Link copied!
Sign in / Sign up
2
Shares

બાળક પર ઘરેલું ઉપચાર ક્યારે ન કરવો જોઈએ?

આપણે મોટેભાગે ઘરેલું ઉપચારથી મદદ મેળવીએ છીએ અને ઘણી સમસ્યાઓમાં તે ખૂબ જ અસરકારક પણ સાબિત થાય છે. પરંતુ જરૂરી નથી કે દર વખતે તે તમને લાભ જ કરે અને જ્યારે વાત બાળકની આવે ત્યારે તે વધુ અગત્યની બાબત બની જાય છે. ઘરના ઉપાયોમાં કોઈ ખામી નથી, પરંતુ જરૂરી નથી કે તમે દરેક રોગમાં ઘરે જ ઉપચાર કરો અને આજે અમે, આ વિષયના બ્લોગને તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

જો બાળકને કંઈ થાય તો તરત જ ઘરના લોકો તેમના વિવિધ પ્રકારનાં ઉપચારને બતાવે છે અને શિશુની અલગ અલગ રીતે સારવાર કરે છે. ઘણીવાર આ ઉપાયો શિશુને મદદ કરે છે અને કેટલીકવાર તે તેમના માટે સમસ્યા વધુ મુશ્કેલ બનાવી શકે છે. મોટે ભાગે એમ થાય છે જ્યારે ઘરેલું ઉપચાર કામ ના કરે ત્યારે તે નુકસાન પણ નથી પહોંચાડતું અને કંઈ લાભ પણ નથી કરતું. પરંતુ આ માપ પણ એક હદ સુધી જ બરાબર છે. નીચે અમે તમને કેટલીક એવી પરિસ્થિતિઓ કહી રહ્યા છીએ, જેમાં બાળકને ઘરેલું ઉપચાર ના બદલે સીધા ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ.

 

ચેપ અથવા એલર્જી

જો તમારા બાળકને એલર્જી કે ચેપ અથવા ચામડી સંબંધિત કોઈ સમસ્યાઓ હોય તો, પછી આ માટે ઘરેલું ઉપાય ન કરતાં, બાળકને સીધું ડૉક્ટર પાસે લઈ જાઓ. બની શકે કે કદાચ તમારા બાળકને તેનાથી એલર્જી થાય અને તે આ સમસ્યા વધારી શકે છે.

તાવ

સામાન્ય તાવમાં ઘરેલું ઉપચાર કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમારા બાળકને ઘણો વધારે તાવ થાય તો ઘરેલું ઉપચાર કરવાને બદલે, શક્ય તેટલું જલદી ડૉક્ટર પાસે લઈ જાઓ. કારણ કે ઘણીવાર એમ થાય છે કે ઉંચો તાવ મગજમાં ચડી જાય છે અને તે બાળક માટે જીવનું જોખમ પણ બની શકે છે.

 

પેટમાં દુખાવો

પેટના દુખાવાના સમયે લોકો અજમાનું પાણી, શેક વગેરે જેવા ઘરેલુ ઉપચાર કરે છે, જે ખોટું નથી. પરંતુ જો બાળકને થોડી-થોડી વારે પેટમાં દુઃખાવો થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો, કારણ કે બની શકે કે બાળકને ઇન્ફેક્શન ના લક્ષણ હોય અને તે બાળકને નુકસાન કરી શકે છે.

 

ઉલ્ટી કે પેટ ખરાબ થવું

ક્યારેક ક્યારેક બાળકને સતત ઉલટી કે પેટ ખરાબ થવાની સમસ્યા હોય છે. આવી પરિસ્થિતિમાં, શિશુને વારંવાર પાણી પીવડાવવું જોઈએ અને ઘરે સારવાર કરવાને બદલે તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ, નહીં તો આ સમસ્યા મોટું રૂપ લઈ શકે છે.

શરદી-ઉધરસ 

એમ તો ઉધરસ અને કફ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તેની સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો બાળકને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત તેના ઘરેલું ઉપાય કરવામાં આવે છે, જોકે તે ખોટું નથી, પરંતુ તે ચોક્કસ અંશ સુધી જ ઠીક છે.

શરદી-ઝુકામમાં વધારો થવાથી બાળકને શ્વાસ લેવાની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ઘરેલું ઉપચારમાં કોઈ ખામી નથી પરંતુ આ સમસ્યાનો ઉકેલ પણ નથી, તે શિશુને થોડા સમય માટે જ રાહત આપશે અને શિશુને ફક્ત થોડો જ આરામ મળશે. આ ઉપરાંત, તે એક ધીમી પ્રક્રિયા છે, તેથી આની પર નિર્ભર રહેવું એ સમસ્યાનો ઉકેલ નથી.

જો તમારા શિશુના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા હોય તો ઘરેલુ ઉપચારમાં વધારે સમય ન બગાડતા તરત જ બાળકને ડૉક્ટર પાસે લઇ જાઓ અને સલાહ લો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon