Link copied!
Sign in / Sign up
0
Shares

બાળક માટે આયા રાખવી કે નહિ?

કામ કરતી માતાઓ માટે ઘણા બધા ફાયદાઓ છે. પરંતુ એક જ ગેરફાયદો છે કે તમે તમારા બાળક સાથે એટલો સમય વિતાવી શકતા નથી જેટલો તમે વિતાવવા ચાહો છો. એવું નક્કી કહી શકાય છે બાળક જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે ઘણી બધી જવાબદારીઓ લઈને આવે છે. તમારું બાળક મોટું થાય છે ત્યારે તે તમારી પાસેથી પ્રેમ અને સાર-સંભાળ ઈચ્છે છે, અને તમે પણ આ બધી વસ્તુઓ તેમને આપવી જોઈએ. આનો મતલબ એ નથી કે તમે તમારું કામ કરવાનું રહેવા દેવું પરંતુ જ્યારે પણ તમારું કામ પૂરું થઈ જાય ત્યારે તમારા બાળક ને સમય આપવો.

જ્યારે તમે કામ માટે ઘર ની બહાર હોવ ત્યારે તમારા બાળક ની સારસંભાળ માટે કોઈ ઘરે હોવું એ જરૂરી છે. જો તમારા બાળક ની સારસંભાળ લેવા માટે તમારી ઘરે કોઈ ના હોય ત્યારે તમારે એના સારસંભાળ માટે કાં તો આયા રાખી લેવી કાં તો બેબી સીટર ને ત્યાં મોકલી દેવું. એ વાત ઘણી સામાન્ય છે કે તમારા બાળક માટે અનુભવી બેબી સીટર રાખવું. ઘણી વાર લોકો કહે છે કે બાળક માટે આયા રાખવી એ ખોટું છે પણ એમ નથી. જો તમને તમારા બાળક ને અજાણ્યા વ્યક્તિ સાથે રાખવું યોગ્ય લાગતું નથી, પણ તમે તે વાત પર ધ્યાન આપો કે તે વ્યક્તિ વધારે સમય માટે અજાણી રહેવાની નથી. તમને શરૂઆત ના વર્ષો માં તમારા બાળક ને આયા સાથે રાખવામા ખચકાટ થશે. પરંતુ પાછળ થી એ તમારા બાળક માટે ઘણું ફાયદાકારક નીવડશે. તમને તમારા બાળક સાથે સવારે અને રાત્રે સમય વિતાવવા મળશે. એ યાદ રાખો કે તમે જ્યારે કામ કરવા જશો ત્યારે જ તમારું બાળક તમારાથી દૂર રહેશે. આ ટૂકા ગાળા માં તમને અને તમારા બાળક ને ઘણો ફાયદો થશે.

તમે માત્ર એ વસ્તુ ની કાળજી રાખો કે તમે જે આયા ને રાખો તે તેનું કામ કરવા માટે સક્ષમ અને સારી રીતે પ્રશિક્ષિત હોવી જોઈએ. એનો મતલબ એવો થાય છે કે તેને રાખતા પહેલા તમે તેની વિષે તમામ વિશ્લેષણ કર્યા પછી જ તેને કામ પર રાખો. જો તમે તેને કોઈ એજન્સી ની મદદ થી કામ પર રાખતા હોવ તો તમે તેની તમામ માહિતી એકત્રિત કરી એને જ્યાં જ્યાં કામ કર્યા હોય એની માહિતી એકત્રિત કરો. તથા તેણે જે પરિવારો માટે કામ કર્યા હોય તેમની પાસે થી તેના વિષે ના અભિપ્રાયો લો અને તેના વિષે ની તકરાર વિષે વિશ્લેષણ કરો. તમે એમાથી કોઈ પરિવાર ને સંપર્ક કરો અને તેના વિષે નો અભિપ્રાય લો.

તમે તેને લેવાની પ્રક્રિયા કરો ત્યારે તમે તેની સાથે સામાન્ય વાતચીત કરી ને તેનો ઇન્ટરવ્યૂ લો॰ તમને એ વાત નો અંદાજ લગાવવો જરૂરી છે કે એ વ્યક્તિ ખરેખર એના કામ માટે જુસ્સો ધરાવે છે કાં તો એને નાના બાળકો પસંદ છે. આમ છતાં તમે સહમત ના હોવ તો તમે તેમને ઘરે બોલાવો અને તમારી હાજરી માં તમારા બાળક ને કેવી રીતે સંભાળે છે એ જુવો. એ વાત ને નોટ કરો કે તમારું બાળક આયા ની સાથે ખુશ છે કે નહીં. અનુભવી આયા જાણે છે કે બાળક ને કેવી રીતે મનોરંજન આપવું અને કેવી રીતે ખુશ રાખવું અને આમ હોય તો તમારી પસંદ સાચી છે.

અને તમને જરા પણ એવી લાગણી થાય કે તમારી આયા કામ માટે યોગ્ય નથી તો આગળ વધો અને તમારી વૃત્તિ ને અનુસરો. તમને એવી વ્યક્તિ ને જ કામ પર રાખવી જોઈએ કે જેની સાથે તમે આરામદાયક રહો અને જેના પર તમને સંપૂર્ણ વિશ્વાસ હોય. ટૂક માં તમે એટલું ધ્યાન રાખો કે તમારું બાળક સારા હાથો માં હોય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon