Link copied!
Sign in / Sign up
1
Shares

અનુષ્કા શર્મા, કાજોલ તથા અન્ય એક્ટ્રેસિસના સાસુમા સાથે આખરે કેવા હોય છે સંબંધો🤨🤨

બોલિવૂડમાં સાસુ તથા વહુના સંબંધો સામાન્ય લોકોની જેમ જ ખાટા-મીઠા હોય છે. કાજોલ તથા તેના સાસુ વીણા દેવગણ વચ્ચે ઘણાં જ સારા સંબંધો રહ્યાં છે. જોકે, માત્ર કાજોલ જ નહીં બોલિવૂડની અન્ય એક્ટ્રેસિસના સંબંધો પણ તેમની સાસુ સાથે સામાન્ય રીતે સારા જ રહ્યાં છે.

કાજોલ

સાસુઃ વીણા દેવગણ

કાજોલ અને તેની સાસુ વીણા દેવગણ વચ્ચે સારું બોન્ડિંગ છે. ફિલ્મ 'દિલવાલે'ના શૂટિંગ સમયે કાજોલ બલ્ગેરિયામાં હતી. ત્યારે વીણાએ જ ન્યાસા તથા યુગની સંભાળ રાખી હતી. કાજોલ જ્યારે પણ પોતાના કામમાં બિઝી હોય ત્યારે સાસુ વીણા જ બંને સંતાનોનું ધ્યાન રાખે છે અને ઘરની સંભાળ લે છે.

બોલિવૂડની સાસુ-વહુની વાત કરીએ તો એશ અને જયાને એકબીજા સાથે સારું બને છે. જયા મોટાભાગે પોતાની વહુ એશનો પક્ષ લે છે અને ડિફેન્સ કરે છે. જયાને વહુ એશ વિરૂદ્ધ કંઈ સાંભળવું પસંદ નથી. એક પાર્ટીમાં ઐશ્વર્યાને પત્રકારોએ એશ કહીને બોલાવી હતી. જેને લઈને જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ હતી. અલબત્ત, ઘણીવાર એશને જયા બચ્ચનનું આ વર્તન પસંદ આવતું નથી. તેથી જ જયા અને એશ વચ્ચેના સંબંધોને લઈને કોઈને કોઈ વાતો થતી રહે છે.

જેનેલિયા ડિસોઝા

સાસુઃ વૈશાલી દેશમુખ

જેનેલિયા ડિસોઝા પોતાની સાસુ વૈશાલી સાથે અનેક જગ્યાએ જોવા મળે છે. જેનેલિયા ડિસોઝાની તેની સાસુ સાથેની આ તસવીર ખાસ બની હતી. જ્યારે જેનેલિયા સંતાનને જન્મ આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ હતી.

કરિના કપૂર

સાસુઃ શર્મિલા ટાગોર

કરિના કપૂર પોતાની સાસુ શર્મિલા ટાગોરને અમ્મા કહીને બોલાવે છે. સૈફ પોતાની મોમને અમ્મા કહે છે, તેથી જ કરિના પણ અમ્મા જ કહે છે. કરિના પોતાની સાસુ શર્મિલાની કાળજી પોતાની મોમ બબિતાની જેમ જ કરે છે. કરિના કહે છે કે અમ્મા એક લિજેન્ડરી સ્ટાર છે. તે પટૌડીની રિયલ બેગ છે. તે શર્મિલાની ઘણી જ મોટી ફૅન છે.

નીતુ કપૂર

સાસુઃ કૃષ્ણા કપૂર

સાસુ-વહુના સંબંધોની વાત આવે ત્યારે બોલિવૂડમાં નીતુ સિંહ તથા કૃષ્ણા કપૂરની વાત જરૂરથી જાય છે. કૃષ્ણા કપૂરે હંમેશા પોતાની વહુ નીતુના વખાણ કર્યાં છે. આટલું જ નહીં કૃષ્ણા કપૂરને નીતુ સિંહની રસોઈ ઘણી જ પસંદ છે. નીતુ કહે છે કે એવો એક દિવસ નથી, જ્યારે તે તેની સાસુની વાત ના કરે.

રાની મુખર્જી

સાસુઃ પામેલા ચોપરા

ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ચોપરાની સાથે રાનીએ સિક્રેટ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ રાની સાસુ પામેલા સાથે જ પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. રાની તથા પામેલા અનેક જગ્યાએ સાથે જોવા મળે છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon