Link copied!
Sign in / Sign up
10
Shares

બાળકના રૂમમાં એસી ચલાવતા પહેલાં આ જરૂરી બાબતોનું ધ્યાન રાખો:☝️ ☝️

આ લેખમાં જાણો 

તાપમાન નું ધ્યાન 

ઠંડી ગરમીથી બચાવ 

ગરમ કપડાની જરૂર 

શરદી ખસીનું ધ્યાન 

એસી ને બંધ કરવાની જરૂર 

ઉનાળાની ઋતુ આવી ગયી છે અને લોકોએ આ તીવ્ર ગરમીથી બચવા માટે કૂલર અને એસીની મદદ લેવાનું શરૂ કરી લીધું છે. જ્યારે ઋતુમાં ફેરફાર થાય છે, ત્યારે સૌથી વધુ મુશ્કેલી નાના બાળકને થાય છે. જયારે ગરમીથી ઠંડી અને ઠંડીથી ગરમી થાય છે ત્યારે, સૌથી વધુ મુશ્કેલી નવજાત બાળકને થાય છે કારણકે આના થી તેના સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર પડે છે, અને ખૂબ જ ઠંડી હોય અથવા ખૂબ ગરમી હોય તેઓ તેમની વાત બોલીને વ્યક્ત કરી શકતા નથી. આવા માં, જો તમે ઉનાળાના દિવસોમાં તમારા બાળકને ગરમી થી બચાવવા માટે એસીનો ઉપયોગ કરો છો અને એવું વિચારો છો કે તે તમારા બાળકને આરામ આપશે તો તમે ખોટા પણ હોઈ શકો છો કારણકે આરામની સાથે-સાથે તે કદાચ તમારા બાળકને બીમાર કરી દે. તેથી આજે આ બ્લોગ દ્વારા અમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવશું જે તમને તમારા બાળકના રૂમમાં એસી ચલાવતી વખતે ધ્યાનમાં રાખવી જરૂર છે.

ALSO READ :

 

 

તાપમાન નું ધ્યાન રાખો:

જ્યારે પણ તમે તમારા બાળકના રૂમમાં એસી ચલાવો છો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે રૂમનું તાપમાન વધારે ઠંડું ના હોય. જો તમારા રૂમનું તાપમાન વધુ ઠંડું હશે, તો હોઈ શકે તમારા બાળકને ઠંડીને લીધે ધ્રુજારી થાય અને આનાથી તમારા બાળકના જીવને પણ જોખમ થઈ શકે છે.

ઠંડી-ગરમીથી બચાવો:

જ્યારે પણ તમે બાળકને એસી રૂમમાં રાખો તો તરત જ બાળકને રૂમમાંથી બહાર ખુલ્લામાં અથવા કોઈ ગરમ રૂમમાં ના લાઇ જાઓ, આનાથી એમને ઠંડી-ગરમી થઈ શકે છે અને તે બીમાર પણ પડી શકે છે. તેથી વધુ સારું એ રહેશે કે જ્યારે તમે બાળકને બહાર લઈ જવા માંગો, તો રૂમનું એસી થોડા સમય માટે બંધ કરી લો જેથી બાળક ધીમે ધીમે બહારના તાપમાન પ્રમાણે પોતાને અનુકૂળ કરી શકે.

ગરમ કપડાં જરૂર છે:

હંમેશા યાદ રાખો કે બાળકના રૂમમાં એસી ચાલુ કરતા પહેલા બાળકને ગરમ કપડાં અથવા આખા કપડાં પહેરાવી લો, ઉપરાંત તમે તેને ચાદરમાં પણ લપેટી શકો છો અને સાથે-સાથે તેના માથાને ટોપીથી અથવા કોઈ કપડાં વડે ઠાકી શકો છો જેથી તેમને ઠંડી ના લાગે.

શરદી-ખાસીનું ધ્યાન રાખો:

એસી ચલાવતા પેહલા હંમેશા ધ્યાન રાખો કે તમારા બાળકને શરદી-ખાસી ના હોય અને સાથે-સાથે એસીના તાપમાનનું પણ ધ્યાન રાખો જેનાથી તમારું બાળક બીમાર ના પડે. કારણકે બાળકનું ઇમ્યુનિટી પાવર ખૂબ ઓછું હોય છે અને એવામાં તાપમાનમાં ગડબડ થાય તો તમારું બાળક બીમાર પડી શકે છે અથવા એને ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

એસીને જરૂરથી બંધ કરો:

હંમેશા એસીમાં ટાઈમર મૂકવાનું યાદ રાખો કે જેથી રૂમમાં ઠંડક થઈ જાય પછી એસી આપોઆપ બંધ થઈ જાય. જો તમારું એસી ટાઈમરવાળું ન હોય તો એક નિયમિત સમય પછી એસી બંધ કરવાનું ભૂલશો નહીં.

એસીનો ઉપયોગ કરવો ખરાબ નથી પરંતુ જો તમે તમારા બાળકને એસી રૂમમાં રાખતા હોવ તો તમારે આ વસ્તુઓની કાળજી લેવી જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon