Link copied!
Sign in / Sign up
0
Shares

અદ્ભુત ! મૃત યુવાનનાં સ્પર્મમાંથી જોડિયા બાળકોનો જન્મ😱😱😱

પુણેમાં એક ૨૭ વર્ષીય યુવાનનાં મૃત્યુનાં બે વર્ષ પછી તેના વીર્યમાંથી જોડિયા છોકરા-છોકરીનો જન્મ થયો છે. બે વર્ષ અગાઉ આ યુવકનું મૃત્યુ બ્રેન ટયૂમરના કારણે થયું હતું. બ્રેન ટયૂમર થવા અગાઉ યુવકનાં માતા-પિતાએ તેનું વીર્ય મેડિકલ સેન્ટરમાં સાચવીને રાખ્યું હતું.

૨૦૧૩માં જર્મનીમાંથી શિક્ષણ મેળવીને આવેલ ૨૭ વર્ષીય યુવકને બ્રેન ટયૂમર થતાં તેને કીમોથેરપીની જરૂર પડી. પણ કીમોથેરપીથી યુવકની પ્રજનન ક્ષમતાને માઠી અસર પડવાની શક્યતા હોવાથી કીમોથેરપી શરૂ કરવા અગાઉ ડોક્ટરોએ યુવકનું વીર્ય સુરક્ષિત રાખ્યું હતું. ત્યાર બાદ ૨૦૧૬માં યુવકનું મૃત્યુ થયું. તેની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર હસમુખ સ્વાભાવનો હતો અને બીમાર હોવા છતાં તમામને હસાવતો અને ખુશ રાખતો હતો. કીમોથેરપી જેવી આકરી સારવારના કારણે તેનું મોત થયું, તે દરમિયાન તેણે દૃષ્ટિ પણ ગુમાવી. આમ છતાં તેના સ્વભાવમાં કોઈ ફરક પડયો નહીં. તેથી તેની માતાને વિચાર આવ્યો કે તેમના પુત્ર જેવો જ સ્વાભાવ પૌત્રનો હોવો જોઈએ.

આ માટે યુવકની માતાએ જર્મનીથી તેના પુત્રનું વીર્ય મગાવ્યું અને પુણેની સહ્યાદ્રિ હોસ્પિટલનો આઈવીએફ પ્રક્રિયા માટે સંપર્ક કર્યો. યુવકના વીર્ય માટે ડોક્ટરોએ મહિલા ડોનરની શોધ આદરી અને મહિલા ડોનરના બીજની સાથે મેળવીને ભ્રૂણ તૈયાર કર્યું હતું. ત્યાર પછી સરોગેટ માતાની શોધ કરી. શરૂઆતમાં તો યુવકની માતા જ વીર્યને ગર્ભમાં ધારણ કરવા તૈયાર હતી, પણ તે મેડિકલી ફિટ ન હોવાથી મૃત્યુ પામેલ યુવકની અન્ય સંબંધી આ કાર્ય માટે તૈયાર થઈ. સંપૂર્ણ મેડિકલ તપાસ બાદ મહિલાનાં ગર્ભમાં ભ્રૂણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, એમ સરોગસી વિશેષજ્ઞા સુપ્રિયા પુરાણિકે જણાવ્યું.

પણ આ સંપૂર્ણ પ્રક્રિયા પર ચેન્નઈસ્થિત લો સેન્ટરના સંસ્થાપક હરિ જી રામ સુબ્રહ્મણ્યમે એવા પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે શું યુવકના વીર્યનો ઉપયોગ બાળકોને જન્મ દેવા માટે કરવા અગાઉ તેની પરવાનગી લેવામાં આવી હતી?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon