Link copied!
Sign in / Sign up
1
Shares

આખરી વેકેશેન દરેક માતા ને જરુરી છે!

મારા વાલી ઘણા દુર રહે છે મારા થી, તેથી જ્યારે પણ મને મુલાકાત લેવાનોં મોકો મળે, હું કુદીને જાવ છુ. અને જેવો હું ઘરમાં પગ મુકુ, મારામાં રહેલી માતા અને પત્ની આ બેફિકર ટીનેજર માં બદલાઈ જાય છે. મારો અને મારી દિકરી ને હું મારી માતાને હવાલે કરી દવ છુ, જ્યારે હું બીજી બધી વસ્તુઓ નું ધ્યાન રાખુ છુ જેમકે પ્લાન બનાવાનો મારી બધી ફ્રેન્ડ્સ ને મળવાનો, શોપીંગ અને ખાવાનો. તેથી અહીં બધી વસ્તુઓ ની સુચી છે જે મને ગમે છે કરવી જ્યારે હું મારા વાલીનાં ઘરે જાવ છુ:

૧.મમ્મીનાં હાથનું ખાવાનું

મારી માતા મારી રોજીંદા ખોરાકની ઈચ્છાઓ જરુર માને છે.મમ્મીની હાથનું ખાવાનું થી વધારે સ્વાદિષ્ઠ કશુ નથી હોતુ. અને તેથી જ્યારે હું જ્યારે હું અહીં હોવ છુ, હું ખાતરી કરુ છુ કે મમ્મી પાસે સુચી હોય છે મને ખાવુ હોય. સામાન્ય દાળની સુગંધ અથવા ખીર થી મારી ભુખ વધી જાય છે.

૨.ગોસીપ

ગપશપ કરવી, ગોસીપ કરવી તમે જે કહો તે, એ કશુક છે જે હું મારી માતા સાથે કલાકો સુધી કરી શકુ છુ. જ્યારે તેની સાથે હોવ કે ફોન માં સમય નો ખ્યાલ જ નથી રેહતો.

૩.શોપીંગ

સેલ હોય કે ના હોય, અમે તો પણ શોપીંગ કરવા જઈએ છે. મમ્મી અને હું કલાકો સુધી એ વસ્તુઓ જોઈએ છે જે અમને ખરેખર જોઈતી નથી પણ તો પણ લઈ લઈએ છીએ. અને કોઈવાર બાળકને તેની નાની સાથે એકલા મુકી ને એકલા શોપીંગ જવાની તક હું છોડતી નથી.

૪. ફ્રેન્ડ્સ ને મળવાનું

ઓહ હા, ફ્રેન્ડ્સ સાથે પ્લાન બનાવાનું તો હું ટીકીટ લવ ત્યારથી શરુ થઈ જાય છે. બાળપણ નાં મિત્રો, કોલેજ નાં મિત્રો, અને પડોશી મિત્રો - હું બધાને બને તેટલુ મળવાનો પ્રયત્ન કરુ છુ.

૫.આળસુ ની જેમ પડ્યા રેહવુ

ખાલી મારા વાલીનાં ઘરે માતા/પત્ની ને આળસુ થવાનો અધિકાર છે. મારી દિકરી ની દરેક નાની ઈચ્છાઓ તેના નાના/નાની દ્વારા પુરી થાય છે. એ રીસોર્ટ જયા વગરનો પુરેપુરો આરામ લાગે છે.

૬.ઊંઘ

હું વાસ્તવ માં વર્ષમાં રહી ગયેલી બધી ઊંઘ ને ખાલી મારા વાલીનાં ઘરે એક અઠવાડીયામાં પુરી કરી દવ છુ. અને શ્રેષ્ઠ ભાગ એ છે કે હું મને ગમે તે કરી શકુ છુ.

૭.લાડ લડાવા

સલોન ની સંભાળ માતાની લાડ ની સામે કશે ના આવે. હેર મસાજ, તેની સુખાકારી માટેની પ્રેમાળ ચિંતા સ્પા ટ્રીટમેન્ટ જેવુ કામ કરે છે.

૮.ફોટો આલ્બમ

અમને જુના ફોટો આલ્બમ કાઢવા ખુબ ગમે છે. મારી દિકરી ને પણ તેની માતા કેવી હતી તે જોવામાં મજા આવે છે.

૯.ગાંડા કાઢવા

જ્યારે હું ઘરે જાવ છુ અને જો મારો ભાઈ પણ એ જ સમયે આવાનો હોય, ગાંડાપણુ શાસન કરે છે. અમે અમારુ કવચ ઉતારી દઈએ છીએ અને ખુલ્લા ગાંડા કાઢીએ છીએ. ત્યાં કોઈ નિયંત્રણો નથી અને અમને રોકવા વાળુ કોઈ નથી. અમે અમારા મનપસંદ ગીત ને સાંભળ્યે છીએ અને ડાન્સ કર્યે છીએ અથવા મુર્ખ જોક્સ કહ્યેં છીએ અને ખુબ હસીએ છીએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon