Link copied!
Sign in / Sign up
3
Shares

બાળક ના જન્મ બાદ કેટલો સમય લાગે છે તમારા પેટ ને ફરી થી પહેલા ના આકાર માં આવતા🤔🤔

(૧) બાળકના જન્મ ના ૨૪ કલાક પછી 

દરેક માતાનો બાળક ના જન્મથતાં જ ૫.૪ કિ.ગ્રા. વજન ઘટી જાય છે કારણકે હવે તે તેમના બાળક ને નથી ઉપાડતી. તેમને લોહી નીકળે છે ,તરળ પદાર્થ નીકળે છે અને એમનિઓટિક ફ્લુઇડ પણ .આજ ૨૪ કલાક માં તેમનુ પેટ ધીરે ધીરે અંદર જવા નું શરૂ કરી દે છે .

(૨) એક અઠવાડિયા પછી 

તેમના શરીર માંથી હજીસુધી ફ્લુઇડ નીકળી રહ્યું હોય છે એના કારણે તેમનું વજન ઘટી રહ્યું હોય છે .આવા સમયે પોતાનું શરીર વજન મશીન ઉપર તપાસવા કCરતા સારૂ એ છે કે તમે તમારા જુના કપડાં પહેરીને જુઓ .જો તમે પહેલા ના કપડા સરળતાથી પહેરી શકો છો તો સમજી જાવ કે તમારું વજન ઘટી ગયુ છે .અને સાથે જ જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમારું વજન ઘટશે જ કારણકે ,સ્તનપાન કરાવવા થી તમારી ૧ દિવસ ની કેલરી વપરાય જાય છે .

(૩) થોડા (૨/૩ ) અઠવાડિયા પછી 

અમે તમને સલાહ આપશું કે તમે હજીપણ તમારું વજન કરાવો નહિ .કારણકે તમે હજી તમારા બાળકને જન્મ આપ્યો છે .એટલે તમે તાણ અનુભવતા હશો .અને આવાં સમયે જો તમે તમારો વધેલો વજન જોશો તો હજી તાણ વધશે તમારો વજન માપવા કરતા તમારી કમર ને ઈંચ માં માપો ,જેના થી તમને સાચી માહિતી મળશે .

(૪) એક મહિના પછી 

આ સાંભળતા ખુબજ નવાઈ લાગે છે પણ આ સામાન્ય વાત છે કે બાળક ના જન્મ ના એક મહિના પછી માતા નું ૯ કિલો વજન ઓછું થઈ જાય છે .ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ૧૧-૧૫ કિલો વજન વધારવા નું કહેવામાં આવે છે અને તે પ્રસુતિ પછી એક મહિના પછી ઓછું પણ થઈ જાય છે .

(૫) અઠવાડિયાઓ પછી 

આ સમયે યુટ્રેસ પેલવીસ માં પાછું આવી જાય છે આના કારણે તમારૂં પેટ નાનું અને પતલું થઈ જાય છે.આ બહુજ મોટો બદલાવ છે .

(૬) થોડા મહિનાઓ બાદ 

જે ડાયટ નું તમે ગર્ભાવસ્થા દરમિયાન પાલન કરતા હતા, જો એજ તમારા ગર્ભાવસ્થા પછી પણ પાળશો તો જલ્દી તમારું વજન ઘટાડી શકશો .સાથે જ થોડો વ્યાયામ કરવાથી પણ જલ્દીથી તમારૂં વજન ઘટશે અને તમારું પહેલા નું રૂપ પાછું મેળવી શકશો .

(૭) નવ મહિના પછી 

ગર્ભાવસ્થા માં જો તમારું વજન ૧૫ ,કિલો થી વધુ વધી ગયુ હોય તો તમારા પહેલા ના રૂપ માં આવવમાં મુશ્કેલી થઈ શકે છે .કારણકે તેમાં થોડો વધુ સમય જશે .એ કહેવુ સારું રહેશે કે દરેક મહિલા પોતાના હિસાબે પોતાનો વજન ઘટાડી શકે છે કોઇ નું જલ્દી ઘટી જાય છે તો કોઈ ને થોડો સમય લાગે છે .વજન ઘટાડવા માટે ક્રેશ ડાયટ ક્યારે પણ ના કરો કારણકે એ તમારા શરીર માં પૌષ્ટિક તત્વો ને આવતા રોકે છે .પ્રયાસ કરો કે તમે તમારા આહાર માં વધારે પ્રમાણમાં પ્રોટીન ,પાણી ,શાકભાજી ,અને ફળો ને ઉમેરો .

આ વાત ને વધુ થી વધુ શેર કરો .તમારા શેર કરવાથી તમારા જેવી ફિટનેસ રાખવા વાળી મહિલાઓને સાચી દિશા મળશે .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon