Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકોમાં તણાવ સમજો અને તેને દૂર કરો

જે માં-બાપ પોતાના બાળકના તણાવ માટે ચિંતિત છે, તેમના માટે એક સારા સમાચાર છે. બાળક ના તણાવ દૂર કરવા આપણે ઘણું-બધું કરી શકીયે. અહીં કેટલીક રીતો બતાવીએ છીએ જેનાથી આપણા બાળકને તણાવ થી દુર રાખી શકશો.

૧. બાળક પર દયાન આપવું અને તેની પસંદ અને નાપસંદ નું સારી રીતે ખ્યાલ રાખવો 

પ્રેમ દ્વારા બાળક સારી લાગણીઓ અનુભવે છે અને તણાવ દુર રાખવામાં મદદ કરે છે. પ્રેમ પૂર્વક સ્પર્શ થી બાળક ના મગજ માં અમુક રસાયણો ઉત્પન્ન થાય છે, ખાસ કરીને ઓક્સીટોસિન (પ્રેમ હોર્મોન) અને એન્ડૉગેનીઅસ ઓપીઓડસ (પ્રાકૃતિક પેનકિલર). આ બધાથી બાળક માં શાંતિદાયક અસર થાય છે. આના થી તણાવ ઉત્પન્ન થતા રસાયણ નથી રહી શકતા. પરંતુ એક વાત નું ધ્યાન રાખજો કે સ્પર્શ ક્યારેક ચીડ-ચીડિયાપણું, ડર અને અતિશય પ્રેમાળ પણ થઇ શકે છે, જેની બાળક પર ઉલ્ટી અસર થાય છે. જેમકે અમુક બાળકને ધીમે-ધીમે થપ-થપાટ નથી પસંદ હોતી. પરંતુ તેને સારી રીતે સ્પર્શવું પસંદ હોય છે. કેટલાક બાળક ને અજાણ્યા નો સ્પર્શ પસંદ નથી હોતો. તેઓ પોતીકા ના વચ્ચે રહેવા- ટેવાયેલા હોય છે. ક્યારેક બાળક ને પ્રેમ નથી જોતો, તેમને એકલા રેહવું પસંદ હોય છે ત્યારે બાળક ની ઈચ્છા પ્રમાણે કરવું જોયે.

૨. બાળક જેવું વિચારો

કોઈ પણ સાથે વાતચીત કર્યા વગર નો સંવાદ બનાવો ખુબ જ મુશ્કિલ હોય છે. તેમાં તો આપણે પોતાને લાચાર, વિવેચનાત્મક અને આશ્રિત થઈ જઈએ છે અને અન્ય કોઈ પણ ભાષા વગર સંદેશ વ્યવહાર કરતા જોયા છે. પણ તમને જેટલો બાળક ને સમજશો તેટલો જ તેમનો તણાવ દૂર કરી શકશો જેમકે બાળક ના નાહવાની તૈયારી કર્યા પછીજ બાળક ને નાહવા લઇ જવો. જો તમે તૈયારી કર્યા પેહલા જ બાળક ના પહેરેલા કપડાં કાઢી નાખો છો, તો તેના થી નાહવાની તૈયારી માં સમય જશે અને બાળક ઠંડી લાગવાના કારણે રડતું રહેશે અને આપણ ને બાળકને નવડાવાનું મુશ્કિલ થશે અને એમાં આપણે તેને નવડાવતા રહેશુ તો તેને તણાવ વધી જશે. આપણે બાળક ની મનોદશા સમજીને આપણી કાર્ય કરવાની રીત બદલવાનો પ્રયાસ કરવો જોઈએ.

૩. આપણા બાળક ની સમજ શક્તિ ને ઓછી નહી સમજો

જયારે આપ ઉદાસ અથવા વિચલિત હશો તો આપણે એમ સમજ્યે છીએ કે બાળક કઈ જાણતું નથી પણ તે સંપૂર્ણપણે સમજતું હોય છે કે તમે કઈ પરિસ્થિતિથી ગુજ઼રી રહ્યા છો. શિશુને સાંભાળવા વાળી અથવા માઁ-બાપ ઉદાસ હોય તો તેની અસર બાળક ના મન પર પણ પડે છે. ૬ મહિના નું બાળક ગુસ્સો અને ખુશી નું અંતર સમજવા લાગે છે અને તેના પર તેની વધુ અસર થાય છે. બાળક જો ગુસ્સા વાળો અવાજ અને ગુસ્સા વાળા માણસો વચ્ચે રહેશે તો તેનો તણાવ વધુ વધશે. આથી બાળક ને તણાવ મુક્ત કરવાનો સૌથી સારો રસ્તો છે, પોતે પણ તણાવ મુક્ત રેહવું.

૪. આપણા બાળક સાથે સંપર્ક માં રેહવાની કોશિશ કરતા રહો

બાળકને સ્પર્શ થી સારું લાગે છે. તેમજ મીઠી વાતો અને સહાનુભૂતિ થી પણ સારું અનુભવે છે. બાળક ને ખુશી થાય છે જયારે આપણે તેની સાથે વાતો કર્યે છીએ. આ દિવસે શું-શું કર્યું, તેની ભાવનાઓ ને સમજીએ, તેના સવાલો ના જવાબ દઈએ- આના થી તેનો તણાવ દૂર થાય છે અને મજબૂત સબંધ બને છે. આમ પણ ધ્યાન રાખો, જેમ વધુ સ્પર્શવા થી તેને અણગમો થાય છે, તેમ જ વધુ વાતો થી ચીડ-ચીડિયો થઇ શકે છે. બાળક વાતો થી કંટાળશે તો તે મો પર હાથ રાખશે અથવા અહીંયા-ત્યાં જોવા માંડશે.

૫. રાત્રે બાળક સાથે સૂવું

બાળક માટે અંધારા રૂમ માં તેમના માતા-પિતા બાજુ માં સુતા હોય, તેના થી મહત્વપૂર્ણ બાબત બીજી કોઈ નથી હોતી.બાળક માં તણાવ વધે છે, જયારે તેને અંધારા રૂમ માં એકલું મુકી દેવામાં આવે છે. ભલે એકલા સુવાની ટેવ પણ પાડવા માં આવી હોય તો પણ એકલા રૂમમાં રહેવાથી કોર્ટિસોલ ની માત્રા તેનામાં વધી જાય છે, જે તણાવ વધવાનું મૂળ છે. રાત્રે બાળક સાથે હોવાથી તેમને તણાવ થી લડવાની શક્તિ મળે છે અને દિવસ દરમિયાન સારી રીતે રમી શકે છે. બાળક પાસે સૂવાથી પણ વધુ મહત્વ છે કે તેને કેવી રીતે સુવડાવો છો. શું તમે એને શાંતિ થી સુવડાવો છો કે હાલરડું ગાય ને? શું બાળક ના રડતાંજ હાજર થાવ છો કે તેના ચૂપ થવાની રાહ જોવો છો? સંશોધન થી ખબર પડી છે કે રાત્રે માતા-પિતા બાળક સાથે સુવે છે, તો તેમનું બાળક તણાવ થી મુક્ત રહી શકે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon