Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકમાં એન્ટીબાયોટિકને લીધે સ્થૂળતા

પાંચ મહિનાથી ઓછી ઉંમરના શિશુઓને એન્ટીબાયોટિકનો ખોરાક આપવાથી બાળપણમાં તેમના સ્થૂળ થવાની આશંકા વધી જાય છે. ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન અને વેજનર સ્કૂલ ઓફ પબ્લિક સર્વિસના સંશોધકોએ પોતાના અક સંશોધનમાં જાણ્યું કે જીવનની શરૂઆતમાં એન્ટીબાયોટિક ખાવાથી આપણને દુબળા રાખનારા આંતરડાના સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા મરી શકે છે.

સંશોધનમાં જોવા મળ્યું કે જન્મના પાંચ મહિનાની ઉંમર સુધી એન્ટીબાયોટિક ખાનારા શિશુને તેમણે તેમની જ ઉંમર ધરાવતા અન્ય શિશુઓની સરખામણીમાં વધુ વજનવાળા જોયા.

38 મહિનાની ઉંમર સુધી પહોંચતા એન્ટીબાયોટિકનો ખોરાક લેનારા બાળકોમાં સ્થૂળતાનો શિકાર બનનારાની આશંકા 22 ટકા સુધી વધી જાય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon