બાળક કઈ રીતે ગર્ભમાં સમાય છે? જુઓ નવ મહિના આ ચાર મિનિટ માં👶🏻
જેમ-જેમ બાળક ગર્ભમાં મોટો થાય છે, તે ગર્ભમાં હલવા માંડે છે. તે તેના પગથી અથવા તેના હલચલથી તમે અનુભવી પણ શકો છો. બની શકે છે કે પાછળના મહિનામાં તેના રહેવા પૂરતી જગ્યા ન હોય પણ જેમ-જેમ આપની ડિલિવરી પાસે આવતી જાય તેમ તમને જાણવું જરૂરી થાય છે કે બાળક કઈ અવસ્થામાં છે જેથી તે સરખી રીતે બહાર આવે. છેલ્લા મહિનામાં ડોક્ટરો એને ચેક કરતાજ હશે કે બાળક કઈ અવસ્થામાં છે. ચાલો આપણે પણ જાણીએ બાળક કઈ અવસ્થામાં છે.
૧. ઇન્ટેરિયર

આમ બાળક ઊંધું હોય છે અને તેનું મોં તમારી પીઠ તરફ હોય છે. એના ગોઠણ તેના માથા તરફ હોય છે અને તેનું માથું પૅલ્વિસ માં જવા માટે તૈયાર હોય છે. બાળક તેનું માથું અને ગળું હલાવી શકે છે. માથાનો સૌથી સરળ ભાગ યોની ને ખોલવામાં મદદ કરે છે. વધારે પડતા બાળકો આ અવસ્થામાં ૩૩ થી ૩૬ અઠવાડિયે આવે છે. આ ડિલિવરી માટે ની એક સુરક્ષિત અવસ્થા મનાય છે.
૨. પોસ્ટીરીયર

આમ પણ બાળક ઊંધું હોય છે અને તેનું મોં તમારા પેટ તરફ હોય છે. દુખાવાના પેહલા તબક્કામાં લગભગ ૧/૩ અને ૨/૩ બાળકો આ પોઝિશન માં હોય છે. ડિલિવરી ની પેહલા ઘણા ખરા બાળકો પોતાને ફેરવી લેઇ છે, અને આમ ૧૦ થી ૨૮% બાળકો આવું નથી કરી શકતા. બાળકોની આવી પોઝિશન થી વધારે પડતી સ્ત્રીઓને કમર ના દુખાવા ની તકલીફ થાય છે. આ સ્થિતિમાં ડિલિવરી સમય ધાર્યા કરતા વધારે લાગી શકે છે.
૩. બ્રિચ

આમ બાળક સીધું હોય છે. આમ ત્રણ પ્રકાર હોય છે- ફ્રેન્ક બ્રિચ: બાળકના પંજા તેના માથા પાસે હોય છે. તેના પગ ઉપર શરીર તરફ હોય છે.
કંપ્લીટ બ્રિચ: બાળક ના પગ વળેલા હોય છે.
ફૂટલિંગ બ્રિચ: બાળકના પગ નીચે તરફ હોય છે.
બ્રિચ પોઝિશન ડિલિવરી માટે યોગ્ય નથી મનાતી. દરેક ૨૫ બાળક માં ૧ બાળક નો જન્મ આ સ્થિતિ માં થાય છે. જોકે વધારે પડતા બાળક આ સ્થિતિ માં સ્વસ્થ જ હોય છે. પણ આમાં એમનામાં કઈ ખામી હોવાની શક્યતા રહે છે. બ્રિચ પોઝિશન ની ડિલિવરીમાં બાળકનું માથું છેલ્લે નીકળે છે. આથી તેમને બહાર આવવામાં મુશ્કેલી થાય છે. આવામાં ક્યારેક અમ્બિલિકલ કોર્ડ (નાળ) ગળામાં વીંટાય જાય છે. આમ તો ડૉક્ટર આપને જરૂર જણાવશે કે બાળકની પોઝિશન કઈ રીતે બદલવી અને તે પ્રમાણેની કસરત કરવી. પણ તેમની હાજરી માંજ આપ તે કરશો અને તે 50% કામ કરે છે. આવી ડિલિવરી હંમેશા સી-સેકશન માં થાય છે. આ રીત ને ઈ-સી- વી પણ કહે છે.
૪. ટ્રાન્સવર્સ પોઝિશન

આ એક અદભુત પોઝિશન હોય છે. આ પોઝિશન માં બાળક સીધું હોય છે. આ ઘણા ઓછા લોકો માં હોય છે. લગભગ તો બાળક પોતાને ડિલિવરી પહેલા ફેરવી લેઇ છે. પણ જો ન ફેરવે તો આને સી-સેકશન થી નીકળાય છે.
આવી સ્થિતિ માં ક્યારેક અમ્બિલિકલ કોર્ડ પહેલા બહાર આવી જાય છે. આ તાત્કાલિક સ્થતિ હોય છે. આવામાં તરત સી-સેકશન થી બાળકને કાઢવામાં આવે છે.
