Link copied!
Sign in / Sign up
1
Shares

પરેશ રાવલએ આજે પણ સાચવી રાખી છે સુનીલ દત્તની લખેલી ચિટ્ઠી, વાંચો સંપૂર્ણ કહાની🙃

પોતાના દમદાર અભિનયથી લોકોને દીવાના કરવાવાળા મહાન અભિનેતા પરેશ રાવલ સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ માં સુનીલ દત્તની ભુમીકા ભજવી રહ્યા છે. એમનું માનવું એવું છે કે આ પાત્ર નિભાવવું એમના નસીબમાં નિહિત હતું. એમનું કેહવું એવું છે કે એમને એક વાર પોતાના જન્મદિવસ પર એક પત્ર મળ્યો હતો અને તે અભિનેતા સંજય દત્તના પિતા સુનીલ દત્તએ લખ્યો હતો.

પરેશએ કહ્યું,”મારી સાથે સુનીલ દત્તનો ખુબ જ વિશેષ સંબંધ છે. ૨૫ મે ૨૦૦૫ એ મુંબઈમાં મેં ‘ફિલ્મ દીવાને હુએ પાગલ’ માટે થોડું પેત્ચ્વર્ક કર્યું હતું. હું હોટલમાં ગયો કારણ કે હું અમેરિકાથી આવ્યો હતો, જયારે મારી પત્ની સ્વરૂપએ કહ્યું કે દત્ત સાહેબએ મારા માટે એક પત્ર મોકલ્યો છે. મેં પૂછ્યું ‘કોનો?’ તેમને કહ્યું ‘સુનીલ દત્ત સાહેબનો”

એમને કહ્યું,”મેં કહ્યું,એ મને પત્ર શું કામ લખે? એમને કહ્યું પોતાના જન્મદિવસ માટે. મેં કહ્યું કે મારો જન્મદિવસ ૩૦ મે એ છે,તે પાંચ દિવસ પેહલા પત્ર શું કામ લખે. સીધા ૨ જાન્યુઆરી ૨૦૧૭એ, જયારે હું રાજકુમાર હીરાનીના ઘરે ‘સંજૂ’ની કહાની સાંભળી રહ્યો હતો. સ્વરૂપએ મને ફોન કર્યો કે દરાજમાં દત્ત સાહેબના પત્રનું શું કરવાનું છે. અદભુત જુડાવ.”

એમને કહ્યું,”ખેર,૧૨ વર્ષથી પણ વધારે સમય પછી પણ આ પત્ર મારી દરાજમાં છે. આ જુડાવ છે. મને લાગે છે કે સુનીલ દુત્તની ભૂમિકા ભજવવી મારા નસીબમાં હતી.” જો ફિલ્મ ‘સંજૂ’ની વિષે વાત કરીએ તો આ ફિલ્મ ૨૯ જુનએ રિલીઝ થાય છે. સંજય દત્તની બાયોપિકમાં અનુષ્કા શર્મા, મનીષા કોઈરાલા, દિયા મિર્ઝા અને સોનમ કપૂર મુખ્ય પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં દિયા મિર્ઝાએ સંજય દત્તની પત્ની માન્યતા દત્તની ભૂમિકા ભજવી છે. રણબીર કપૂરએ પેહલી વાર હીરાનીની સાથે આ બાયોપિકમાં કામ કર્યું છે.

રણબીરએ બોલીવુડમાં પોતાના કારકીર્દીની શરુઆત વર્ષ ૨૦૦૭માં ‘સાંવરિયા’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ના ચાલી શકી પરંતુ અભિનેતાએ ત્યાર બાદ ‘વેક અપ સિડ’, ’રોકેટ સિંહ’, ‘સેલ્સ મેન ઓફ ધ યર’ જેવી ફિલ્મમાં પોતાના અભિનયનો પરિચય આપ્યો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon