Link copied!
Sign in / Sign up
3
Shares

બધા ઘરેણાં સોનાના તો માત્ર પગની પાયલ જ ચાંદીની શા માટે? વાંચો ચાંદી અને પાયલનો સંબંધ

ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના ધર્મ તથા તે ધર્મ સાથે જોડાયેલા રીત-રિવાજ જોવા મળે છે. બધા ધર્મોના વિવિધ પહેર-વેશ તથા તેમની સાથે પહેરવામાં આવતા મહિલાઓના ખૂબ જ રસપ્રદ આભુષણો હોય છે. આમ તો આ વિવિધ-વિવિધ ધર્મોમાં મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવતા આભૂષણોમાં ખૂબ અંતર હોય છે. પરંતુ મોટાભાગે આભૂષણોમાં સમાનતા જોવા મળે છે. કેટલીય વાર તો આ આભૂષણોને પહેરવાની પાછળની માન્યતા તથા કારણ પણ સરખા હોય છે. કારણ કે છેલ્લે આ આભૂષણ પરંપરા સાથે જ જોડાયેલા હોય છે અને ભારતીય પરંપરા સંબંધોને જોડવાનું કામ કરે છે.

બધા આભૂષણ સોનાના અને પગના ચાંદીના કેમ?

એવી માન્યતા છે કે એક સ્ત્રી દ્વારા જો આભૂષણ ધારણ કરવામાં આવે છે તો તે બધા સોના અથવા બધા ચાંદીના ન હોવા જોઈએ. કમરની ઉપરના આભૂષણ સોનાના બનેલા તથા કમરની નીચે પગ સુધીના બધા જ આભૂષણ ચાંદીના હોવા જરૂર છે. એટલે કે કાનના ઝુમખાં, ગળાનો હાર, કમરબંદ, બંગડી વગેરે આભૂષણ સોનાના હોય પરંતુ પગની પાયલ તથા વીંછિયા જેવા આભૂષણ જો પગમાં પહેરવામાં આવે તો તે ચાંદીના બનેલા હોવા જોઈએ. આ બધા તર્કોને માન્યતા આપવા માટે અમુક ધાર્મિક પરંપરાગત તથા સાથે જ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવ્યાં છે. પગ તથા પગની આંગળીઓમાં ક્યા આભૂષણ પહેરવામાં આવે છે, તથા શા માટે, તેના પુરાવા પ્રાચીનકાળમાં મોજુદ છે.

પગની પાયલ

પગમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી જો સૌથી વધુ કોઈ આભૂષણ પહેરવામાં આવે છે તો તે છે પાયલ. એક અથવા બે ચેન અને અમુક ધુધરીઓમાં બનેલી પાયલને અંગ્રેજીમાં એક્લેટ તથા પંજાબીમાં પંજેબ કહેવામાં આવે છે. પાયલનું ભારતીય પરંપરામાં ખાસ સ્થાન છે.

જન્મના સમયે જ

એક કન્યાના જન્મ પછી 12મા દિવસે તેને રસ્મો-રિવાજની સાથે પાયલ પહેરાવવામાં આવે છે. આ પાયલ પણ ચાંદીની હોય છે. એક કન્યા અથવા પછી સ્ત્રીને પાયલ પહેરાવવાનો સૌથી મોટો અર્થ તેને સંસારની ખરાબ દૃષ્ટિથી સુરક્ષિત રાખવાનો હોય છે.

નકારાત્મક ઉર્જાથી બચાવ

એવી માન્યતા છે કે ચાંદીની પાયલ જે કન્યા દ્વારા ધારણ કરવામાં આવે છે તે તેની આજુબાજુની બધી જ નકારાત્મક ઉર્જાથી બચાવી રાખે છે. એવું કહેવામાં આવે છે કે આપણી આજુબાજુ મોજુદ તામસ તત્વ જે કે દેત્યની ઉર્જાનું પ્રતીક છે તેને પાયલને બનાવવામાં આવેલી ચાંદીની ધાતુ પોતાની અંદર ખેંચી લે છે.

હકારાત્મક ઉર્જાનો પ્રવાહ

આવું કરવાથી તે નકારાત્મક ઉર્જા તે કન્યાને ક્યારેય નુકસાન નથી પહોંચાડતી. એક તરફ ચાંદીની પાયલ દ્વારા નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે સાથે જ તેનાથી ઉત્પન્ન થવાવાળો અવાજ વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે. જેનાથી કોઈ પણ પ્રકારની વિનાશક ઉર્જા તે કન્યાથી દૂર રહે છે.

પાયલનો અવાજ

પાયલથી ઉત્પન્ન થવાવાળા અવાજને ક્રિયશક્તિના નામથી ઓળખવામાં આવે છે. આ ક્રિય શક્તિની તરંગો વાતાવરણમાં મળે છે ત્યારે નકારાત્મક ઉર્જાથી બચાવે છે. આ સિવાય આ શક્તિ પગની નીચે આવતા પાતાળની તરંગોને રોકે છે. આ જ રીતે આ પાયલ ન માત્ર સ્ત્રીઓના પગની સુંદરતાને વધારે છે બલકે તેની આજુબાજુ એક રક્ષા કવચ પણ બનાવે છે. પરંતુ આ પાયલનું ચાંદીનું હોવું શા માટે જરૂરી છે. હિન્દુ ધર્મની પરંપરાઓમાં સોનાનું મહત્વ સૌથી વધુ છે. સોનાને હીરા કરતા પણ વધુ મૂલ્યવાન માનવામાં આવે છે તથા વિવિધ પ્રકારના કર્મ-કાંડમાં સોનાને જ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.

ચાંદી અને પાયલનો સંબંધ

જ્યારે સ્ત્રીના આભૂષણોની વાત આવે છે ખાસ કરીને પગમાં પહેરવામાં આવતા આભૂષણો તો ચાંદી જ શા માટે પહેરવામાં આવે છે? આ તર્કને વધુ ઊંડાળપૂર્વક સમજતા એક વાત યાદ વે છે કે કાયમ લોકો એવું કહેતા હોય છે કે દરેક વસ્તુ કોઈ ખાસ ઇરાદાથી બનાવવામાં આવી છે અને તે ક્યારેકને ક્યારેક કોઈ ઉદ્દેશ્યથી અન્ય વસ્તુ સાથે જોડાય જાય છે. કદાચ કંઈક આવો જ સંબંધ છે ચાંદી ધાતુ તથા પાયલની વચ્ચેમાં.

ચાંદીમાં ઈચ્છાશક્તિ

એવું માનવામાં આવે છે કે ચાંદીમાં ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરવાની તાકત હોય છે. આ ઈચ્છાશક્તિની મદદથી તે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને સ્ત્રીની આજુબાજુમાં આવવા નથી દેતી. આ શક્તિ કાયમ પાયલની આજુબાજુ ફરતી રહે છે.

સ્વાસ્થ્ય માટે લાભદાયક

આધ્યાત્મિક માન્યતાઓ મુજબ જો કોઈ મહિલાનું સ્વાસ્થ્ય બગડેલું છે અને તે પાયલ પહેરી લે તો આપમેળે જ તેની તબિયતમાં સુધાર આવવા લાગે છે. પાયલ ધારણ કરવાથી તેની અંદર ઉત્પન્ન થતી બધી જ નકારાત્મક ઉર્જાની તરંગો ધીમે-ધીમે બહાર આવવા લાગે છે.

પાયલની ધુધરીનો અવાજ

આ નકારાત્મક ઉર્જા પાયલની ધુધરીના અવાજથી બહાર આવે છે. જેમ કે જો કોઈ સ્ત્રીના પગમાં સોજા વી ગયા છે અને તે તેની ઉપર પાયલ પહેરી લે તો થોડા જ કલાકોમાં સોજા ઓછા થઈ જાય છે. આ એક પ્રયોગ કરેલું ઉદાહરણ છે, જેને જોઈ વિજ્ઞાન પણ આશ્ચર્યમાં છે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon