Link copied!
Sign in / Sign up
4
Shares

બાળકના તાવને ઝડપથી કરો દૂર

જો તમારા બાળકને શરદી-સળેખમ અને તાવની ફરિયાદ છે તો આ રીત અપનાવીને તમે તેને જલ્દી ઠીક કરી શકો છો..

 બાળકને તાવ છે તો શુ કરશો ?

 બાળ રોગ વિશેષજ્ઞોનુ માનીએ તો જો બાળકને 100.4 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ તાવ છે તો ચિંતા કરવાની જરૂર છે. જો બાળકની વય 6 મહિનાથી ઓછી છે કે તેની અંદર તાવના બીજા લક્ષણ દેખાય રહ્યા છે કે પછી તેને બે દિવસથી વધુ તાવ છે કે પછી તેનુ વૈક્સીનેશન નથી થયુ તો જ ડોક્ટર બોલાવો. આના સિવાય જો બાળકને તાવ આવે છે તો બાળકને આઈબૂપ્રોફેન કે એસિટામિનોફેન આપી શકાય છે. બાળરોગ વિશેષજ્ઞ બાળકોને એપ્સીરિન ન આપવાની સલાહ આપે છે. તેમના મુજબ તેનાથી બાળકોના શરીરમાં રેજ સિંડ્રોમ થવાની શક્યતા રહે છે. આ એક પ્રકારની ગંભીર બીમારી છે જે બાળકના લીવર અને મગજ પર અસર કરે છે. આ બીમારીને ઈગ્નોર કરવી ખતરનાક છે.

 આ રીતે ઘટાડો બાળકોનું ટૈમ્પ્રેચર

 હળવા ગરમ પાણીથી સ્પંજ બાથ તમારી મદદ કરશે. યાદ રાખો કે બાળકોનો તાવ ઉતારવા માટે ઠંડુ પાણી, આલ્કાહોલ કે બરફનો ઉપયોગ બિલકુલ ન કરો. તાવ આવે ત્યારે બાળકોને પાતળા કોટનના કપડા પહેરાવો અને તેમને ધાબળામાં ન લપેટશો. જો બાળકમાં ડિહાઈડ્રેશનના સંકેત દેખાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ઉદાહરણના રૂપમાં તમારા બાળકનુ ડાઈપર, જીભ કે મોઢુ ડ્રાઈ લાગે છે કે પછી એ ફીડિંગ ન કરી રહ્યુ હોય તો બાળકને તરત જ ડોક્ટરને બતાવો.

 આ પરિસ્થિતિમાં બાળકોના ડોક્ટરને બોલાવો

 ફીવર અને ડિહાઈડ્રેશન ઉપરાંત બાલકોના માટે ડોક્ટરને ક્યારે બોલાવવા એ જાણવુ તમારે માટે ખૂબ ઈમ્પોર્ટેંટ છે. જો બાળક એક વર્ષથી નાનુ છે અને તમને લાગે છે કે તેને ફ્લુ છે કે પછી એ વ્યવસ્થિત પાણી નથી પી રહ્યુ અને પેશાબ નથી કરી રહ્યુ તો ડોક્ટરને બતાવો. જો તેના નાકમાંથી પીળો કે ગ્રીન કફ આવતો હોય તો પણ ડોક્ટરને બતાડી દેવુ જોઈએ. જો તાવ બે દિવસથી વધુ હોય તો ડોક્ટર પાસેથી દવા લો. પણ જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તરત જ ઈમરજેંસી રૂમમાં જ ડોક્ટરને બતાવો.

 બાળકોને કોલ્ડ થયો હોય તો ચિકન સૂપ ફાયદાકારી

 કેટલાક અભ્યાસ મુજબ ચિકન સૂપ સૂજન અને બળતરાને ઓછી કરે છે. જો આ પણ ન માનીએ તો આ પોષક અને હાઈડ્રેટેડ તો થાય જ છે. આ ઉપરાંત તેમા પાણી, દૂધ જેવા તરલ પદાર્થ પણ શરીરને મળે છે. આ ઉપરાંત જો તમે કોઈ બીજો ઈલાજ કરવા માંગો છો તો ગરમ પાણીથી વરાળ લેવી કે છાતી પર વિક્સની માલિશ કરવાથી પણ કફમાં રાહ્ત થાય છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon