Link copied!
Sign in / Sign up
6
Shares

બેબીની ત્વચાની કાળજી માટે થોડી ટીપ્સ!

જાણો તમારા નવજાતની ચામડીની કાળજી કેવી રીતે કરવી, અને સાથેજ તમારા બાળકને રેશસ અને ત્વચાના રોગોથી રક્ષણ આપો. 

નવડાવવાની રીત

બાળકોને ઓછામાં ઓછુ અઠવાડિયે ૨ થી ૩ વાર નવશેકા પાણી થી નવડાવો. આમ કરવાથી તેઓ સ્વચ્છ અને રોગ રહિત રહે છે. 

બાળક ના સ્નાન માટે પ્રથમ પગલું સંપૂર્ણ તાપમાન શોધવાનું અને પછી બાથટબમાં  2-3 ઇંચ થી વધારે પાણી ન ભરવું . 

એક સ્વચ્છ કપડાને બેબી શેમ્પૂ ના મિક્સચર માં નાખવું અને પછી હળવા હાથે તેને બેબીના માથા પર શેમ્પૂ લગાવવું . ચેહરાને સાફ કરવા માટે કોટન ના કપડા ને ભીનું કરી હળવા હાથે બાળકનું મોઢું લુછવું 

ડાયપર નું ધ્યાન 

* ડાયપર બદલવાના સમયને અવગણશો નહિ જેથી તમારા બાળક માટે તે અનુભવ પીડાદાયક થઈ શકે.

બાળકનું ડાયપર રેગ્યુલરલી બદલતા રહો અને હળવા હાથે તે જગ્યા સાફ કરો. સારું થશે જો તમે તે જગ્યા બેબી વાઈપ્સ થી સાફ કરશો તો. તે જગ્યા ને હુંફાળા પાણીથી સાફ કરો અને તે જગ્યા ને ચોક્ખા કપડાથી સાફ કરો. જો તે જગ્યામાં પાણી રહ્યું હશે તો મોયસ્ચર થવાના લીધે બેબી પરેશાન થશે.

પ્રોડકટ્સ ધ્યાનથી વાપરો 

ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવતી ત્વચા સંભાળના ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ છે, જેમ કે સુગંધ-મુક્ત અને આંસુ-મુક્ત શેમ્પૂ, બાથ જેલ અને લોશન. આ બધી વસ્તુઓ વાપરતા સમયે ધ્યાન રાખો કે તેનાથી બેબી ને એલેરજી કે કોઈ પીડા તો નથી થતી ને.

બેબીની ત્વચા હમેશા સોફ્ટ અને મોયસ્ટ હોવી જોઈએ એટલે લોશનનું સ્ટોક હમેશા ઘર માં રાખો. 

હવામાન નું પણ રાખો ધ્યાન 

બેબી જ્યારે છ મહિનાનું થાય ત્યારે બાળકોને સૂર્યપ્રકાશમાં હરવા ફરવા લઈ જઈ શકાય છે, પણ ઓછામાં ઓછા એસપીએફ 30 સાથે ખુલ્લી ત્વચા પર સનસ્ક્રીન લગાવીને બાહર લઈ જાઓ. 

ઘણી બાહર નીકળતા પેહલા સ્નસ્ક્રીનને ૩૦ મિનીટ પેહલા બેબીને લગાવો. ડાયરેક્ટ સનલાઈટ બેબી પર ખરાબ અસર કરી શકે છે એટલે આરામ દાયક કપડા પહેરવો અને સાથેજ માથે છાયડો પડે તેવી કેપ પેહરવો.

* શિયાળા માં બેબીની સ્કીન ડ્રાય અને ફાટવા જેવી થઈ શકે છે એટલે શિયાળા માં બેબીની સ્કીન ૨૪ કલાક લોશન પર આધારિત રાખો. 

* બેબીના કપડાને કોઈ પાવડરથી કે સાબુથી ધોવાનું ન રાખો. બેબીના કડપા ધોવા માટે અલગ સાબુ અને પાવડર મળે છે તેનો ઉપયોગ કરી શકો છો પણ ધ્યાન રાખીને બેબી વાશિંગ પાવડર અને સાબુ ની શોધ કરવી.

હેપ્પી પેરેન્ટિંગ ! 

 

 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon