Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને તંદુરસ્તીના પાયારૃપ રમવું એ અતિ આવશ્યક

દોસ્તો આપણે સૌ જાણીએ જ છીએ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તંદુરસ્તીના પાયારૃપે રમવું એ અતિ આવશ્યક છે, રમતા રમતા પડી જવાની કેવી મજા...! સાલૂ કેવું કહેવાયને પડવાની પણ મજા...! હા, પડવાની મજા લેતાં શીખી જાય તેને ઊભા થતા વાર ન લાગે, જીવનમાં સહુથી અગત્યના પાઠ મફ્ત જ મળે છે, અને રમત ગમત આપણને આ સહજતાથી શીખવે પણ છે, 'વિકાસ ઉપર સંબંધિત હોઈ શકે પણ ઉંમરને આશ્રિત નહીં,' જીતવા માટે આપણી શક્યતાઓની સીમા લાંગવી પડે, રમત આપણને સીમાઓથી આગળ વધતા અને સુયોગ્ય રીતે આયોજબદ્ધ મહેનત સાથે ધ્યેયલક્ષી મનોબળ કેળવતા કરે છે પણ જીતવાની શર્ત વગર...!

રમતગમત આપને જીવનના અતિઆવાશ્યક સિદ્ધાંતો ખૂબ જ સહજતાથી શીખવી શકે છે જેમ કે શિસ્ત, લક્ષ્યાંક બનાવવા સુયોજિત અને પ્રયાસશીલ, ત્યાગ, પોતાની નિયંત્રિતતા પર ધ્યાન કેન્દ્રિત થવું, પ્રેક્ટિસ/ સખત મહેનત, સતત શીખતા રહેવું, લડીને પ્રતિકૂળતાઓ પાર કરવી, ભૂલોને જતી કરી તેમાંથી પણ શીખી આગળ વધવુંં, ના સાંભળતા / હાર સ્વીકારતા અને સામેવાળાને દુશ્મન નહીં મૈત્રીભાવે સ્વીકારતા શીખવે, સંગઠિત રમત એ જુથ (ટીમ) ખેલૈયા બનવાના પાયરૃપ કડી છે, સર્વેનો સ્વીકાર કરી તેમની વિશેષતાઓ વધારવી એ ભવિષ્યના સફળ વ્યાવસાયીની આગવી સુજ છે, હાર હોય કે જીત પ્રતિષ્ઠા ને ગૌરવ સભર હોય તેની મહત્તા છે, સફળતાની ઉજવણી અને નિષ્ફળતાથી નાસીપાસ થયા વગર સહજતાથી શિખ લઈ સ્વીકારવી, તેમજ પ્રતિભાવો પર સંયમ કેળવી પ્રતિસાદ અપનાવવો.

ઉનાળાનું વેકેશન એટલે રમવાની મજા, પણ આકરા તાપ અને તડકાથી સંભાળીને હો. કારણ કે વધુ ગરમીથી શરીર પર વધુ પસીનો થવાથી અને જો પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઘટના લીધે તકલીફ થઈ શકે છે જેને તબીબી ભાષામાં હીટ સ્ટ્રોક કહેવાય છે. હીટ સ્ટ્રોકમાં વ્યક્તિને ગરમી થાય, થાક લાગ,ે એકાગ્રતા ઘટી જાય, ચક્કર આવે, માથુ દુઃખે, ગભરામણ થાય, સમજ ના પડે, અહને ક્યારેક બેભાન થઈ જવાય જેવા લક્ષણો વર્તાય છે.

આવી તકલીફો ન થાય માટે વહેલી સવારે કે મોડી સાંજે બહાર જવું પણ શક્ય હોય તો બપોરના આકરા તાપમાં બહાર ન નીકળવું, ખુલતા સુતરાઉ કપડા પહેરવા અને બને તો દિવસમાં ર-૩ વખત નાહવું. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે તેમજ પાચન ઓછું થાય છે માટે હડવો ખોરાક લેવો. ખોરાકમાં ડુંગળી ગરમીથી બચવા મદદરૃપ છે. ગરમીમાં વધુ પસીનો થવાથી શરીરમાંથી ફક્ત પાણી જ નહી પણ સાથે સાથે જરૃરી પોષક તત્ત્વો પણ વહી જાય છે. આથી પાણી સાથે નિયમિત ર-૩ લીટર વિવિધ ઘરગથ્થુ શક્તિ વર્ધક પીણા જેવા કે કાચી કેરીનું, ખાટી આમલી અને સાકરનું પાણી, વરીયારી અને ગોળનું પાણી, ખજુર, દાડમ, દ્રાક્ષ, આમળા, આમલીનું મિક્સ સરબત, દાડમ અને લીલી દ્રાક્ષનો રસ, લીંબુ સરબત, નાબિયેર પાણી, તરબુ, દહીં, છાસ કે યોગ્ય રીતે બનાવેલ ઓઆરએસ લેતા રહેવું જેથી લૂ લાગવાની શક્યતા ઘટાડી શકાય. આ સાથે ખાસ નોંધવું કે પ્રાકૃતિક અને બજારૃ ઠંડા પીણા સ્વાસ્થ્યને હાનિકારક છે. તેમ છત્તા જોવા હીટ સ્ટ્રોક ના લક્ષણો વર્તાય તો દર્દીને ઠંડીવાળ જગ્યા લઈ જઈ આખા શરીરે પાણીના પોતા મુકવા અને ડોકટરી સલાહ લેવી અને જરૃર પડયે ક્યારેક દર્દીને દાખલ કરી બોટલ ચડાવી સારવારની જરૃર પડી શકે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon