Link copied!
Sign in / Sign up
39
Shares

અણગમતા વાળથી કાયમી છુટકારો અપાવશે આ ૭ બેસ્ટ ઘરેલૂ નુસખા!😊

દરેક મહિલાઓ ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવી સુંદર દેખાવા ઈચ્છે છે. ખાંડ, દહીં, ઓટમીલ સ્ક્રબ, લીંબુનો રસ અને મધ ચહેરાના અણગમતા વાળથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે અણગમતા વાળથી છુટકારો મેળવી શકો છો.

4 ચમચી મધ અને 2 ચમચી લીંબુના રસને સરખી રીતે મિક્સ કરો. પછી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. વધુ સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2 વખત લગાવો.

જવના દળિયા બેસ્ટ એક્સફોલિએટિંગ એજન્ટ હોવાની સાથે તમારા ચહેરાના વાળ હટાવવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી જવના દળિયામાં 8 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તેને સરખી રીતે મિક્સ કરીને ૧૫ થી ૨૦ મિનીટ લગાવી રાખો. પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયે ૨ વખત આ ઉપાય કરવાથી ફાયદો મળશે.

1 ચમચી મધમાં દહીં મિક્સ કરીને તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. સુકાય ગયા પછી તેને ખાંડથી હળવા હાથે રબ કરીને કાઢી લો. ચહેરા ધોઈ લીધા પછી કોઈ સારું ટોનર અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

મકાઈનો લોટ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઈંડું મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2થી 3 વખત લગાવો.

1 વાટકી મસૂરની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં ક્રશ્ડ કરેલું બટાકું મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી સુકાય જવા દો. સુકાય ગયા પછી તેને પાણીથી ધોઈ લો.

1 વાટકીમાં ચણાનો લોટ લો. તેમાં ચપટી હળદર અને પાણી મિક્સ કરીને પેક બનાવી ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી પાણીથી ધોઈ લો. આ પેક તમે રોજ તમારા ચહેરા પર લગાવી શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon