝેરિયન ઓપરેશન કરવા વાળી મહિલાઓ પ્રસવ ની પીડા થી નથી ડરતી આ ખાલી બે અલગ અલગ પાસા છે કારણકે નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ઓપરેશન માતા ની મમતા તો બંને સ્થિતી માં સરખી જ રહે છે .

(૨) આંતરિક મનોબળ મજબુત હોય છે

 

ઘણી મહિલાઓ પહેલે થી જ સિઝેરિયન ઓપરેશન કરાવવાનું નકકી કરી લે છે .અને પોતાની જાત ને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરે છે .પરંતુ ઘણી મહિલાઓને ગર્ભવસ્થા દરમિયાન આવતી સમસ્યાઓ ના લીધે ગણત્રી ના કલાકો મા ,ડોક્ટર ના સલાહ ના લીધે સી સેકશન નો સહારો લેવો પડે છે .જોકે તેમને સી સેકશન થી થતી તકલીફો ની પૂરેપૂરી જાણકારી હોય છે પરંતુ પોતાના બાળક માટે ડર્યા વગર તે આ નિર્ણય લઇ લે છે .આવી રીતે તેઓ અંદર થી ખુબજ મજબુત હોય છે .અને સાથે બધી જ સમસ્યાઓ નો સામનો કરવા પૂર્ણ રૂપે તૈયાર હોય છે .

(૩) દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે છે 

સી સેકશન કરાવવા વાળી મહિલાઓ માનસિક રીતે એટલી મજબુત હોય છે કે એ દરેક સમસ્યાનો સામનો કરવા તૈયાર હોય છે .અને તેમની આ નીડરતા તેમની ખુબસરતી હજી વધારે છે .

નોર્મલ ડિલિવરી હોય કે સી સેકશન બંને પરિસ્થિતિ મા એક મહિલા ની મમતા કે પ્યાર પોતાના બાળક માટે એક સરખો જ હોય છે .તફાવત ખાલી સમજણ કે વિચારો મા હોય છે .એટલે નોર્મલ ડિલિવરી કરવા વાળી મહિલાઓ થી સિઝેરિયન ઓપરેશન કરાવવા વાળી મહિલાઓ કોઈ પણ બાબત મા ઓછી નથી હોતી ,બંને પરિસ્થિતિમાં દર્દ તો સરખું જ હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon