Link copied!
Sign in / Sign up
5
Shares

બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓને થતી ૭ અસ્પષ્ટ વસ્તુઓ🤭🤭

બાળકને જન્મ આપવું એ એક સુંદર અને અદભૂત અનુભવ છે. મહિલાઓ પોતાના જીવનમાં સૌથી વધારે રાહ જોઈ રહ્યા ક્ષણ માટે પોતાને તૈયાર કરવા સ્પેશ્યલ કલાસમાં જોડાય છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓ, બાળકને જન્મ આપ્યા પછીના આવતા દિવસોની તૈયારી કરવાનું ભૂલી જાય છે.

પેરેન્ટિંગ અને મધરહૂડને અપનાવાની સમસ્યા ની વચ્ચે, માતાઓ પોતાની જાતને ભૂલી જાય છે. બાળક પ્રત્યેની ડેડીકેશન બરાબર છે પરંતુ, તેઓ મોટાભાગની વસ્તુઓ થી અજાણ છે જે એમના માર્ગમાં આવવાની છે.

અહીંયા એવી કેટલીક વસ્તુઓ છે જે પ્રેગ્નન્સી પછી થાય છે:

૧. બ્લીડીંગ

તમને ખૂબ જ ભારે પીડા આપે તેવા સમયનો અનુભવ કરશો જે લોચીયા તરીકે ઓળખાય છે. તમારે કદાચ મેટરનિટી પેડનો ઉપયોગ કરવો પડે ફલૉને કંટ્રોલ કરવા માટે. શરૂઆતમાં, બ્લીડીંગનો રંગ લાલ હશે અને ધીમે ધીમે તે ડાર્ક બ્રાઉનમાં બદલાઈ જશે. તે મોટેભાગે બાળકને જન્મ આપ્યાના 2-6 અઠવાડિયા સુધી ચાલુ રહે છે. તમે જન્મ આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ આ ચોક્કસ તમારી જોડે થશે.

૨. ભયાનક પૂપિંગ ડિઝાસ્ટર

બાળકના જન્મ પછી, જ્યારે પેહલી વાર માતાને ડમ્પ લેવું પડે છે તે બધી માતાઓ માટે ખરાબ સ્વપ્ન જેવું હોય છે. તે સામાન્ય રીતે ખૂબ જ દુઃખદાયક હોય છે, અને એમના હાલતની કલ્પના કરો જેઓ હાઇડ્રેટેડ નથી અને જેમને સ્ટૂલ સોફ્ટએનર્સને ટાળ્યું છે. ઘણી હોસ્પિટલો ખાતરી કરે છે કે માતા બાથરૂમ જઈ આવે ઘરે જતા પેહલા. તેમને હોસ્પિટલમાં રહેવાનું હોય છે જ્યાર સુધીએ બાથરૂમ ના જઈ આવે જેથી દુખાવો ઓછો થાય.

૩. તમે તમારા પાર્ટનરને હેટ કરશો

જો કે તમારા પાર્ટનર પ્રેગ્નન્સીના અઠવાડિયા દરમિયાન ખૂબ જ સપોર્ટિંવ રહ્યા છે, પરંતુ તમે એમને હેટ જ કરશો કઈ પણ થઈ જાય. એમાં ખરેખર કોઈનો વાંક નથી, તે માત્ર એટલા માટે કારણકે માતાને ૨૪/૭ હાજર રેહવું પડે છે. આમ તો માતા તેના બાળકની સૌથી નજીક હોય છે, એટલે મોટાભાગનો માતાનો સમય તેના બાળક પાછળ જ જશે. તે માત્ર હકીકતને સ્વીકારે છે અને વાસ્તવિક બને છે.

૪. ફીલિંગ બ્લુ

આને પોસ્ટપાર્ટમ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે જેમાં હોર્મોન્સ તમારા શરીરના સિસ્ટમને કંટ્રોલ કરે છે. તે તમને ડિપ્રેશ અને ઉદાસ બનાવે છે. તમે એવી વસ્તુઓ માટે રડવા લાગશો જેનાથી તમારે પેહલા ક્યારે ફરક નહીં પડ્યો જેમકે તમારા ડ્રેસ સાથે મેચ થાય એવા મોજાં ન મળવા પર.

૫. દુઃખાવો

જે મેથડ તમે બાળકને જન્મ આપવા માટે પસંદ કરી છે તેના આધારે, તમે તમારા શરીરમાં દુઃખાવો અનુભવશો. તેથી, જો તમારી સિઝેરિયન થયી હોય, તો તમે કેટલાક અઠવાડિયા સુધી દુઃખાવો અને અગવડતા અનુભવશો. પરંતુ જો તમને ખૂબ જ દુઃખાવો થાય છે, તો તરત જ તમારા ડૉક્ટરને જાણ કરો.

૬. તમારું વજાઈના

વજાઈનલ બર્થ બઉ ભયાનક થઈ શકે છે કારણકે મોટાભાગની સ્ત્રીઓ નો વજાઈના નો ભાગ ફાટી જાય છે જ્યારે તે બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ ફાટેલા ભાગને સરખું થતા થોડો સમય લાગશે પરંતુ તમે અસહજતાં અનુભવશો ખાસ કરીને ત્યારે જ્યારે તમે બાથરૂમ જશો.

૭. એકલતા

જ્યારે તમે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે, ત્યારે તમે જાણો છો કે હવે તમે તમારા જીવનમાં એકલા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરૂઆતના દિવસો દરમિયાન તમે શા માટે આ અનુભવ કરો છો? આનો કારણ છે કે તમે હવે તે વસ્તુઓ નથી કરતા કે પહેલાં કરતા હતા. વસ્તુઓ જેમકે તમારા મિત્રો સાથે સમય પસાર કરવો, તમારા પાર્ટનર સાથે મૂવી જોવી અને જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે આરામ કરવો.

તમે બસ એક જ વસ્તુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો કે કેવી રીતે પેરેન્ટ બનાય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon