Link copied!
Sign in / Sign up
1
Shares

બાળકના ભણતર માટે જરૂરી છે ઘરમાં ‘આવું’ વાતાવરણ, જાણી લો તમે પણ


શાળામાં અભ્યાસ કરતાં બાળકોના જીવન અને તેમના ભણતર માટે માતાની ઘરમાં હાજરી મહત્વની હોય છે કે કેમ તે મુદ્દે લાંબી ચર્ચાઓ થતી રહે છે. પરંતુ સંશોધકો હવે તારણ સુધી પહોંચ્યા છે કે બાળકના જીવન ઘડતર અને વિકાસમાં લાંબે ગાળે માતાની હાજરી કે ગેરહાજરી નહીં પરંતુ ઘરનું સ્થિર અને મધુર વાતાવરણ વધુ મહત્વનું છે. તેમાં જો માતા નોકરી કરીને કુટુંબની આવક વધારતી હોય તો બાળકો વધુ હૂંફ મેળવીને સુરક્ષિત જીવનનો અહેસાસ કરી શકતા હોય છે.

સમીક્ષકો આ વિષય પર લાંબુ સંશોધન કરીને આ તારણ પર પહોંચ્યા છે. નાનું બાળક ભણતું હોય ત્યારે માતાએ ઘરમાં રહેવું કે નોકરી પર જવું તે પ્રશ્ન હમેશા ચર્ચામાં રહેતો હોય છે. એવું પણ કહેવાતું રહે છે કે માતા નોકરી પર જતાં દિવસ દરમિયાન તેમના બાળકોની સંભાળ રાખનાર કોઈ હોતું નથી. બાળકના માનસિક વિકાસ પર પણ તેની વિપરીત અસર પડે છે. આ ચર્ચા રાજકારણનું રૃપ લઇને ચર્ચાતી રહે છે. પરંતુ સંશોધકોએ તે મુદ્દે વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.

મહિલાઓને કાર્યના સ્થાને લાવવાની નીતિઓ ઘડાવા સાથે મહિલા પર ચોમેરથી દબાણભરી સ્થિતિનું સર્જન થયું હતું. તેવામાં ર્વિંકગ વુમનના બાળકો ખરેખર જીવનમાં શું પ્રાપ્ત કરે છે તે મુદ્દે પણ ચર્ચા થવી ઘટે. મહિલાઓ સામે આ પ્રશ્ન હમેશા આવતો હોય છે. બાળકને જન્મ આપ્યા પછી નોકરી પર પાછા ફરવું કે ઘરમાં રહેવું. તેમને એ મુદ્દે પણ વિચારવું પડે છે કે બાળકને જન્મ આપ્યા પછી કેટલા સમય પછી તે કાર્યના સ્થળે પાછી ફરી શકશે. કુટુંબના વિકાસ માટે મહિલા નોકરી કરે તે હકીકત પણ એટલી જ સાચી હોય છે. હકીકતે નોકરી કરીને ઘરની આવક વધારીને મહિલા ઘરમાં બાળક માટે વધુ સલામત વાતાવરણ સર્જી શકે છે. પોતાની ગેરહાજરીમાં બાળકો માટે થોડા ખર્ચાળ રમકડાં કે ર્લિંનગ મટીરિયલનું ખર્ચ કરવું પડે પરંતુ સમગ્ર કુટુંબના જીવનધોરણને ઊંચુ રાખવા મહિલા નોકરી કરે તે હિતમાં હોય છે. બાળકો સાથે માતા દ્વારા થતા સંવાદની ગુણવત્તા પણ તેથી સુધરતી હોય છે. બાળકના ભાષાવિકાસ કે કૌશલ્ય વિકાસમાં પણ માતાની આ પ્રકારની હૂંફ મહત્ત્વની બની રહે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon