Link copied!
Sign in / Sign up
4
Shares

બાળકના પહેલા-વહેલા નખ ક્યારે કાપવા અને આ રીતે તેમાં સાવધાની રાખો

જયારે કોઈ સ્ત્રી માઁ બને, ત્યારે તેની ખુશી નો પાર નથી હોતો. સાથે-સાથે બાળકની સાચવવાની ફરજને કારણે થોડો ડર પણ હોય છે. માઁ બન્યા બાદ બાળકની ખુબ જ કાળજી લેવી પડે છે કારણકે બાળક બહુજ કોમળ હોય છે. આપણી એક ભૂલ બાળકને ભારે પડી શકે છે. નવજાત બાળકનું બધી રીતે ધ્યાન રાખવાનું હોય છે, તેમાં નખ કાપવાનું પણ છે. ઘણા વિચારતા હશે બાળકના નાખ ક્યારથી કાપવા- આજે આ લેખ દ્વારા અમે આ વિશે જરૂરી વાતો બતાવીએ છીએ.

પહેલી વખત ક્યારે કાપવા નવજાત શિશુના નખ?

નવજાત બાળક ખુબજ કોમળ હોય છે કે તેને સ્પર્શ કરતા પણ ડર લાગતો હોય છે. આમાં નખ કાપવાની વાત ખુબ જ કાળજી માંગી લે છે કારણ તેમની આંગળીઓ નાની અને કોમળ હોય છે, અને નખ તો ખુબ જ નાના હોય છે.બાળકના નખ એક મહિના અથવા ડોઢ મહિના પછીજ કાપવાનું ચાલુ કરવું જોઈએ; તેની પહેલા કાપવામાં ચામડી પણ કપાવાનું જોખમ રહે છે. આથી સમજદારી પૂર્વક કાળજીથી કામ લેવું.

મહિના માં કેટલી વાર શિશુ ના નાખ કાપવા?

શિશુ એક કે બે મહિના નો થાય ત્યાર બાદ હર 10 માં દિવસે નખ કાપવાનું રાખવું, કારણ કે બાળકને આંગળી મોઢામાં નાખવાની આદત હોય છે અને આનાથી તેને ચેપ અને અન્ય બીમારી થવાનો ભય રહે છે.

નખની સફાઈ જરૂરી છે

નખ કાપવાની સાથે નખની સફાઈ પણ જરૂરી છે કારણ જો લાંબા અને ગંદા નખ રહેશે તો તે પોતાનેજ ઉઝરડા પાડશે અને મોમાં નાખશે તો બીમારી અથવા ચેપ લાગવાનો ભય રહે છે.

નખ કાપતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું 

બેબી નેલ ક્લીપર અને બેબી નેલ કટર વાપરવું- 

બાળકના નખ માટે મોટા ના નેલ કટર ન વાપરવું. નહીતો બાળકની આંગળીમાં ઉઝરડા થવાનો ડર રહે છે. બાળક માટેના નેલ ક્લીપર અથવા નેલ કટર જ વાપરવું અને હા, તે ચોખ્ખું હોવું જોઈએ; જેથી બાળકને કોઈ ચેપ ન લાગે.

શિશુના સુવાના સમયે નખ કાપવા

બાળક જયારે સુઈ જાય ત્યારે જ નખ કાપવા, કારણ જયારે તેઓ જાગતા હોય ત્યારે તેમનું હલન-ચલન ના કારણે નખ કાપવા મુશ્કેલ બનશે અને બાળકને આંગળામાં વાગવાનો ડર રહે છે.

નખને પહેલા ભીના કપડાં અથવા વાઇપ્સથી લૂછી લેવું 
જો આપે બાળકના નખ સહેલાઈથી કાપવા હોય તો તેને પહેલા ભીના કપડાથી અથવા બાળ વાઇપ્સ થી લૂછી લેવા જેથી તે નરમ અને મુલાયમ બની જશે, આથી તે સહેલાઇ થી કપાશે અને બાળકને પણ તકલીફ નહિ પડે.

બાળક બહુજ કોમળ અને નાજુક હોય છે, આથી તેમની બધી નાની-નાની વસ્તુઓનું ખ્યાલ રાખવાનું હોય છે. આપ બાળકના નખ કાપતી વખતે આ વાત નું જરૂર ધ્યાન રાખજો.

હેપ્પી પેરેન્ટીંગ!

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon