Link copied!
Sign in / Sign up
2
Shares

એલર્ટ : 7 ખાવાની વસ્તુઓ જેમને ફ્રિજ માં સંગ્રહ કરતાં પહેલા વિચારો.....

આ દિવસો માં અને ખાસ કરીને આ જમાના માં આપણે ફ્રિજ પર બહુ જ નિર્ભર છીએ કે જેથી કરીને કોઈ પણ વસ્તુ ખાધા પછી તેને આપણે ફ્રિજ માં મૂકી દઈએ છીએ અને તે વસ્તુનો આપણે બીજી વખત ઉપયોગ ન કરીયે ત્યાર સુધી તેને જોતાં પણ નથી.પરંતુ આ વસ્તુ ની નોંધ લેવી જરૂરી છે કે ફ્રિજ માં મૂકેલી બધી જ વસ્તુઓ તાજગી નું પ્રતિક નથી. તેથી અમુક ખાધ્યપદાર્થોને ફ્રિજ માં રાખતા પહેલા આ બાબતો ને અનુસરવી ખૂબ જ જરૂરી છે.

૧. ટામેટા 

જ્યારે તમે ટામેટાં ને ઘરે લાવો છો ત્યારે તમે કાં તો એને સખતતાપૂર્વક પેક કરી દો છો કાં તો એને બોક્સ માં રાખીને ફ્રિજ માં મૂકી દો છો.આ વસ્તુ નો અર્થ છે ખરો? ટામેટાં જેટલા ઠંડા હોય તેટલા વધારે કુરકુરા અને તાજાં હોય છે. એવું લોકો નું માનવું હોય છે પણ આ વાત તદ્દન સાચી નથી. અને અભ્યાસ દર્શાવે છે કે જ્યારે ટામેટાં ને ફ્રિજ માં રાખવા માં આવે છે ત્યારે તે જેટલા સમય માટે ફ્રિજ માં રહે છે ત્યારે તે તેનો સ્વાદ અને ગુણ ગુમાવતો જાય છે.અને છેવટે તે નકામું બની જાય છે. તેથી તેને ઓરડાના તાપમાને રાખવું એ જ યોગ્ય વિકલ્પ છે.

૨. ડુંગળી

તમે કદાચ ડુંગળી ને ઓરડાના તાપમાને સંગ્રહિત કરતાં હશો . પણ કેમ? કારણકે તમારા માતા પણ એવું જ કરતાં હતા એટલે? પણ આના માટે નું યોગ્ય કારણ શું હોય શકે? ડુંગળી ધીમે ધીમે પોતાની સખતતા ગુમાવે છે અને નરમ બનતી જાય છે.અને કોઈને પણ પોતાની થાળી માં નરમ ડુંગળી ખાવાની ન જ ગમે.પરંતુ આ બધુ ત્યારે જ બને છે જ્યારે તમે ડુંગળી ના બાહ્ય પડ ને કાઢીને ફ્રિજ માં મૂકો છો.

૩. તડબૂચ

તડબૂચ હોય કે શક્કરટેટી , જ્યારે તેમને તમે ઠંડા તાપમાન માં મૂકો છો ત્યારે તેમના માં રહેલા એંટીઓક્સિડંટ્સ ના સ્તર માં ફેરફાર આવે છે જેનું કારણ તેમના પોષકતત્વો પર થતી ઠારણ અસર છે.તેથી તમે તડબૂચ કાં તો શક્કરટેટી ને તમારા કિચન ની એવી જગ્યા પર સંગ્રહિત કરો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ ના આવતો હોય.

૪. બ્રેડ

પ્રસિદ્ધ માન્યતા વિરુદ્ધહ, બ્રેડ ને ફ્રિજ માં રાખવાથી એ તાજી જ છે એવું કહી શકાંતું નથી. પરંતુ તેવું કરવાથી બ્રેડ સખત બની જાય છે અને તેને ચાવવી મુશ્કેલ બની જાય છે. આનાથી બ્રેડ વાસી પણ બની જાય છે. તેથી બ્રેડ ને હવાચુસ્ત કન્ટેનર માં રાખવી એ જ યોગ્ય વિકલ્પ છે. આ ઉપરાંત તેની વાપરવાની અંતિમ તિથી પર પણ નજર રાખવી જરૂરી છે.

૫. મધ

તમે એવું વિચારતા હશો કે મધ ને ફ્રિજ માં મૂકવાનો નો કોઈ ફાયદો નથી કારણકે મધ ફ્રિજ માં રહ્યા વગર જ સારું રહી શકે છે. પરંતુ જો તેને ફ્રિજ માં લાંબા ગાળા માટે મૂકવામાં આવે તો તે સખત બની જશે ઉપરાંત, અખાધ્ય પણ બની જશે.

૬. લસણ

લસણ ને શુષ્ક અને સારી હવાની અવરજવર વાળા વાતાવરણ ની જરૂર હોય છે.પરંતુ જો તેને ફ્રિજ જેવા ઠંડા અને ભીના વાતાવરણ માં મૂકવામાં આવે તો તેમાં અંકુરન ફૂટવાની તથા તે રબર જેવુ થવાની શક્યતાઓ રહેલી છે. તેનો મતલબ કે તે લાંબા સમય સુધી ખાવા યોગ્ય રહેતું નથી.

૭. બટાકા

બટાકા માં ઘણી માત્રા માં સ્ટાર્ચ રહેલો હોય છે પરંતુ જ્યારે બટાકા ને ઠંડા વાતાવરણ માં મૂકવામાં આવે છે ત્યારે તેમાં રહેલો સ્ટાર્ચ શર્કરા માં રૂપાંતરણ પામે છે.અને જ્યારે તેમને તવા પર મૂકવામાં આવે છે ત્યારે તેમનો રંગ એટલો મોહક લાગતો નથી. આથી તેમને હવાદાર મલમલ ના કપડાં માં અથવા જાળી વાળા કપડામાં રાખવા જોઇયે કે જેથી તેના છિદ્રો વડે હવાની અવરજવર થતી રહે.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon