Link copied!
Sign in / Sign up
5
Shares

બાળકોને કડવી દવા પીવડાવતા પહેલા જો કરશો ‘આવું, તો રડશે નહિં..

દરેક વ્યક્તિના જીવનમાં નાની-નાની ટિપ્સ ખૂબ જ મહત્વની હોય છે. આમ, જો તમે પણ આજથી આ ટિપ્સ ફોલો કરશો તો તમને પળે-પળે કામમાં આવશે. અહિયાં અમે તમને બતાવશું બાળકોને કડવી દવા પીવડાવતા પેહલા શું કરવું સાથે સાથે થોડી ઘણી જરૂરીયાત ટીપ્સ જે તમને ઘરમાં કામ આવે.

બાળકોને કડવી દવા પીવડાવતાં પહેલાં બરફનો ટુકડો ચૂસવા આપી દો અને પછી દવા પીવડાવશો તો દવા કડવી નહીં લાગે અને તે રડશે પણ નહિં.

1. કોલસાનો ટુકડો ફ્રીઝમાં રાખવાથી ફ્રીઝમાં મૂકેલી વસ્તુની ગંધ ફ્રીઝમાં રહેતી નથી.

2.ચોમાસામાં મીઠાની બરણીમાં બે-ત્રણ ચણા નાખવાથી મીઠામાં ભેજ આવતો નથી.

3.કાચનાં વાસણ ચમકાવવા તેને ગળીના પાણીમાં ડુબાડો, પછી તેને નરમ પાણીથી ધોઈ લો.

4.કાર્પેટ બહુ મેલી થઈ ગઈ હોય તો આખી કાર્પેટ પર મીઠું બરાબર ભભરાવો અને થોડી વાર રાખ્યા પછી તેને બ્રશ વડે કાઢી નાખો. મીઠાની સાથે ધૂળ પણ સાફ થઈ જશે.

5.નંગવાળા કે હીરાવાળા દાગીનાને ચમકાવવા તેના પર ટેલ્કમ પાઉડર લગાવીને સાફ કરો, ચમકી ઊઠશે.

6.બે ગ્લાસ ચોંટી ગયા હોય તો તેને થોડી વાર ફ્રીઝમાં રાખીને પછી જુદા પાડશો તો તરત જ જુદા થઈ જશે.

7.ખીલાને ગુંદરમાં બોળીને ઠોકવાથી તે મજબૂત રહેશે.

8.ડ્રાયફ્રૂટમાં લવિંગ મૂકવાથી જીવાત પડતી નથી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon