Link copied!
Sign in / Sign up
1
Shares

બાળકો માટે કેવા રમકડાં ખરીદશો?

ગયા વર્ષ કરતા આ વર્ષે માતા-પિતા રમકડાંને લઈને જાગૃત થઈ ગયા છે અને કદાચ એ કારણે જ બજારમાં કેટલાક રમકડાંની માંગ ઘટી છે.

- બાળકો માટે રમકડાં ખરીદતી વખતે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ. બાળકો માટે રમકડાં ખરીદો તેઓ જરૂરી નથી કે એ મોંધુ હોય, પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે એ રમકડું બાળકની જરૂરિયાતને પુરી કરે છે કે નહી.

- બાળકોના રમકડાંઓનો તાલમેલ બાળકની વય સાથે હોય છે, જેમ કે નવજાત શિશુ થી એક વર્ષના બાળકને ખાસ પ્રકારના રમકડાંની જરૂર પડે છે.

- એકથી ત્રણ વર્ષના બાળકો એક જગ્યાએ બેસીને નથી રમી શકતા અને તેમનામાં સમજ પણ નથી હોતી. તેથી તેમને બોલ, ઢીંગલી, વોકિંગ ટોઈઝ અને સોફ્ટ ટોઈઝ આપવા યોગ્ય રહે છે. જેમ-જેમ બાળક મોટુ થાય છે, તેમને સમજણ આવવા માંડે છે કે તેઓ કંઈક સીખવા માંગે છે. માતા-પિતાએ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે બાળકોને એલર્જીક રમકડાં બિલકુલ ન આપવા જોઈએ. જે તેમના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.

- બાળકોને રમકડાં આપવા માત્રથી માતા-પિતાની ફરજ પુરી નથી થઈ જતી. માતા પિતાએ બાળકોના રમવા દરમિયાન તેમની આસપાસ જ રહેવુ જોઈએ. સાવચેતી રાખવા ઉપરાંત પણ થઈ ઘટના બને તો ઘરમાં સારવાર કરવાને બદલે ડોક્ટરની સલાહ લે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon