Link copied!
Sign in / Sign up
1
Shares

અભિનેત્રીએ પતિને કહ્યું, “હું પ્રેગ્નેન્ટ છું”, આ સાંભળી પતિને પરસેવો છૂટી ગયો

ટીવીનાં પૉપ્યુલર શૉ ‘યે હૈ મોહબ્બત’માં શગુનનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી અનિતા હસનંદાનીએ 14 એપ્રિલનાં રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થડેનાં અવસર પર તેના પતિએ સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં રાખી હતી, જેમાં તેની ફેમિલી સાથે તેના દોસ્તો પણ હાજર હતા. તેમણે બર્થડેની તસવીરો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ કપલનાં લગ્નને 5 વર્ષ થઇ ગયા છે પરંતુ કોઇ બાળક નથી. એક વિડીયોમાં અનિતા પતિ રોહિતને ફોન કરીને પોતે પ્રેગ્નેન્ટ હોવાની વાત કરે છે, પરંતુ આ ખબર સાંભળીને રોહિતને પરસેવો છૂટી જાય છે.

વિડીયોમાં અનિતા બીચ પર આરામ કરી રહી છે, જ્યારે રોહિત પોતાના ઘરે ટીવી જોવામાં મસ્ત છે. અનિતા ફોન કરીને રોહિતને જેવી પ્રેગ્નેન્સીની ખબર સંભળાવે છે તો રોહિત ચોંકી જાય છે અને તે પોતાનો સામાન લઇને ભાગવા માંડે છે. 9 કલાકમાં આ વિડીયોને 2.5 લાખ વ્યુઝ મળી ચુક્યા છે. કેપ્શનમાં અનિતાએ જણાવ્યું કે, ‘આ મજાક છે અને તે પ્રેગ્નેન્ટ નથી.’ ઉલ્લેખનીય છે કે ટીવી અને બોલિવુડ અભિનેત્રી અનિતાએ ઑક્ટોબર 2013માં પોતાના બોયફ્રેન્ડ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. રોહિત બિઝનેસમેન છે અને અવોર્ડમાં પત્ની સાથે જોવા મળતો હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon