Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકની આ સાધારણ સમસ્યા પણ ગંભીર સાબિત થઇ શકે છે😕😕😕

એક માતા-પિતા હોવાના લીધે આપણે જયારે પણ આપણા બાળકને મુશ્કેલીથી ઝુજતા જોઈએ છે ત્યારે આપણે ખુબ હેરાન થઇ જઈએ છે, કારણ કે હજી તે ઘણા નાના છે અને તેપણ નથી કહી શકતા કે તેને શું તકલીફ થઇ રહી છે. જેવી કે સામાન્ય તકલીફ જેમ કે દાંત આવવા કે કોઈ ગંભીર સમસ્યા હોય જેવી કે તાવ આવવો કે પેટમાં દુખવું, તો એવી હાલતમાં તમે એ કેવી રીતે જાણશો કે એને ક્યારે દવાખાને લઇ જવા જોઈએ કે ક્યારે નહિ?

આ એ સમસ્યાની સૂચિ છે જે નવજાત બાળકને થતી હોય છે અને તે ખુબ ડરાવી દેઇ છે. પરંતુ અસલિયતમાં તો તે ખુબ સાધારણ તકલીફ છે.

થુંકમાં લોહી નીકળવું

કોઈ પણ માતા પોતાના બાળકના થુકમાં લોહી જોઈને અવશય ડરી જ જાય છે. આમ તો આ ચિંતાનો વિષય છે, પરંતુ આ એટલે પણ થઇ શકે કારણ કે બાળક સ્તનપાન કરતા વખતે તમારા દુખતા અને કટ થયેલા નીપલમાંથી લોહી ગળી લીધું હોય અથવા પછી તેનું એક બીજું કારણ હોય શકે છે- તમારા બાળકની અન્નનળીમાં નાનો ચીરો થઇ ગયો હોય. આના માટે તમારે વધારે હેરાન થવાની જરૂર નથી કેમ કે આ સાચી દેખભાળ દ્વારા સહેલાઈથી સારું કરી શકાય છે. તમારે ત્યારે ચિંતા કરવી કોઈએ જયારે ફોર્મ્યુલા ફીડિંગ પછી થુંકમાં વધારે પડતું લોહી નીકળે અને તે બીમાર દેખાય.

બંધ નાક અને શ્વાસ લેવામાં તકલીફ

ઘણા બાળકોમાં નાક બંધ થવાની અને શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યા જોવા મળે છે. પરંતુ આ બાળક બે મહિનાનું થાય પછી આપમેળે સારું થઇ જાય છે. નાક બંધ થવાનું કારણ એસ્ટ્રોજેન હોર્મોન હોય છે, જે માતાથી ગર્ભાવસ્થામાં કે સ્તનપાન દરમિયાન બાળકમાં આવે છે. એસ્ટ્રોજેન નાસિકા બંધ કરે છે. નાકનું બંધ થવું થોડા મહિના પછી સાવ જ બંધ થઇ જાય છે, કારણ ત્યાં સુધી બાળકનું નાસિક દ્વાર વિકસિત થઇ ગયું હોય છે. તમારે ડોક્ટરની સલાહ તે હાલતમાં લેવી જોઈએ, જો બાળકના નાકમાં તકલીફ હોય ને બાળકની ચામડી લીલી પાડવા લાગી હોય ને શ્વાસ લેવા દરમિયાન તેનું પેટ અને છાતી અંદરતરફ જઈ રહી હોય.

એકધારું રડવું

બાળકો એકધારા રડતા હોય તો માતા-પિતા ને લાગે છે કે તેના પેટમાં દુખાવો થઇ રહ્યો છે. આ બધું સાધારણ રીતે જન્મના ત્રણ અઠવાડિયા સુધી હોય છે. તમારા બાળક શરૂઆતમાં બે મહિના સુધી એકધારા રડી શકે છે, અને આ કોઈ ચિંતાની વાત નથી. જે બાળકોના પેટમાં સાચેજ દુખાવો હોય છે તે ખુબ જોરથી અને તકલીફ દેહ અવાજમાં રડે છે. તેમનું રડવું પાંચથી આઠ અઠવાડિયા ની ઉંમરમાં વધારે શોકાકુલ હોય છે. પરંતુ આ ત્રણ મહિના ની ઉમર સુધીમાં ઓછું થઇ જવું જોઈએ.

માયોક્લોન્સ

માતા-પિતા ખુબ ડરી જાય છે, જયારે તે પોતાના બાળકને કોઈક મોટા માણસની જેમ એઠેલા જોવે છે. તમે માનો કે ન માનો આ સ્થિતિ હાનિકારક સ્થિતિ છે, જેને (Myoclonus)કહેવાય છે. આ ઝટકા અને ખેંચાણ માટે જવાબદાર હોય છે. જે કદાચ સુતા સમયે તમારા સાથીમાં પણ જોયું હશે. આ દેખાવમાં ડરાવનું લાગે છે. જયારે બાળકને આવી રીતે ઝટકા લાગે કારણકે શિશુની નર્વસ સિસ્ટમ પુરી રીતે વિકસિત નથી હોતી અને તે પોતે પણ આમ સાંજ સ્થાપિત કરી નથી શકતા. જો આ ઝટકા બંધ નથી થતા અથવા એકધારી પાંચ-પાંચ મિનિટે થતા રહે છે અથવા આપના શિશુને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.

કબજિયાત

નવજાત બાળક દિવસના ઘણીવાર મળત્યાગ કરે છે. પરંતુ થોડા જ અઠવાડિયામાં તમે એમાં અચાનક ઘણા બદલાવ દેખાશે. તમારા બાળકને મળ ત્યાગ કરવામાં થોડી તકલીફ થઇ રહી હશે. એનું કારણ એ હોય છે કે બાળકના આંતરડા હજી સરખી રીતે વિકાસ નથી થયા હોતા અને તે સામાન્ય અને જરૂરી પાચન શક્તિ માટે તૈયાર નથી હોતા. સમય જતા છ થી આઠ અઠવાડિયા પછી બાળકનું પાચન તંત્ર વધારે મજબૂત થઇ જાય છે અને તે સહેલાઈથી પાચન કરવામાં અને મળ ત્યાગ કરવામાં તૈયાર થાય છે. એટલે વધારે ઘબરાવ નહિ. જો બાળકને મળ ત્યાગ કરવામાં વધારે તકલીફ થાય અને તેનું મળ વધારે કડક હોય તો તે જાણો કે તેને અવશ્ય કબજિયાત છે, એટલે તેને ડૉક્ટર પાસે જરૂર લઇ જાવ. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon