Link copied!
Sign in / Sign up
0
Shares

પ્રિમેચ્યોર બર્થમાં બાળકને હેલ્ધી રાખવા માટે આટલી સાવધાનીઓ રાખવી છે જરૂરી🤕🤕

સામાન્ય રીતે બાળકનો જન્મ 40મા અઠવાડિયે થાય છે. બાળકનો જન્મ જેટલો સમયસર થશે, તેટલું જ તે સ્વસ્થ હશે અને તેનાં ફેફસાંનો યોગ્ય રીતે વિકાસ થઈ શકશે. ઘણી વાર માતાની અસ્વસ્થતાને કારણે બાળકનો જન્મ 37મા અઠવાડિયાં પહેલાં થઈ જાય છે, તેને પ્રિમેચ્યોર બર્થ અથવા સમય પહેલાં બાળકનો જન્મ થવો એવું કહેવાય છે.

સમય પહેલાં જન્મ 24થી 25મા અઠવાડિયાની વચ્ચે થાય છે અને 34થી 36મા અઠવાડિયાં વચ્ચે બાળકનો જન્મ થાય તો બહુ મુશ્કેલીઓ આવતી નથી, પરંતુ તેની પહેલાં જન્મેલાં બાળકોની વધારે સારસંભાળ રાખવાની જરૂરિયાત હોય છે. બાળકનું સ્વાસ્થ્ય જેમ કે વજન, શ્વસનક્રિયા, શારીરિક અંગોના કામ કરવા અનુસાર જ તેનું ધ્યાન રાખવું જોઈએ. જોકે, આજકાલ આધુનિક ટેક્નોલોજીએ સારસંભાળને વધારે સરળ અને પ્રભાવશાળી બનાવી છે.

સંક્રમણથી બચાવવું જોઈએ

 

પ્રિમેચ્યોર બર્થમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાળકનું વજન હોય છે. વધારે વજનથી બાળકના જીવતા રહેવાની શક્યતા વધી જાય છે. સામાન્ય રીતે 35મા અઠવાડિયા પહેલાં જન્મેલાં બાળકોને નવજાત ચિકિત્સા વિભાગ એટલે કે નર્સરીમાં રાખવામાં આવે છે અને 35મા અઠવાડિયા પછી જન્મેલાં બાળકો માતાને આપવામાં આવે છે. તેને નર્સરીની જરૂરિયાત હોતી નથી, પરંતુ તેનો નિર્ણય સંપૂર્ણ ચેકઅપ કર્યા પછી કરવામાં આવે છે.

 

નર્સરીમાં બાળકની સારસંભાળ ડોક્ટર્સની દેખરેખ હેઠળ કરવામાં આવે છે, પણ બાળક માતા પાસે હોય ત્યારે વધારે સાવધાની વરતવાની જરૂર હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાળકને સંક્રમણથી બચાવવાનું હોય છે. તેના માટે બાળકને સ્પર્શતા પહેલાં હાથ ધોવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. બધા જ નવજાત બાળકોની ઇમ્યુનિટી નબળી હોય છે, પરંતુ પ્રિમેચ્યોર બાળકો પ્રત્યે વધારે સાવધાની વરતવાની જરૂર હોય છે. આ અવસ્થામાં બાળકને દરેક સંક્રમણથી બચાવવાનું હોય છે.

સંતુલિત તાપમાન જરૂરી

 

બાળકને નહીં બહુ ઠંડા કે નહીં બહુ ગરમ એવા વાતાવરણમાં રાખવું જોઈએ. નવજાત બાળકોને 25થી 26 ડિગ્રી સેલ્સિયસના તાપમાનવાળા રૂમમાં રાખવું જોઈએ. હંમેશાં એવું જોવા મળે છે કે બાળકના જન્મની સાથે જ તેને વધારેમાં વધારે ગરમ તાપમાનમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિશેષજ્ઞ માને છે કે બાળકને સ્વાસ્થ્ય માટે વધારે ગરમી પણ સારી નથી, તેથી ડોક્ટરની સલાહ પ્રમાણે જ બાળકને યોગ્ય તાપમાનમાં રાખવું જોઈએ.

 

જો બાળક માતાની પાસે હોય તો બીમારીઓથી બચાવવા માટે સ્વચ્છતા અને તાપમાન સૌથી મહત્ત્વના મનાય છે. બાળકને વધારે કઠોર રીતે માલિશ ક્યારેય ન કરવી અને તેની ત્વચાના વાળ કાઢવા માટે ઘરેલુ ઉપાયો ક્યારેય ન અજમાવવા જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon