Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકના મગજનો કરવો છે વિકાસ? તો ફોલો કરો આ ટિપ્સ


ઘરમાં દાદા-બા હોય એટલે બાળકોને રાત્રે અવનવી વાર્તા કહે. આ વાર્તા સાંભળવાના લીધે તેમની કલ્પનાશક્તિ તો વધે જ છે, સાથે મગજનો પણ વિકાસ થાય છે. આ વાતને વૈજ્ઞાનિકોએ પણ ટેકો આપ્યો છે. નાનાં બાળકોને રાત્રે સૂતી વખતે વાર્તા કહેવાથી મગજનો વધુ સારી રીતે વિકાસ થાય છે.

ભાષાકીય વિકાસને પ્રોત્સાહન મળે તે માટે બાળકનાં મગજ સાથે જોડાણ સાધવા અને શીખવા માટે વહેલું પ્રોત્સાહિત કરવા જન્મથી જ માતા-પિતાએ તેમની સામે વાંચવું જોઈએ. બાળકનાં મગજના વિકાસમાં શાળાએ જાય તે પહેલાંનાં વર્ષો ઘણાં મહત્વનાં હોય છે.

તમને જણાવી દઇએ કે, જન્મ પછીનાં શરૂઆતનાં વર્ષોમાં બાળકની સામે વાંચન કરવું ખૂબ મહત્વનું છે. વાચનથી બાળકની કલ્પનાશક્તિ વધે છે. બાળકના મગજમાં વાર્તા પ્રમાણેનાં ચિત્રણો બને છે, એ મુજબ તે પોતાનાં મનમાં દ્રશ્યો ખડા કરવા લાગે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon