Link copied!
Sign in / Sign up
8
Shares

બાળકના ઓછા વાળથી પરેશાન છો? વધારો તેમના વાળ આવી રીતે👌👌

અમુક બાળકો વધારે વાળ સાથે તો અમુક બાળકો ઓછા વાળ સાથે જન્મે છે. બાળકોના વાળની માત્રા એના પરિવારજનો ના ગુણ પર નિર્ભર કરે છે. લગભગ દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે એના નન્હા મુન્નાના વાળ ખુબ વધારે અને સુંદર દેખાઈ. એવા માતા-પિતાના માટે અહીંયા થોડી સલાહ આપી છે જે તેના બાળકના વાળને ખુબ ગાઢા, મજબૂત અને સ્વસ્થ બનાવશે.

૧. તેલથી માલિશ

પોતાના બાળકના માથામાં તેલ નાખવું ખુબ જરૂરી છે. માથાને હલકા હાથે માલિશ કરવાથી લોહીના વહાવ માં સુધાર આપે છે. તેલ નાખવાથી ન તમારા બાળકના વાળ ને ખાલી પોષણ જ નહિ પરંતુ રુસી અને ખંજવાળથી પણ છુટકારો મળશે. તમેં વિવિધ પ્રકારના તેલ વાપરી શકો છો. એ જોવા માટે કે તમારા બાળક માટે ક્યુ તેલ સૌથી સારું છે. નારિયળ તેલ, બદામનું તેલ, આમળાનું તેલ, રાયનું તેલ, આયુર્વેદિક તેલ, જૈતૂન નું તેલ અને કસ્ટર નું તેલ વાપરી શકાય છે. સૌથી સારા પરિણામ માટે તમે આ બધા તેલનું મિશ્રણ પણ વાપરી શકો છો. 

નારિયળનું તેલ અને કસ્ટરનું તેલ ને એક સાથે ભેળવીને તમારા બાળકના વાળમાં માલિશ કરો અને સારા પરિણામ માટે એને આખી રાત માથામાં લગાડીને રાખવું જોઈએ. તમે મહાભૃંગાજ અને લીમડાનું તેલ મિશ્રણ કરી હર બે દિવસે વાપરી શકો છે. આના સીવાય થોડા ચોખાના દાણા અને ૪-૫ કાળી મરી ને નારિયળના તેલમાં ભેળવી ગરમ કરો. આનો ઉપયોગ ઠંડુ થઇ ગયા પછી કરવો, આ બાળકના વાળના વિકાસમાં મદદ કરશે.

૨. આહાર

પોષણ તમારા બાળકના વિકાસની સાથે સાથે  વાળના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. નક્કી કરો કે તમારા બાળકના ભોજન ઘણા ખરા વિટામિન ડી અને પ્રોટીન જેવા જરદાળુ, કોળું, સૅલ્મોન, ગાજર, બદામ, ઈંડા અને અખરોટ નો ઉપયોગ કરો. એવું ભોજન જે બી-૧૨ અને વિટામિન- ઈ થી ભરપૂર હોય તેનો ઉપયોગ કરો. એના વાળ વધારવાની સહાયતા કરવા રોજ એને ખજૂર અને ૨-૩ બદામ આપો.

૩. શેમ્પુ અને કંડીશનર 

તમારા બાળકના વાળ માટે કાયમ હળવા શેમ્પુ કે સાબુ નો ઉપયોગ કરો. જો તમે લાંબા સમય સુધી એક વિશેષ શેમ્પુ નો ઉપયોગ કરી રહ્યા હોવ તો, સાબુનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો અને જો સાબુનો ઉપયોગ કરી રહ્યા હોવ તો, શેમ્પુ નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. આ તમારી મદદ કરી શકે છે. વાળમાં થોડું ગરમ તેલ લગાડો અને દરરોજ શેમ્પુ કે સાબુનો ઉપયોગ ન કરો.  વાળ માટે કંડિશનિંગ આવશ્યક છે. એ વાળની બનાવટને બગડવાથી બચાવે છે જે મોસમનું કારણ હોઈ શકે છે. જો તમારા બાળકના વાળ વાંકડિયા કે સૂકા હોય તો તમે તમારા બાળક ને વધારે ચીકાશવાળા અને ચમકદાર વાળ દેવા માટે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકો છો.

તમારા બાળકના વાળમાં મધ અને તેલનું મિશ્રણ લગાડો અને અદભુત પરિણામ માટે તેને ૧૫ મિનિટ સુધી રહેવા દો. એવોકાડોના ગુદની સાથે મોટી ચમચી નારિયળનું દૂધ એ મધ ભેળવી તમારા બાળકના માથામાં એક સારું કંડિશનિંગ આપશે. આને લગાડો અને તેને ફક્ત ૧૫ મિનિટ માટે રહેવા દો અને શેમ્પુથી દ્યો લ્યો. થોડા અન્ય પ્રાકૃતિક કંડીશનર જેનો ઉપયોગ કરી શકાય છે જ દહીં, ઈંડા ની સફેદી અને હિબિસકસ છે.

૪. ઉકેલવા અને બ્રશિંગ

એક બાળકના વાળમાં જલ્દીથી ઘુંચ થઇ જાય છે. જો તમે તેને સમયસર નહિ ઓળવો તો તેમાં ગાંઠો થઇ જાય છે અને તેનાથી છુટકારો મેળવવા તમારે વાળ કાપવા પડે છે. આ હાલતથી બચવા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બાળકના વાળ રોજ ન ધોવા જોઈએ તે વાળની ખરાબ અને સૂકા કરે છે, જે તરત જ ઘૂંચવાઇ જાય છે તે પ્રાકૃતિક તેલ જે માથામાં મોજુદ હોય છે તેને પણ હટાવે છે જે તમારા બાળકના માથાને નરમ રાખવા માટે જરૂરી છે. વાંકડિયા વાળ ખુબ હેરાન કરી શકે છે. વાંકડિયા વાળની ગાંઠોથી બચવા માટે પોતાના બાળકના વાળ હંમેશા ઓળાવ્યા કરવા જોઈએ. દરરોજ પોતાના બાળકના વાળ ધોવા અને ઓળવવા જોઈએ. આ કેવળ લોહીના વહાવ ને સારો કરે છે એવું નથી, પરંતુ વાળની જળને પણ મજબૂત કરે છે.

૫. જિલેટિનનો ઉપયોગ કરો

ઘણા લોકોને ખબર નથી હોતી કે જિલેટિનમાં એવો ગુણ છે જે તમારા બાળકના વાળના વિકાસ માટે પણ સારું છે. તેમાં એમિનો એસિડ હોય છે. ગ્લાઈસિન અને પ્રોલિન, જે આપણા આહાર નો એક અનિવાર્ય ભાગ છે; પરંતુ જેમકે બાળક પ્રવાહી કાર્બોહાઇડ્રેટ્સ ઉપર વધારે નિર્ભર હોય છે. આ એમિનો એસિડ માત્ર એક બાળકના વાળને મજબૂત બનાવતા નથી, પણ તેની પાચન શક્તિ નિર્માણ કરવામાં પણ મદદ કરે છે.

તમારા બાળકના વાળની દેખભાળ માટે જિલેટીન વાપરવા તમારે જિલેટિનને ગરમ અને ઠંડા પાણી ના સરખા ભાગમાં એક ચમચી મધ સાથે સેબ સાઇડર સિરકા સાથે ભેળવવું પડશે. તેને બરાબર ભેળવીને પછી પોતાના બાળકના વાળમાં માલિશ કરો, અને સુકાઈ જાય પછી શેમ્પુ કે સાબુની મદદથી દ્યો લ્યો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon