Link copied!
Sign in / Sign up
10
Shares

બાળકોને હોય પથારી ભીની કરવાની આદત...તો આ નુસ્ખાઓ જરૂર અપનાવો

જયારે એક સ્ત્રી માતા બને છે, ત્યારે તેને ઘણી વાતો માટે તૈયાર થવું પડે છે; જેમ કે રાતના જાગવું. કારણ કે બાળકને ક્યારે ભૂખ લાગે છે, ક્યારે તેનું ડાયપર બદલવું- આના માટે રાતના વચ્ચે-વચ્ચે જાગવું પડે છે. વાત કરીએ બાળકના પથારીમાં પેશાબ કરવાની તો એ ૪ થી ૫ વર્ષની ઉંમર સુધી પથારીમાં પેશાબ કરે છે. પછી ધીરે-ધીરે ઉમર વધવાની સાથે એની આ આદત ઓછી થતી જાય છે.

પરંતુ આના વચ્ચે અમુક બાળકો એવા હોય છે જે મોટા થયા પછી પણ આ આદત છોડી નથી શકતા. ઘણીવાર અમુક એવા પણ બાળકો જોવા મળ્યા છે જેને ૧૫ વર્ષની ઉંમરમાં પણ પથારીમાં પેશાબ કરવાની આદત હોય છે. આ સમસ્યાનો જો સાચો સમયે ઈલાજ ન થયો તો તે આગળ જઈને મુસીબત થઇ શકે છે. જો તમારા બાળકને પણ આવી જ કોઈ સમસ્યા હોય તો તમે તેને ગંભીરતાથી લેવાનું શરુ કરી દયો. એક સંશોધનમાં જોવા મળ્યું છે કે સૌથી વધારે પથારી ભીની કરવાની સમસ્યા છોકરાઓને હોય છે. ખાસ કરીને, ભર ઊંઘમાં સુતા હોય ત્યારે. આ એક એવી સમસ્યા છે જેની અસર ખાલી શરીર પર જ નહિ પણ બાળકના માનસિક વિકાસ ઉપર પણ થાય છે. અજાણતા પથારીમાં પેશાબ થવાથી બાળકનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. એવામાં માતા-પિતા હોવાથી તમારો ફરજ છે કે તમે બાળકનો હોંસલો વધારો. તો આજે અમે આ લેખન એ બધા માતા-પિતા માટે લઈને આવ્યા છીએ જેના બાળકોને અજાણતા સુતા સમયે પથારી ભીની કરવાની આદત છે. અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે સહેલાઈથી બાળકની આ સમસ્યા દૂર કરી શકો છો.

૧. મધનો ઉપયોગ

 

મધ એવી વસ્તુ છે જેને દરેક બાળકો શોખથી ખાય છે. મધનો ઉપયોગ બાળકના પથારી ભીની કરવાની સમસ્યા માટે પણ કરી શકો છો. આના માટે તમે રાતના સુતા વખતે એક ચમચી મધ પોતાના બાળકને ખવડાવો અથવા તો સવારના સમયે તમે એક ગ્લાસ નવશેકું પાણીમાં એક ચમચી મધ નાખીને ખાવા માટે આપો.

૨. બ્લેડર (મૂત્રાશય) ટ્રેનિંગ

તમે બાળકને બ્લેડરનું પરીક્ષણ કરાવો. એના માટે બાળકોને દિવસના સમયે વધારે પ્રવાહી પદાર્થ આપો અને થોડા દિવસ સુધી પેશાબ કરવા વચ્ચેનો સમય વધારવો જોઈએ. આમ કરવાથી પણ રાતના પથારી ભીની કરવાની સમસ્યા દૂર થશે.

૩. નીંદરમાંથી ઉઠાડી પેશાબ કરાવો

તમે એક કામ હજુ કરી શકો છો, અને તે એ છે કે તમે બાળકને રાતના નીંદરમાંથી ઉઠાડીને પેશાબ કરાવો. આનાથી તેનું બ્લેડર ખાલી રહેશે અને તે પથારી ભીની નહિ કરે.

૪. સરસોનો ઉપયોગ

તમે બાળકનુ માટે સરસોના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે તમે સરસો ના દાણાનો પાવડર કરીને નવશેકું દૂધમાં એક ચમચી પાવડર નાખીને સુવાના એક કલાક પેહલા પીવા માટે આપો. થોડા દિવસ આમ કરવાથી તમને આપમેળે ફરક નજર આવશે.

૫. આમળા

આયુર્વેદમાં આમળાને અન્ય રોગો માટે રામબાણ માનવામાં આવે છે.તમે આનો ઉપયોગ બાળકોમાં થઇ રહેલી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો. આના માટે તમે આમળાનો ગુંદામાં કાળા મરીનો પાવડર નાખીને થોડું-થોડું ખવડાવો પરંતુ ધ્યાન રાખો કે કાળા મરી એટલા જ ભેળવો જેટલું તમારું બાળક ખાઈ શકે. આના સિવાય તમે આમળાના ગુંદામાં થોડી હળદર અને મધ નાખીને બાળકને ખવડાવી શકો છો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon