આપણા દેશમાં બાળકોમાં જન્મ સમયે થતી હ્રદયની વિવધ સમસ્યાઓનું પ્રમાણ ઘણું છે અને આ અંગે થોડી જાગૃતિ જરૂરી છે.
ક્ન્જેનીટલ હાર્ટ ડીસીઝ ( સી એચ ડી ) શું છે?
સી એચ ડી એ જન્મથીજ બાળકમાં જોવા મળતી હ્રદયની અસમાંન્ય્તાઓનું જૂથ છે. જન્મ લેતા દર ૧૦૦ બાળકો દીઠ એક બાળકને સી એચ ડી હોય છે. અને આ આપણી કમનસીબી છે કે દર વર્ષે સી એચ ડી સાથે જન્મ લેતા બે લાખ બાળકોમાંથી માત્ર ૫૦૦૦ બાળકોનું સમયસર નિદાન અને સારવાર થાય છે. આ માટેનું કારણ છે કે માતા-પિતાઓ અને સમાજ સી એચ ડી ની નિશાનીઓ અને લક્ષણથી વાકેફ નથી. જો જન્મ પછી આવા રોગોનું તરત નિદાન ન થાય તો ૩૩% ચાન્સ હોય છે કે જન્મના એક વર્ષની અન્દરજ બાળક મૃત્યુ પામે છે.
સી એચ ડી ના ચિન્હો અને લક્ષણો શું છે?

દરેક માતા-પિતા ફેમીલી ડોક્ટર અને પીડીયાટ્રીશને નવજાત શિશુમાં નીચેની બાબતનું નિરીક્ષણ કરવું જોઈએ. જો આવા ચિન્હો અને લક્ષણો જણાય તો બાળકની તરતજ ડોક્ટર સાથે તપાસ કરાવી જોઈએ:
* જડપથી શ્વાસોશ્વાસ લેવા
* પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવવાની અક્ષમતા
* બાળક વાદળી અથવા ભૂખરા રંગની ત્વચા હોવાનું દેખાય
* બાળક ઘણું વધારે પડતું નબળું, ફિક્કું અથવા અશક્ત દેખાય
* અત્યંત વધારે પડતી ખાંસી અથવા વારંવાર છાતીમાં ચેપ થવો
* સ્તનપાન કરાવતી વખતે વધારે પડતો પરસેવો થવો
* બાળકનું વજન ન વધવું અથવા ઓછુ જોર હોવું અને અથવા શારીરિક વિકાસ બહુ ધીમે થવો
* કોઈ પણ ડોક્ટર દ્વારા કલીનીકલ તપાસમાં વધારાનો અવાજ અથવા ગણગણાહટ જોવા મળે
* છાતીનું એક્સરે કરાવા પર હૃદયનું કદ મોટું દેખાતું હોય

સામાન્ય રીતે સી એચ ડી માં સંકડો વાલ્વ હોઈ શકે છે, અથવા હ્રદયની ચેમ્બર્સ વચ્ચે કોઈ ભાગ ખુલ્લો હોઈ શકે છે. ઉપરાંત હ્રદયમાં લોહી લાવતી અને લઇ જતી રક્ત વહીનીઓ માં મોટી રક્ત વાહિની પૂરતા પ્રમાણમાં વિકસિત ન હોઈ શક. તમમાં પ્રકરના સી એચ ડી માટે ઓપરેશન જરૂરી નથી. આવી સર્વરમાં કોઈ કપ કરવામાં આવતા નથી કે સ્ટીચસ લેવામાં આવતા નથી, અને છતાય બાળક સાજુ થઇ જાય છે અને સારવાર બાદ સામાન્ય જીવન જીવી શકે છે.
એવી સામાન્ય માન્યતા છે કે બાળક માટે હ્રદયનું ઓપરેશન કે સારવાર માટે તેનું વજન ૧૦ કિલો કરતા વધારે હોવું જરૂરી છે, અને સાથેજ તે પાંચ વર્ષની વધારે મોટું હોવું જોઈએ.
