Link copied!
Sign in / Sign up
0
Shares

૭ એવા ગજબ સુજાવો જે પ્રેગનેન્ટ સ્ત્રીઓને આપવામાં આવે છે🙄🙄

ભારતીય હોવાથી આપણે દરેક વસ્તુમાં જરૂરતથી વધુ સાવચેતી રાખવામાં જાણીતા છીએ. જયારે પણ લોકો ગર્ભવતી સ્ત્રીને મળે છે, તો તે તેનું પેટ અડીને આશીર્વાદ આપે છે અને હંમેશા તેને સારી શિખામણ આપવાની કોશિશ કરે છે. અચાનક દરેક જાણ વિશેષજ્ઞ લાગવા લાગે છે અને તમારે તેને વાત સાંભળવી પડે છે, કારણ કે તમે કોઈ જોખમ લેવા નથી માંગતા. આ છે કેટલીક એવી ગજબ સલાહ, જે ગર્ભવતી સ્ત્રીને જણાવાય છે.

સેક્સથી દૂર રેહવું

આ સૂચિ સૌથી પ્રથમ આવે છે. આ સુજાવ પીઢી દર પીઢીથી આપવામાં આવે છે અને સામાન્ય રીતે ગર્ભ ધારણ કરનારી માતાના કાનમાં કહેવામાં આવે છે. એ સામાન્ય છે કે આવી સ્થિતિમાં સબંધ બાંધવાથી ભૃણને તકલીફ થઇ શકે છે. એટલે જ આનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. આમ થોડા મામલામાં આનાથી મુશ્કેલી થઇ શકે છે. એટલે એ જરૂરી છે કે તમે તમારા ડોક્ટરની સલાહ જરૂર લ્યો.

પોતાની ખુશખબરીની ખબર ન પડવા દો 

પોતાના બાળકને એવા લોકોની ખરાબ નજરથી બચાવવા માટે, જે આ ખબર જાણીને બળશે અથવા તેને સારું નહિ લાગે, તેને આ ખબર ન પડવા દયો. એટલે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના સુધી તમને આ ખુશખબરી બહાર પાડવાની ના પાડવામાં આવે છે. (વૈજ્ઞાનિકરૂપે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના ગંભીર હોય છે અને ભ્રુણ માટે આ સમય ખુબ જ કિંમતી છે.)

કેસરથી બાળકનો રંગ ગોરો થશે

જયારે વાત બાળકના રંગની આવે છે, તો ગર્ભવતી માતાને ચિંતા થાય છે. આ નાટકગર્ભાવસ્થાના પહેલા મહિનાથી શરુ થાય છે. ગર્ભવતી સ્ત્રીને બાળકના ગોરા રંગ માટે ગરમ દૂધમાં કેસર ભેળવીને પીવાનું કહેવામાં આવે છે. ઘણા એ શિખામણ પણ આપે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખાલી સફેદ વસ્તુ જ ખાવી જોઈએ.

 સુંદર બાળકનો ફોટો જોવાથી તમારું બાળક પણ સુંદર થશે

તમને એવું લાગશે કે એવું કેવી રીતે બની શકે. સંશોધનમાં પણ જોવામાં આવ્યું છે કે બાળકનો રંગ-રૂપ માતા પિતા પર નિર્ભર હોય છે.

અંધારામાં બહાર ન નીકળો

બની શકે કે પાડોશમાં રહેતા આંટી છ વાગ્યા પછી તમને બહાર જતા જોઈને તમને તરત જ ટોકે. એ તમને શિખામણ આપશે કે ખરાબ આત્મા તમારા બાળકને પ્રભાવિત કરવાની સંભાવના હોય છે અને એટલે તમારે બહાર ન જવું જોઈએ.

 પોતાના હાથ સીધા પોતાના માથા ઉપર ન ઉઠાવો

આ પણ આશ્ચર્યજનક શિખામણ માની એક છે અને વિશ્વ ભરમાં આ આપવામાં આવે છે. તેનું કેહવું છે કે જો ગર્ભાવસ્થા દરમિયાન તમે હાથ સીધા માથા ઉપર ઉઠાવો છો તો એમ્બેલિકલ કોર્ડ આપમેળે બાળકના ગળામાં લપેટાઈ જાય છે અને તેનાથી બાળકને નુકશાન થાય છે.

પેટને વધુ ખંજવાળવાથી બાળક ટકલુ જન્મે છે

આ એક શિખામણ છે જે વધારે માતાઓને આપવામાં આવે છે. ખંજવાળવાથી રાહત મળે છે. આમ તો પેટ ઉપર ખંજવાળવાથી બાળક ટકલુ તો નહિ થાય પણ તમારી ચામડી ઉપર તેનો દુષ્પ્રભાવ જરૂર થશે. શિયા બટર તમને આ મુશ્કેલીથી બહાર લાવી શકે છે.

એટલા જ નહિ હજુ પણ અન્ય મિથ્ય સમાજમાં ફેલ થયા છે, જેમ કે ગર્ભાવસ્થામાં સાપને જોવાથી બાળક આંધળું જન્મે છે. સૂર્યાસ્તના સમયે બહાર ન જવું નહિ તો બાળક પણ તકલીફ આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન વાળ ન કાપવા નહિ તો બાળકનું જીવન ઓછું થઇ જાય છે. વધારે દૂધ પીવું જેનાથી તમારા બાળક માટે વધુ માત્રામાં દૂધનું ઉત્પાદન થઇ શકે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon